SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરોવચન અભ્યાસીઓને ગુજરાતી શબ્દોના ગુજરાતી પર્યાય સાથે સચોટ અંગ્રેજી અર્થો આપતા કોશની ખોટ હંમેશાં સાલતી રહી છે. પ્રસ્તુત ગ્રંથ એ ખોટ પૂરી પાડવાનો એક વિનય પ્રયાસ છે. આ દળદાર ગ્રંથમાં આશરે ચાળીસ હજાર ગુજરાતી શબ્દો તેમના ગુજરાતી પર્યાયો અને અંગ્રેજી અર્થો સાથે સમાવી લેવામાં આવ્યા છે. ગુજરાતી-ગુજરાતી અને ગુજરાતીઅંગ્રેજી એ બંને પ્રકારના કોશો આ એક જ ગ્રંથમાં સમાવિષ્ટ છે, એ તેના આયોજનની એક વિશિષ્ટતા છે. પ્રત્યેક શબ્દના સમુચિત ગુજરાતી પર્યાય અને સચોટ અંગ્રેજી અર્થ આપવાની અહીં ખાસ ચીવટ રાખવામાં આવી છે. અનુવાદકો તેમજ દરેક સ્તરના અભ્યાસીઓ માટે આ સંદર્ભગ્રંથ અત્યંત ઉપયોગી પુરવાર થશે, એવી અમને શ્રદ્ધા છે. ગ્રંથના પરિશિષ્ટમાં આપેલી વિશેષ સામગ્રી પુસ્તકની સર્વાગી ઉપયોગિતામાં અભિવૃદ્ધિ કરશે, એવો અમને વિશ્વાસ છે. આ ગ્રંથના આયોજનમાં સાર્થ ગુજરાતી જોડણીકોશ, The Concise Oxford Dictionary, Webster's New Collegiate Dictionary, Fowler's Modern English Usage, Advanced Learner's Dictionary, Roget's Thesaurus, Gala's Advanced English-Gujarati Dictionary તેમજ અન્ય અનેક પ્રમાણભૂત ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે. આ શબ્દકોશનાં પૂકો અત્યંત કાળજીપૂર્વક તપાસી મુદ્રણને દોષરહિત બનાવવામાં શ્રીયુત બાલુભાઈ પારેખ, શ્રીયુત છોટુભાઈ નાયક, શ્રીયુત ભોગીલાલ કે. ભાવસાર (M. Com.). અને શ્રીયુત અરવિંદ એસ. મિસ્ત્રીનો ગણનાપાત્ર ફાળો છે. આ તકે અમે એ સૌનો આભાર માનીએ છીએ. અથાગ પરિશ્રમને અંતે તૈયાર થયેલો આ ગ્રંથ ઉત્તરોત્તર વધુ ને વધુ અભ્યાસીઓની જ્ઞાન સાધનામાં સફળ સહાયક બની રહેશે, તો અમારો શ્રમ સાર્થક થયો ગણાશે. સંપાદક બ્રિમણિકા શબ્દાર્થ - . . . . . .. ૧ થી ૭૯૫ પરિશિષ્ટ-૧. ગુજરાતીમાં રૂઢ બનેલા કેટલાક અંગ્રેજી શબ્દોની સાચી જોડણી ૨. કેટલાક ઉપયોગી સંક્ષેપો ૩. અગત્યની કહેવતો ૪. અગત્યના રૂઢપ્રયોગો ૫. સંખ્યાદર્શક શબ્દો ૬. કમસૂચક શબ્દો ૭. કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો ૮. સૂર્યમાળાના ગ્રહો ૯. રાશિઓ ૧૦. કેટલાક વ્યવસાયીઓ ૧૧. વસ્ત્રાલંકાર ૧૨. અનાજ, કરિયાણું, ઇ. ૧૩. કેટલાંક મહત્વનાં વિશેષ નામો ૧૪. કેટલીક પૌરાણિક વ્યકિતઓનો પરિચય ... ... ૭૯૬-૮૧૫ For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy