SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪. તત્વાર્થસૂત્રને અપ્રીતિ રાખવાથી તથા જ્ઞાનાત્યાશાતનાથી-મૃતાદિ જ્ઞાનની અથવા કૃતાદિજ્ઞાનશાળી પુરૂષોની અવહેલના કરવાથી તથા “ જાવવાવાળ” જ્ઞાન અને અજ્ઞાની માણસને નિષ્ફળ બતાવતી ચેષ્ટા કરતા રહેવાથી, આ છે કાણેથી જ્ઞાનાવરણકર્મ બંધાય છે. એવી જ રીતે દર્શનના દર્શનવાળાના તથા દર્શનના સાધનોની પણ પ્રત્યેનીકતા વગેરે છે, નવ પ્રકારના દર્શનાવરણ કર્મબંધનના કારણ હોય છે. એ જાણું શકાય છે. કારણ કે કારણભૂત અધ્યવસાય વિશેષ અર્થાત્ આત્માનું પરિણામ વિશેષ જે પ્રત્યાનીતા વગેરે છે. એનાથી નવ પ્રકારના દર્શનાવરણ કર્ય બંધાય છે. અહીં ચક્ષુદર્શનાવરણ (૧) અચક્ષુદર્શનાવરણ (૨) અવધિદર્શનાવરણ (૩) કેવળદેશનાવરણ (૪) આ ચાર આવરણ તથા નિદ્રા (૧) નિદ્રાનિદ્રા (૨) પ્રચલા (૩) પ્રચલા-પ્રચલા (૪) અને ત્યાન િ(૫) એ પાંચ પણ ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શનના વિઘાતક હોવાથી દર્શન નાવરણ પદથી કહેવામાં આવે છે. આ રીતે દશનાવરણ કર્મ નવ પ્રકારના કહેવાય છે. અત્રે જ્ઞાનાવરણ કર્મ જ્ઞાન સંબંધી પ્રત્યનીતા આદિ છ કારણેથી બધાય છે અને તે તે જ્ઞાનના આવરણ રૂપ પાંચ પ્રકારથી ભેગવાય છે. આવી જ રીતે દર્શનાવરણ કર્મ દર્શન સંબંધી પ્રત્યનીતા વગેરે છ કારણોથી બંધાય છે અને ચક્ષુર્દશાવરણ વગેરે ચાર અને નિદ્રા વગેરે પાંચ એવા નવ પ્રકારથી ભગવાય છે. ભગવતીસૂત્રના ૮ માં શતકના ૯માં ઉદ્દેશકમાં કહ્યું છે–ભગવન ! ક્યા કર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે ? ગૌતમ ! જ્ઞાન પ્રત્યુનીકતા (દુશ્મનાવટ- વિધ)થી જ્ઞાનને અપલાપ કરવાથી જ્ઞાનસંપાદનમાં અન્તરામાં નાખવાથી, જ્ઞાન સંબંધી પ્રદ્વેષથી જ્ઞાનની અશાતના કરવાથી અને શાન સંબંધી વિસંવાદના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેજ કારણથી દર્શનાવરણ કર્મ પણ બંધાય છે. તફાવત એટલે જ છે કે જ્ઞાન સંબંધી પ્રત્યીકતા વગેરેથી જ્ઞાનાવરણ અને દર્શન સંબંધી પ્રત્યેનીકતાથી દર્શનાવરણ કર્મ બંધાય છે. ૩ 'असायावेयणिज्ज परदुक्खणयाइहि' સૂત્રાથ–પરપીડન વગેરેથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. તત્વાર્થદીપિકા- પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મબન્ધના કારણે વર્ણવવામાં આવ્યા હવે પાપ તત્ત્વના પ્રસંગથી અશાતા વેદનીય કમબંધનના કારણે રજુ કરીએ છીએ. “સાયવેનિન્જર વગેરે. અશાતા વેદનીય કર્મ પરદુઃખનતો આદિ બાર કારણોથી બંધાય છે, તેનાથી જીવને શારીરિક અને માનસિક અશાતા ઉપજે છે. આદિ શબ્દ વડે સંગૃહીત બાર કારણે આ રહ્યાં– (૧) પરદુઃખનતા--બીજાને અશાતા પહોંચાડવી. (૨) પરશેચનતા–બીજાને શેક પહોંચાડે. ૩) પરજૂરણુતા –બીજાને શરીશેષણ જનક શેક. પહોંચાડે (૪) પરપનતા–બીજાને અશ્રપાત થાય એવો શેક પહોંચાડે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy