SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સુરિ શિષ્ય સંવાદ ૧૦૧ શિષ્ય—મેક્ષની ઈચ્છા એ શું વસ્તુતઃ બુરી ઈચ્છા છે? સૂરિ–બીલકુલ નહીં, પરંતુ આપણે અહીં જે વિચાર કરવાને છે તે કન્યાના ભવિષ્ય વિષેને છે એ વાત ભૂલી જવાની નથી. એક વૈરાગી અથવા ઉદાસીન પુરૂષની સાથે લગ્નગ્રંથી વડે જોડાયેલ કન્યા સંસારસુખને લ્હાવે કયાંસુધી લઈ શકે એ વિચારને માત-પિતા કેવી રીતે અળગો કરી શકે? આવા નિષેધનું રહસ્ય માત-પિતાની દ્રષ્ટિએ જોવાથી જ આપણે મેળવી શકીએ. બાકી મેક્ષની ઈચ્છા જેવી પવિત્ર, મહાન અને દેવી ઈચ્છા સંભવતી જ નથી. કન્યા અને તેના સંતાન સંસાર-સાગરની મધ્યમાં નીરાધાર અને નીરવલંબ ન થઈ પડે એટલા માટે જ આ સાવચેતી આપવામાં આવી હશે. શિષ્ય-પુત્રીથી ત્રણ ગણું વર્ષ કરતાં અધિક ઉમરના પાત્રને કન્યા ન આપવી એ વિધિ–નિષેધ તે છેક ભૂલાઈ જ ગયો છે. સૂરિ દ્રવ્યની બહુલતા સાથે જ્યાં વૃદ્ધ પુરૂષની કામવાસના પ્રબળતા ભેગવતી હોય ત્યાં આ નિષેધ સચવાત નથી. મડાને મીંઢળ બાંધવાની ઘટનાઓ વર્તમાન કાળે અનેક સ્થળે દષ્ટિગોચર થઈ શકે છે. સમાજનું આ એક મોટામાં મોટું કમનસીબ છે. જો કે ત્રણ ગણું વર્ષવાળા પાત્રની છુટ એ પણ અત્યારના વિલાસી–વૈભવી જમાનામાં ઘણું વધારે જણાય છે, તથાપિ જ્યાં બાર વર્ષની બાલિકા સાથે સાઠ વર્ષની વયના વૃદ્ધ સાથે લગ્ન નિઃસંકેચપણે થતાં હોય ત્યાં આ નિષેધ પણ આવશ્યક છે. For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy