SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવન પતિદેવના દસ ભેદનું કથન સૂ. ૧૭ ૨૪૩ અસુરકુમાર અસુરકુમારાવાસમાં નિવાસ કરે છે. તેમના આ વાસ વિશાળ મંડળવાળા અને વિવિધ પ્રકારના રત્નના તેજથી ચમકીલા હોય છે. પ્રાયઃ અસુરકુમાર આવા આ વાસમાં રહે છે અને કદાચિત ભવનમાં પણ નિવાસ કરે છે. નાગકુમાર આદિ કાયા ભવનમાં જ રહે છે અને જુદા જુદા વાસમાં રહે છે. આ ભવને બહાર ગળાકાર અને અંદર ચોરસ હોય છે. હેઠળથી કમળની પાંદડી જેવા હોય છે આ આવાસ અને ભવન ક્યાં હોય છે એવી જિજ્ઞાસાં થવા પર કહીએ છીએ– એક હજાર જન અવગાહવાળા મહામન્દર:પર્વતથી દક્ષિણ દિશામાં મધ્યે ઘણી બધી ક્રોડાકોડી લાખ યજમાં આવાસ હોય છે. ભવન દક્ષિણાધના અધિપતિ ચમરઈન્દ્ર આદિના તથા ઉત્તરાર્ધના અધિપતિ બલિ વગેરે અસુરેને લાયક હોય છે. હકીક્તમાં તે એક લાખ એંશી હજાર જન મેટી રત્નપ્રભા પૃથ્વીના એક-એક હજાર ઉપરના તથા નીચેના ભાગને છોડી દઈને એકલાખ ઈઠ્યોતેર હજાર યોજનામાં ફૂલની માફક પથરાયેલાં આવાસ હોય છે. ભવન સમતલ ભૂમિભાગથી ચાલીશ હજાર યોજન નીચે ગયા પાછી શરૂ થાય છે. - આ અસુરકુમાર આદિના નામકર્મના નિયમ અનુસાર અને ભવનના કારણથી પિતપતાની જાતિમાં નિયતવિક્રિયા થાય છે. અંગે પાંગ નામકર્મના ઉદયથી, અને નિર્માણ નામકર્મના ઉદયથી, પ્રત્યેક જાતિમાં અલગ અલગ વિક્રિયાઓ થાય છે. અસુરકુમાર ગંભીર આશયવાળા, હુષ્ટપુષ્ટ શરીરવાળા, શ્રીમન્ત, સુન્દર સમસ્ત અપાંગવાળા, પીળા રંગવાળા, સ્થૂળ શરીરવાળા, રત્નજડિત મુગુટથી શેભાયમાન અને રાખડીના ચિહનથી યુક્ત હોય છે. અસુરકુમારોને આ બધાં નામકર્મના ઉદયથી સાંપડે છે. નાગકુમારના માથા અને મેઢાં અધિક સુન્દર હોય છે. તેઓ પાÇવણી કમળ તથા લલિત ગતિવાળા અને માથા ઉપર સપના ચિહનથી યુક્ત હોય છે. સવણ કુમારની ડોક અને વક્ષસ્થળ વધારે સુન્દર હોય છે. સોનેરી રંગવાળા સુન્દર હોય છે તેમના મુગટ પર ગરૂડનું ચિહ્ન હોય છે. વિકુમાર સ્નિગ્ધ (ચિકણા) દેદીપ્યમાન રક્તવર્ણવાળા, સુન્દર અને વજાના ચિહુનયુકત હોય છે. અગ્નિકુમાર માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત ભાસ્વર, સુન્દર, રકતવર્ણ અને પૂર્ણ કલશના ચિનથી યુક્ત હોય છે. દ્વીપકુમાર વક્ષ, ખભે, હાથ અને ભુજાના અગ્ર ભાગમાં અધિક સુન્દર હોય છે, રક્ત વર્ણ, સલૌના હોય છે અને સિંહના ચિનથી યુક્ત હોય છે. - ઉદૂધિકુમારેની જાંઘ અને કમરને ભાગ ઘણો સુન્દર હોય છે. પાન્ડવણ હોય છે. ઘેડ તેમનું ચિહ્ન છે. દિશાકુમારોની જા તથા પગને અગ્રભાગ અધિક સુન્દર હોય છે. તેઓ સોનેરી વર્ણવાળા અને હાથીના ચિહ્નવાળા હોય છે. વાયુકુમાર સ્થિર, શૂળ અને ગોળ ગાત્રવાળા, આગળ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy