SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ લવાર્થસૂત્રને પકડી શકે છે. દેવેની ગતિ એટલી તીવ્ર હોય છે. આવી ઝડપી ગતિથી એક દેવ પૂર્ણ દિશા ભણી ચાલ્યો અને એ જ રીતે છએ દે છએ દિશા તરફ રવાના થયા. તે કાળ અને તે સમયમાં એક હજાર વર્ષની આયુષ્યવાળો એક બાળક જન્મે. તેને માતા-પિતા મૃત્યુ પામ્યા તે પણ તે ઉત્કૃષ્ટ ગતિથી જતા થકા તેઓ દેવલોકના સીમાડા સુધી પહોંચી શક્યા નહીં ત્યારબાદ તે બાળકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું ત્યાસુધી દેવ તે જ તીવ્ર ગતિથી ચાલતા જ ગયા પરંતુ તેઓ લેકના છેડા સુધી પહોંચી શક્યા નહીં. ત્યારપછી સમય વીતવાની સાથે તે બાળકના નામ-ગોત્ર પણ ભુંસાઈ ગયા ત્યાંસુધી સતત ચાલવા છતાં પણ તે દેવ, લેકને અન્ત પામી ન શક્યા. પ્રશ્ન–ભગવંતતે દેવેએ જે અંતર કાપ્યું તે અધિક છે કે જે અંતર હજુ કાપવાનું બાકી રહ્યું તે વધારે છે ? - ઉત્તર–હે ગૌતમ ! કાપેલું અંતર વધુ છે, નહીં કાપેલું (બાકી રહેલું) અંતર વધુ નથી. કાપેલા અંતરથી ન કાપેલું અંતર અસંખ્યાતમે ભાગ છે. ન કાપેલા અંતરથી કાપેલું અંતર અસંખ્યાતગણું છે. હે ગૌતમ ! લેક એટલે બધે વિશાળ છે, અર્થાત આનાથી કલ્પના કરી શકાય કે લેક કેટલે મહાન છે. આવું જ પ્રજ્ઞાપના સૂત્રનાં બીજા પદમાં દેવોના વિમાનની વિશાળતા પ્રદર્શિત કરવા માટે કહ્યું છે— પ્રશ્ન–ભગવદ્ ! વિમાન કેટલા મેટા કહેવાય છે? ઉત્તર–હે ગૌતમ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપ સર્વ દ્વીપ તથા સમુદ્રની વચ્ચે છે અને સૌથી નાને (એક લાખ જન વિસ્તારવાળો) છે. કેઈ મહાન રિદ્ધિના ધારક અથત મહાન પ્રભાવવાળા દેવ “આ ચે” એ પ્રમાણે કહીને ફક્ત ત્રણ તાળીઓમાં અર્થાત ત્રણવાર તાળી વગાડવામાં જેટલો સમય લાગે છે એટલા સ્વલ્પકાળમાં કવીસ વાર સંપૂર્ણ જમ્બુદ્વીપની પ્રદક્ષિણા કરીને એકદમ પાછા આવી ગયા, આવા અતિશય વેગવાન ઝડપવાળા હોય તે દેવ પિતાની તે જ ઉત્કૃષ્ટ, ત્વરાયુક્ત, પ્રચંડ, ચપળ, શીઘ, ઉદ્ધત, વેગયુક્ત (અથવા યાતનામય) અને દિવ્યગતિથી, એક દિવસ, બે દિવસ, ત્રણ ચાર અને વધારેમાં વધારે છ માસ સુધી વણથંભે ચાલતા રહે તે કઈ એકાદ વિમાનને પાર કરી લે અને કેઈ વિમાનને છ માસમાં પણ પાર ન કરી શકે. હે ગૌતમ ! દેવવિમાન એટલા વિશાળ હોય છે ! તાત્પર્ય એ છે કે જે દેવ ત્રણ તાળીના સમયમાં એકવીસ વખત સમગ્ર જમ્બુદ્વીપને ફેરે કરી શકે છે તે જ દેવ છે માસ સુધી નિરન્તર ચાલીને પણ કઈ-કઈ વિમાન સુધી પહોંચી શક્તા નથી આના ઉપરથી જ દેવવિમાનની વિશાળતાની કલ્પના થઈ શકે છે. - આ તે દેવની મધ્યમ ગતિઓ છે. બીજાં દેવેની ગતિ તેથી પણ વધારે હોય છે. આમ દેવગતિએ પુણ્ય નામકર્મના ઉદયથી જન્મે છે. દેવ વિશિષ્ટ કીડા, ગતિ અને ઘુતિ સ્વભાવ વાળા વિશિષ્ટ-વિશિષ્ટ સ્થાનમાં રહેવાવાળા તથા સુખની વિપુલતાવાળા હોય છે. આ દેવ ચાર પ્રકારના છે—ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ઉક્ત ચાર પ્રકારના દેવમાંથી ભવનપતિ અધોલકમાં નિવાસ કરે છે, વનવ્યંતર અને તિષ્ક મળેલકમાં (તી છી લોકમાં) રહે છે અને વૈમાનિક ઉર્વલોકમાં નિવાસ કરે છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy