SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra રાણકપુર મંદિરના દિવ્ય પરિસરમાં પગ મૂકતા જ રોમાંચ વિકસ્વર થયા, આદીશ્વર દાદાને જોતા www.kobarth.org શાશ્રુત તીર્થોની સરે આંખો સ્તબ્ધ થઈ ગઈ. બાંધણી કલાલેખવ, મેઘનાદ મંડપો વિશાળતા વિ. નિરખી દિલ ઠરી ગયું. પાંચ પાંચ સૈકાથી ઘુમરાતા પવિત્ર પરમાઓની સ્પર્શનાથી કોક અગમ્ય અલૌકિક-અવર્ણનીય સ્પંદનાની અનુભૂતિ થઈ. ચારે તરફ હૃદયમાંથી ઉદગારો સરી પડ્યા. નદી-ઝરણા-હરિયાળી વર્તુળાકારે પધરાયેલ પર્વતો વિ. નું કેવું અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય ! શું મંદિરની બાંધણી ! રૂપરૂપના અંબાર જેવો કેવો અનુપમ કલાવૈભવ ! સૌમ્યતાનો ધોધ વરસાવતુ કેવું દાદાનું મુખારવિંદ...નીરવ શાંતિ... દીવડાઓના ઝગમગાટ અને ઘંટારવોના નાદ વચ્ચે થતી આરતી... આહા... એ ક્ષણો... એ વાતાવરણ... એ પવિત્ર પરમાઓનો પ્રભાવ... જાણે કો'ક અગોચર સૃષ્ટિમાં આવી ગયા હોઈએ એવું અચૂક લાગે... Acharya Shri Kallassagarsuri Gyanmandir leur i બીજી ક્ષણે વિચાર સ્ફુર્યો... આ લોકનું જિનાલય જો આવું બેજોડ છે. તો દેવલોકના જિનાલયો કેવા હશે ?.. આ તો માનવ શક્તિથી સર્જિત, તે તો સર્જનાતીન... આ તો આરસ પત્થરથી સર્જિત, તે તો સોના ચાંદીથી સર્જિત... અહીં તો સંગેમરમરના પ્રતિમા, ત્યાં તો હીરા માણેક-રત્નોના પ્રનિયા, અહીં તો ગમે તેમ તોય બધુ પત્થરનું, લાકડાનું, ઘેંટ ગુના ને માટીનું... ત્યાં તો થાંભલા કહો કે કાંગરા કહો, છત કહો કે તિળયુ કહો દીવાલ કહો કે દરવાજા કહો... બધુ જ રત્નોનું, સોનાનું... તેય હીરા, માણેકને મોતીયો જડીત... અહી દીવડાના પ્રકાશનો આવો સૌમ્ય અને અલ્હાદક ઝગમગાટ છે તો ત્યાંના રત્નોના પ્રકાશની ભવ્યતા અને દૈદીપ્યમાનતા કેવી હશે ? અહીંનો ઘંટારવ મૈગર્જિત જેવો મધુર અને કર્ણપ્રિય છે તો ત્યાંના સેંકડો મણના મોતીઓથી જડેલા અને પરસ્પર અથડાતા ઝુમ્મરોના રણકારો કેવા મીઠા અને મધુરા હશે ? ઉત્કૃષ્ટ ભવ્યતા સંપન્ન છતા અહીંના મંદિરો નાશવંત... દુષ્ટોના આક્રમણો કે કાળકૃત થપાટોની અસર તેના અસ્તિત્વને ક્યારેક તો નામશેષ કરવાની જ, જ્યારે દેવલોકના મંદિરી તો શાતા, પ્રતિમાઓ પણ શાશ્વતી, અહીની મનોહર કલાકૃતિ અને પરિસરની ભવ્યતા દિલને અનેરી ઠંડક... મનને પ્રસન્નતા આપતી હોય, હૃદયને ભક્તિના ભાવોથી ઝંકૃત કરતી હોય તો દેવલોકના જિનાલયોની ભવ્યતામાં ભાવિત-પ્લાવિત થતા ભક્તિના ભાવોનો કેવો ગગનસ્પર્શી ઉછાળો સર્જાતો હશે ! દેવલોકના દેવાલયોની પરિકલ્પના પણ હૃદયને જો બેહદ આનંદથી પુલકિત કરતી હોય તો સાક્ષાત્ શાપતા જિનાલયોની સ્પર્શના ભક્તિના કેવા રોમાંચક પરિશ્ચંદનાની અનુભૂતિ યજ અહીના પાલીતાણા, રાણકપુર, આબુ, દેલવાડા, અચલગઢના જિનાલયો જોતા મોઢામાંથી “અદ્ભુત અદ્ભુત” એ શબ્દ સરી પડે છે તો દેવલોકના જિનાલયો જોતા કદાચ આંખો સ્થિર જ થઈ જાય... વાચા સ્તબ્ધ જ થઈ જાય. For Private and Personal Use Only તિÁલોકની જેમ ઊર્ધ્વલોક અને અધોલોકના દેવલોકમાં શાતા જિનમંદિરો છે. શાશ્વતી જિન પ્રતિમાઓ છે, જેનું સર્જન કોઈએ કર્યું નથી. અનાદિ છે અને જે સદાકાળ માટે રહેવાની છે. સમ્યગ્દષ્ટિ દેવાત્માઓ આ પ્રતિમાજીની ઉછળતે ભાવે સેવા-ભક્તિ-દર્શન-વંદન કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે. ત્રણે લોકમાં ક્યાં ક્યાં અને કેટલી કેટલી શાયતા-અશાશ્વતી જિન પ્રતિમાજીઓ છે ? તેની સંપૂર્ણ માહિતી ચિત્રો અને ચાર્ટો સાથે આ ગ્રંથરત્નમાં બતાવવામાં આવી છે અર્થાત્ આ બુકનું ધ્યાનથી વાંચન કરવામાં આવે તો ત્રણે લોકના તારક તીર્થોની ભાવપાત્રા-ચૈત્યપરિપાટી ઘર બેઠા બેઠા થઈ જાય છે. આપણે શત્રુંજય - સમેતશિખરજીની કે જુહારેલા તીર્થોની ભાવપાત્રા અવસરે કરીએ છીએ, પણ ત્રણે લોકના તીર્થોની ભાવયાત્રા ક્યારે ય કરી ખરી ? આ બુકના ધ્યાનાત્મક પઠનથી ત્રણે લોકનો એક એક પ્રતિમાજીને નામપૂર્વક ગણનાપૂર્વક વંદના થઈ જાય છે. એક પણ પ્રતિમા બાકાત રહેતી નથી.
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy