SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kalassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra માણોતર પર્વતા રઘe 1 ઐરહત ક્ષેત્ર e poraj KR Rej સામેઝ રખ્યક ક્ષેત્ર મહાઢિt6, ક્ષેત્ર પુષ્કરવાર્ષદ્વીપ - મઠાધિbe કાન was as હરિહર્ષ 1 હરિયા ERROR હિમgs an (ભરત ક્ષેત્ર ચૈત્યો ૧,૨૭૨, પ્રતિમાજી ૧,૫૨,૬૪૦ પુWવરાધ દ્વીપની ૧,ર૦ર ચૈત્યોને વંદના જંબૂ દ્વીપની ચારે બાજુ ફરતો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રને ફરતો ધાતકીખંડ છે. ધાતકીખંડના ચૈત્યોને ઉપર આપણે જુહાર્યા છે, ધાતકીખંડને ફરતો કાલોદધિ સમુદ્ર છે અને કાલોદધિ સમુદ્રને ફરતો પુષ્કરવર દ્વીપ છે, પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત છે. ચિત્રમાં માનુષોત્તર પર્વત સુધીનો અડધો જ પુષ્કરવર દ્વીપ બતાવ્યો છે. માનુષોત્તર પર્વતની બહારનો અડધો પુષ્કરવર દ્વીપ મનુષ્યલોકની બહાર છે, એટલે તેમાં ક્ષેત્રો પર્વતો વગેરે વ્યવસ્થિત નથી. તેની અત્યારે આપણે કાંઈ વિચારણા કરવાની નથી. અમૅતર પુષ્કરવરાર્ધમાં ચેત્યો છે. તેને જુહારવાના છે. આ પુષ્કરવરાર્ધ દ્વીપમાં પણ બે ઈપુકાર પર્વતો છે. તે ૮ લાખ યોજન લાંબા (કાલોદધિ સમુદ્રથી માનુષોત્તર પર્વત સુધી) પ00 યોજન ઊંચા તથા ૧ હજાર યોજન પહોળા છે. આ ઈપૂકાર પર્વતની પૂર્વ બાજુએ પૂર્વ પુષ્કરવરાર્ધ દ્વીપ છે. તથા પશ્ચિમ તરફ પશ્ચિમ પુષ્કરવરાર્ધ દ્વીપ છે. દરેકમાં ધાતકી ખંડની માફક ૬ પર્વતો તથા ૭ ક્ષેત્રો આવેલા છે. દરેક ૮ લાખ યોજન લાંબા છે. પર્વતો સર્વત્ર સરખી પહોળાઈવાળા છે. ધાતકીખંડના પર્વતો કરતા અહીંના પર્વતોની પહોળાઈ ડબલ છે, જ્યારે ક્ષેત્રોની પહોળાઈ અનિયત છે. ક્ષેત્રો અંદરની બાજ (કાલોદધિ સમુદ્ર તરફ) સાંકડા અને બહાર (માનુષોત્તર પર્વત તરફ) પહોળા થતા જાય છે. ધાતકીખંડની માફક અહીં પણ કુલ પૂર્વ પુકરવરાર્ધમાં ૬ ૩૫ શાશ્વત ચેત્યો છે. પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં પણ ૬ ૩૫ ચેત્યો છે. તથા બે ઈષકાર પર્વતમાં બે શાશ્વત ચેત્યો છે. કુલ ૧,૨૭૨ શાશ્વત ચૈત્યોમાં બિરાજમાન ૧,૫૨,૬૪૦ (એક લાખ બાવન હજાર છસો ચાલીશ) શાશ્વત જિનપ્રતિમાજીઓને અમારી ભાવભરી વંદના... નમો જિણાણં... 101 ત્રિલોક ની વંદના For Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy