SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ અસુરકુમારદેવ દ્વારા નારકેને દુખત્પાદન સૂત્ર ૧૫ ૨૯૩ તવાર્થનિયુક્તિઅગાઉ કહેવાઈ ગયું છે કે નારક જીવ પૂર્વજન્મમાં બાંધેલા વેરથી યુક્ત હોય છે. તે વેરનું સ્મરણ થતાં જ તેઓ પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે અને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવાની તેમની આ પરંપરા નિરન્તર ચાલુ રહે છે. હવે એ બતાવીએ છીએ કે વાલુકાપ્રભા પૃવિ સુધી સંકિલષ્ટ અસુરો પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે– પૂર્વભવમાં સંભવિત અતિ તીવ્ર સંકલેશ પરિણામે દ્વારા ઉપાર્જિત પાપકર્મના ઉદયથી સંપૂર્ણ રીતે કિલષ્ટ અસુર ત્રીજી પૃથ્વિ સુધી અર્થાત્ વાલુકાપ્રભ પૃવિ પર્યત નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે. “ચ” શબ્દના પ્રગથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે નારકેને નરકભૂમિએના પ્રભાવથી પરસ્પર જનિત દુઃખ પણ થાય છે તે પરસ્પર જનિત દુઃખ ઉપરાંત સંકલેશયુક્ત ચિત્તવાળા અસુરકુમાર પણ જેમને અશુભાનુબધી બાલા તપ તથા અકામનિજારાના કારણે દેવગતિ પ્રાપ્ત થઈ ગઈ છે તેમજ જેઓ સ્વલ્પ વિભૂતિસમદ્ધિની પ્રાપ્તિ થવાથી ગયુક્ત હોય છે જે આગલા ભવ તરક આંખો ઉઠાવીને પણ જોતાં નથી અર્થાત ભવિષ્યમાં અમારી શું દશા થશે–એ અંગે લગીર પણ વિચાર કરતાં નથી–જે પિતાને સુખને ત્રણે લેકના સુખ સમજે છે અને જેઓ ભવનપતિના દસ ભેદોમાંથી પ્રથમ ભેદની અન્તર્ગત છે–બીજી કેઈ નિકાયમાં હોતાં નથી, તેઓ પણ નારકને દુઃખ ઉત્પન્ન કરે છે. છે અસુર ભયાનક હોય છે. તેમના નામ હૃદયમાં કમકમાટ ઉત્પન્ન કરે છે; જેવાની વાત તે એક બાજુ રહી. તે અસુરોના નામ આ છે —(૧) અમ્બ (૨) અમ્બરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) અસિપત્રવન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) પરસ્પર (૧૪) મહાઘેષ. આ પંદર અસુરનિકાયના અનાગતિ દેવે જ, મિથ્યાદૃષ્ટિ, પૂર્વજન્મમાં કિલષ્ટ કર્મો કરવાવાળા પાપમાં અભિરુચિ રાખનાર અને અસુરગતિને પ્રાપ્ત પરમધાર્મિક કહેવાય છે. નારકોને જુદી જુદી રીતે દુઃખ ઉત્પન્ન કરવાના કારણે જ તેઓ “પરમધાર્મિક કહેવાય છે. કિલષ્ટ કર્મોને લીધે ઉત્પન્ન આ પંદર પ્રકારના અસુર પોતાની જન્મજાત પ્રકૃતિથી જ નારક જીવોને વિવિધ પ્રકારથી વેદનાઓ ઉત્પન્ન કર્યા કરતા હોય છે. વેદનાઓ ઉત્પન્ન કરવાના કેટલાંક પ્રકાર નીચે જણાવ્યા મુજબનાં છે— લોઢાને ખૂબ તપાવીને ટપાવવું, અત્યન્ત ગરમ કરાયેલાં લેખંડના થાંભલા સાથે આલિંગન કરાવવું–કુટશાલ્મલી વૃક્ષ પર ચઢ ઉતર કરાવવી–લોઢાના હથોડાથી મારવું– રો, છરા વગેરે શાથી ચામડી ઉતારવી, ગરમ કરેલ ઉકળતું તેલ છાંટવું, લખંડના ઘડામાં રાંધવું, ભઠ્ઠીમાં ચણાની જેમ શેકવું, યંત્રમાં પીલવા, લેઢાની શૂળ તથા સળીયાથી ભેદન કરવું, કરવતથી વહેરવું, અંગારાની જવાલામાં સળગાવવું, તીક્ષણ અણિઓ ઉપર રગળવા, સિંહ, વાઘ, દીપડા, શિકારી કુતરાં, શિયાળ, વરુ બિલાડાં, સાપ, નોળિયા, કાગડા, ગીધડાં ઘુવડ તથા બાજ વગેરે પક્ષિઓ દ્વારા ભક્ષણ કરાવવું, ધખધકતી રેતી ઉપર ચલાવવું, તલવારની ધાર જેવા પાંદડાનાં વનમાં ઘસડવા, વૈતરણી નામની નદીમાં ડુબાડવા અને આપસમાં લઢાઈ કરાવવી વગેરે વિવિધ પ્રકારથી તે પરમાધાર્મિક દેવ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy