SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ તત્ત્વાર્થસૂત્રને તસ્વાર્થનિર્યુકિત–આની પહેલા રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિઓના સ્વરૂપનું વિશદ રૂપથી વિવેચન કરવામાં આવ્યું છે. હવે નારક જીને પ્રસંગ હોવાથી સર્વ પ્રથમ તેમના સ્થાને અર્થાત્ નારકાવાસોનું નિરૂપણ કરવામાં આવે છે રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુકમથી નારકાવાસની સંખ્યા આ મુજબ છેત્રીસ લાખ, પચ્ચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ ઓછા અને ફક્ત પાંચ નારકાવાસ, છે તાત્પર્ય એ છે કે પ્રભા પૃથ્વિમાં ત્રીસ લાખ શર્કરા પ્રભામાં પચ્ચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદરલાખ, પંકપ્રભામાં દસલાખ, ધૂમપ્રભામાં ત્રણલાખ તમ: પ્રભામાં એકલાખમાં પાંચ ઓછા અને તમતમ પ્રભામાં પાંચ જ નારકાવાસ છે. નરક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–નરાર અર્થાત્ અશુભ કર્મવાળા મનુષ્યને કાયન્તિ અર્થાત્ જે બોલાવે છે તે “નરક કહેવાય છે. મતલબ એ છે કે પાપકર્મવાળા પ્રાણિએનું અશુભ કર્મનું ફળ ભેગવવાનું સ્થાન નરક કહેવાય છે. તે સીમન્તક આદિ નરક ઉષ્ટ્રિકા, વિષ્ટપચની, લેહી તથા ઘડા વગેરેના આકારના હોય છે. જે જીવ પાપકર્મના ભારથી ભરેલા છે તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે. તમસ્તમ પ્રભા નામની સાતમી પૃથ્વિની મધ્યમાં રહેલાં પાંચ નારકાવાસના નામ આ પ્રમાણે છે–કાલ, મહાકાલ રૌરવ મહારૌરવ અને અપ્રતિષ્ઠાન આ પૈકી અપ્રતિષ્ઠાન નામના મુખ્ય નારકાવાસથી પૂર્વ દિશામાં કાલ નામક નારકાવાસ છે, પશ્ચિમમાં મહાકાલ નારકાવાસ છે, દક્ષિણમાં રૌરવ નામનું અને ઉત્તરમાં મહારૌરવ નામક મુખ્ય નારકાવસ છે. ૧૨ fuત્તાકુમારી રક્ષા મારી ના ' સ્વાર્થ-નારકી છે હમેશાં અશુભ લેશ્યાવાળા વેદનાવાળા અને વિકિયાવાળા હોય છે. ૧૩ તવાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુક્રમથી નરકાવાસોની પ્રરૂપણ કરવામાં આવી હવે તે નરકમાં નિવાસ કરવાવાળા નારકજીનાં સ્વરૂપનું કથન કરીએ છીએ– પૂર્વોક્ત નરકમાં રહેનારા નારકની લેગ્યા સદૈવ કહેતાં નિરન્તર અશુભતર જ રહે છે અશુભતરનો અર્થ એ થાય છે કે તિર્યંચ ગતિની અપેક્ષા અશુભ હોય છે અને સ્વગતિ અર્થાત્ નરકગતિની અપેક્ષા પણ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે-નીચે અધિકાધિક શુભ હોય છે. ત્યાં શબ્દ, વર્ણ, રસ ગંધ અને સ્પર્શ પરિણમન પણ તે ક્ષેત્રના નિમિત્તથી અત્યન્ત અશુભ હોય છે અને તે પરિણમન નારકીના જીવના અપરંપાર દુઃખનું કારણ છે. અશુભ નામકર્મના ઉદયથી નારકના શરીર અતીવ અશુભ હોય છે, તેમની આકૃતિ ઘણી જ વિકૃત હોય છે, હુંડક સંસ્થાન હોય છે અને જોવામાં અત્યન્ત જુગુપ્સાપ્રેરક હોય છે. તે જીવોને હમેશાં અશુભતર વેદના થાય છે તે અશુભતર વેદનાનું અતરંગ કારણ તીવ્ર અસાતવેદનીય કર્મને ઉદય અને બહિરંગ કારણુ અનાદિ પારિણમિક શીત અને ઉષ્ણુતા વગેરે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy