SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ર તત્વાર્થસૂત્રને અથવા જ્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ જાય છે તેઓ સર્વાર્થસિદ્ધ આનો અર્થ એ થયો કે ત્યાં (સર્વાર્થસિદ્ધ વિમાન)ના દેવ એક મનુષ્યભવ કરીને મેક્ષ પ્રાપ્ત કરી લે છે અને સિદ્ધ થઈ જાય છે વિજય આદિ ચાર વિમાનના કઈ-કઈ દેવ બે મનુષ્યભવ કરીને પણ સિદ્ધ થાય છે જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ નિયમથી એક જ ભવ ધારણ કરીને-સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ સર્વાર્થસિદ્ધ વિમાનની અન્ય ચાર વિમાનેથી વિશેષતા છે. | વિજય આદિ દેના નામને બીજા પ્રકારથી પણ અર્થ કરી શકાય છે. જેઓએ કર્મોને લગભગ જીતી લીધા છે તે વિજય આદિ દેવ કહી શકાય છે તેમના કર્મ ઘણા હળવાં થઈ જાય છે એ કારણે સિદ્ધિ-મુક્તિની નિરવદ્ય સુખમય વિભૂતિ તેમની સમીપ આવી જાય છે આથી તેઓ પરમકલ્યાણને પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભૂખ તરસ વગેરે બાવીસ પરિષહેથી પોતાના પૂર્વ મુનિજીવનમાં પરાજિત ન થઈને, મૃત્યુના અનન્તર પણ તેએ અપરાજિત દેના રૂપમાં ઉત્પન્ન થાય છે. અથવા હમેશાં તૃપ્ત રહેતા હોવાના કારણે તે દેવ ભૂખ વગેરેથી પરાજિત થતાં નથી એ કારણે તેમને અપરાજિત કહ્યા છે. આવી જ રીતે સંસાર સંબંધી સમસ્ત કર્તવ્યોને પરિપૂર્ણ કરવાના કારણે તેમને સર્વાર્થસિદ્ધ કહેવામાં આવે છે. અથવા સમસ્ત કર્મોનો ક્ષય સ્વરૂપ મેક્ષા રૂપ ઉત્તમ અર્થ લગભગ સિદ્ધ થઈ ચૂક્યો હોય તેઓ સવાર્થસિદ્ધ કહેવાય છે કારણ કે હવે પછીના બીજા જ ભવમાં તેમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે. આ પ્રકારની વ્યુત્પત્તિઓ અનુસાર જો કે વિજ્ય આદિ ચાર અનુત્તર વિમાનના દેવ પણ સર્વાર્થસિદ્ધ કહી શકાય છે, પરંતુ “” પદની જેમ સર્વાર્થસિદ્ધ પદ પણ સર્વાર્થસિદ્ધ નામક વિમાનના નિવાસી દેને માટે રૂઢ છે. તાત્પર્ય એ છે કે “ગૌ” શબ્દનો અર્થ થાય છે–ગમન કરવાવાળે આ વ્યુત્પત્તિ અનુસાર જે કઈ ગમન કરે છે તે મનુષ્ય, અશ્વ આદિ બધાંને ” કહી શકાય છે. પરંતુ “ગૌ” શબ્દ ગાય નામના પશુના અર્થમાં રૂઢ થઈ ગયે છે આથી બધાં ચાલતા-ફરતાને વાચક માનવામાં આવતું નથી એવી જ રીતે સર્વાર્થસિદ્ધ પદથી જો કે વિજય આદિ દેને પણ કહી શકાય છે પરંતુ કહેવામાં આવતો નથી કારણ કે તે પાંચમાં અનુત્તર વિમાનના દેશ માટે રૂઢ છે. પ્રજ્ઞાપનાસૂત્રનાં છઠાં પદમાં, અનુગદ્વારમાં અને ઔપપાતિકસૂત્રના સિદ્ધાધિકારમાં કહ્યું છે— અધસ્તન ગ્રેવેયક, મધ્યમ રૈવેયક, ઉપરિતન રૈવેયક, વિજય, વૈજયન્ત, યન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવ. ર૧ “મવાર વાળમંત જ ઈત્યાદિ / રૂ. ૨૨ In સન્નાથભવનપતિ અને વાનવ્યન્તર દેવેમાં પ્રારંભની ચાર લેશ્યાઓ, તિષ્કમાં તેઓલેશ્યા અને વૈમાનિકમાં અન્તની ત્રણ લેશ્યાઓ હોય છે મારા તરવાર્થદીપિકા–આની પહેલાં ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ બતાવીએ છીએ કે તે દેવામાં કેટલી અને કયી કયી વેશ્યાઓ હોય છે—
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy