SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ તત્વાર્થસૂત્ર શિખરી નામક છ વર્ષધર પર્વત છે અર્થાત્ ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત આ સાત ક્ષેત્રેના ધારક આ છ પર્વત છે : ભરત આદિ સાત ક્ષેત્રનું વિભાજન કરવાના કારણે આ છ પર્વતો વર્ષધર પર્વત કહેવાય છે. આ પર્વતના જે હિમાવાન વગેરે નામ છે તે અનિમિત્તક છે અર્થાત્ કોઈ વિશેષ કારણથી નથી; આ પર્વત અને તેમના ઉલ્લિખિત નામ પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે. હા, ભરત વગેરે વર્ષો (ક્ષેત્ર)ના વિભાજક હોવાથી એમને વર્ષધર કહે છે. મુદ્રહિમવાનું પર્વત ભરતવર્ષ અને હૈમવતવર્ષની સીમા ઉપર આવેલ છે. તેની ઉંચાઈ સે જનની છે. મહાહિમવાન પર્વત હૈમવત અને હરિવર્ષને જુદા પાડે છે તેની ઉંચાઈ બસો જનની છે. નિષધ નામક વર્ષધર પર્વત મહાવિદેહથી દક્ષિણમાં અને હરિવર્ષથી ઉત્તરમાં છે, આ બંનેની મધ્યમાં છે આથી બંનેને વિભાજક છે એની ઉંચાઈ ચારસો જનની છે. નીલવાન પર્વત મહાવિદેહથી ઉત્તરમાં અને રમ્યક વર્ષથી દક્ષિણમાં છે. તે આ બંને ક્ષેત્રની મધ્યમાં હોવાથી એમને વિભક્ત કરે છે. આ પર્વત પણ ચારસો જન ઉચે છે. રુકિમપર્વત રમ્યક વર્ષથી ઉત્તરમાં અને હૈરશ્યવતથી દક્ષિણમાં છે. બસ એજન ઉચે છે. શિખરિપર્વત હૈરણ્યવતથી ઉત્તરમાં અને એરવતવર્ષથી દક્ષિણમાં છે તેની ઉંચાઈ એકસ એજનની છે. બધાં પર્વતની ઊંડાઈ તેમની ઉંચાઈને એ ભાગ છે. પારકા તત્વાર્થનિયતિ–આ પહેલાં ભારત આદિ સાત ક્ષેત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે તે સાત ક્ષેત્રનું વિભાજન કરનારા હિંમવાન આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણ માટે કહીએ છીએ– તે ભરત આદિ સાતે ક્ષેત્રોનો પિતાની સ્વાભાવિક રચના દ્વારા વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા, પિતાના પૂર્વવત અને પશ્ચિમવત્ત છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શ કરવાવાળા ક્ષુદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલવાનું, રુકિમ અને શિખરી નામના છ વર્ષધર પર્વત છે. ભરત આદિ સાત વર્ષોના વિભાજક હોવાના કારણે અર્થાત્ તેમને ઈલાયદા કરનારા હોવાથી તે પર્વત કહેવાય છે તેઓ અનાદિકાળથી ચાલ્યા આવે છે. | ભાવાર્થ એ છે કે અગાઉ કહેલાં ભારત આદિ સાતે ક્ષેત્રનું વિભાજન કરવાવાળા હિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવાન, રુકિમ અને શિખરી નામક છ વર્ષધર પર્વત છે. ભરતવર્ષ અનેહૈમવત વર્ષની મધ્યમાં હોવાના કારણે ક્ષુદ્રહિમવાનું પર્વત ભારત અને હૈમવતવર્ષનું વિભાજન કરે છે. મહાહિમવાનું પર્વત હૈમવત અને હરિવર્ષના વિભાજક છે. નિષધ પર્વત હરિવર્ષ અને મહાવિદેહની હદ જુદી પાડે છે. નીલવાન પર્વત મહાવિદેહ અને રમ્યવર્ષને વિભક્ત કરે છે. રુકિમ પર્વત રમ્યકવર્ષ અને હૈરણ્યવત વર્ષને ઈલાયદા કરે છે જ્યારે શિખર પર્વત હૈરવત અને અરવત ક્ષેત્રની હદને નાખી પાડે છે આ છ કુલપર્વતોથી જમ્બુદ્વીપમાં સ્થિત ભરત આદિ સાત વર્ષ વિભક્ત થઈ ગયા છે. હવે શુદ્રહિમવાનું આદિ છએ કુલાચલેની ઉંડાઈ તથા ઉંચાઈનું પ્રતિપાદન કરીએ છીએ-ક્ષુદ્રહિમવાન પર્વત સો જન ઉંચે છે. બધાં પર્વતની ઊંડાઈ તેમની ઉંચાઈના ચતુર્થાંશ જેટલી હોય છે આથી ક્ષુદ્રહિમવાનની ઊંડાઈ પચ્ચીસ યોજન છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy