SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mata Ardhana Kendra Acharya Shri Kalassagarsurl Gyanmandir ભાવ દિનની અવસ્થા સિવાયની અવસ્થામાં રહેલા જિર્નચર પ્રભુના જીવો તે દ્રવ્યજન, અર્થાત્ ભાજિત પૂર્વેની કે પછીની અવસ્થામાં રહેલા જિનેચર પ્રભુના જીવો તે દ્રવ્યજન, જેમકે પદ્મનાભસ્વામીનો જીવ શ્રેણિક મહારાજા તથા ઋષભાદિ ચોવીશે પ્રભુ. ટૂંકમાં, ભૂતકાળમાં થઈ ગયેલા અતે ભવિષ્યમાં થનારા ર્નિચરદેવો હાલ દ્રવ્યન કહેવાય. દ્રવ્ય વર્તમાનકાળે સદેહે તીર્થકરરૂપે વિચરતા દિન તે ભાવરિત અર્થાત્ સમવસરણમાં બેસીને દેશના આપતા અથવા કેવળજ્ઞાત પામ્યા પછી તીર્થકર નામકર્મના ઉદયતે ભોગવતા સાક્ષાત્ વિચરતા તીર્થકર ભગવંતો હૈ ભાવન, જેમકે શ્રીસીમંધરસ્વામી વગેરે વીશ વિહરમાન જિન. ભાવે ચાર નિક્ષેપામાં રહેલા અરિહંતો આપણા માટે આરાધ્ય છે. ખૂબ ભાવથી તેમની આરાધના આપણે કરવી જોઈએ. સામાન્યતઃ રોજ પ્રભુ સમક્ષ કરાતા ચૈત્યવંદનમાં સંક્ષેપથી આ ચારે નિક્ષેપમાં રહેલા અરિહંતની આરાધના થઈ જાય છે. લોગસ્સસૂત્રમાં ચોવીશ તીર્થકર ભગવંતોના નામ છે. તે સૂત્ર દ્વારા નામજિનની આરાધના થાય છે. અરિહંતચેઈઆણં સૂત્ર દ્વારા જે પ્રતિમાજી સન્મુખ આપણે ઊભા રહી આ સૂત્ર બોલીએ છીએ તે સ્થાપનાઅરિહંતની આરાધના થાય છે, વળી મોટા દેવવંદનમાં ‘સવ્વલોએ અરિહંત ચેઈઆણં’ કહીએ છીએ તે દ્વારા લોકમાં રહેલા સર્વ જિનપ્રતિમાજીની એટલે સ્થાપનાનિલેપાની ઉપાસના થાય છે. ' ‘નમુત્થણંસૂત્રની છેલ્લી ગાથા - ગે મ ગર્ગ સિદ્ધા, રે ગ મણિશઢિ નાTQ છારા ગ gorg, સર્વે સિવિટ્રા પૅવાઈ ! | આના દ્વારા દ્રવ્ય તીર્થકરોની આરાધના થાય છે. અતીતકાળમાં જે તીર્થકરો સિદ્ધ થયા, અનાગત કાળમાં થશે અને વર્તમાનમાં રહેલ સર્વને ભાવથી વંદન કરું છું. અહિં ‘વર્તમાનમાં રહેલ’ કહેવા દ્વારા વર્તમાનમાં પણ જેઓ ગૃહસ્થાવસ્થામાં છે છમસ્થપણામાં રહેલા છે તેવા દ્રવ્ય તીર્થકરોને વંદના છે. નમુત્કૃષ્ણની ૧લી નવગાથા દ્વારા પરમાત્મા અરિહંત પ્રભુના વિશેષણોને યાદ કરવાપૂર્વક ભાવ અરિહંત ભગવંતને નમસ્કાર થાય છે. એટલે આ સૂત્ર દ્વારા દ્રવ્ય-ભાવજિનને નમસ્કાર કરાય છે. આમ રોજના ચૈત્યવંદન દ્વારા પણ ચાર નિક્ષેપે અરિહંતની આરાધના કરાય છે. અહીં વિશેષ વિસ્તારથી આરાધના કરવા આપણો પ્રયત્ન છે. Bals de cok 6 For Private and personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy