SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ તત્વાર્થસૂત્રને પ્રકારની ભાવના નિરન્તર ધારણ કરવાથી વાસ્તવિક મૈત્રીભાવની પ્રાપ્તિ થાય છે. જેઓએ મારા ઉપર ઉપકાર કર્યો છે તેઓ પણ મારા મિત્ર છે તેમના તરફ પણ મારા મનમાં ક્ષમાભાવ છે. બધાં પ્રાણિઓ સાથે મારી મૈત્રી છે. કેઈની પણ સાથે મારે વેર અથવા વિરોધ નથી. વૈરાનુબન્ધ ઘણે જ વિષમ છે. તેનાથી અનેક પ્રકારના અનર્થોની સેંકડો શાખાઓ ફૂટી નિકળે છે. ઈર્ષ્યા––અદેખાઈ વગેરેની ઉત્પત્તિ થાય છે. વારંવાર કાપવા છતાં પણ તેની જડ. વળી પાછી લીલી છમ થઈ જાય છે. બીજાંકુરની માફક તેની પરંપરા ચાલતી રહે છે આથી તેને જડમૂળ સાથે ઉખેડવા માટે તીવ્ર પ્રજ્ઞા અને વિવેકરૂપી તલવારની ધારને ઉપયોગ કરે જોઈએ મૈત્રીભાવનાથી જ વિરોધને સમૂળગેનાશ થઈ શકે છે. જે જીવ સમ્યક્ત્વ વગેરે ગુણેમાં પિતાનાથી વધારે ચઢિયાતે છે, વિશિષ્ટ વ્રતી છે તેમના પર પ્રમોદ અર્થાત્ હર્ષની અધિકતાની ભાવના રાખવી જોઈએ. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર અથવા તપની અપેક્ષાથી જે પિતાનાથી વિશેષ છે તેમને વંદન કરવું; તેમના ગુણ ગાવા, તેમની પ્રશંસા કરવી, વૈયાવૃત્ય વગેરે કરવી; સન્માન કરવું અને સમસ્ત ઈન્દ્રિયોથી આનંદના અતિરેકને પ્રકટ કરે પ્રદ કહેવાય છે. - આમાંથી તત્વાર્થની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ વિષયક બેધ જ્ઞાન કહેવાઈ છે. મૂળગુણોને તથા ઉત્તરગુણેને ચારિત્ર કહે છે. બાહ્ય અને આભ્ય. તરના ભેદથી તપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-- આ સમ્યક્ત્વ આદિ શ્રાવકોની અપેક્ષા શ્રમણમાં વિશિષ્ટ રૂપથી જોવામાં આવે છે આથી તેમને જોઈને વંદન વગેરે કરવું, તેમના ગુણેનું ઉત્કીર્તન કરવું, એકાગ્ર થઈને તેમના પ્રવચને સાંભળવા, આંખનું નાચી ઉઠવું, હર્ષથી રોમાંચ ઉત્પન્ન થઈ જ વગેરે ચિહ્નોથી પ્રકટ થનાર હર્ષ પ્રદ કહેવાય છે. તેની ભાવના કરવી જોઈએ. આવી જ રીતે જે લેશના પાત્ર બનેલાં છે, ગરીબ છે, અનાથ છે, બાળક અથવા સ્થવિર છે તેમના ઉપર કરુણાભાવ ધારણ કરવો જોઈએ. કરુણાને અર્થ છે અનકમ્પા. દીન-દુઃખીઓ પર અનુગ્રહ અર્થાત્ દયાની દષ્ટિ રાખવી જોઈએ. જે પ્રાણીઓ માનસિક અથવા શારીરિક બાધાઓથી પીડિત છે તેમને દીન કહે છે. જેઓ દયાને પાત્ર છે, મિથ્યાદર્શન અને અનન્તાનુબન્ધી આદિ ત્રણ મહિથી પીડિત છે, કુબુદ્ધિ, કુશ્રુત અને વિસંગ જ્ઞાનથી યુક્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહરથી રહિત છે, અનેક વ્યાધિઓથી ગ્રસ્ત છે, દીન, દરિદ્ર, અનાથ, બાળ-વૃદ્ધ છે તેમના પ્રતિ અવિચ્છિન્ન કરુણભાવના ધારણ કરવી જોઈએ. કરુણાભાવને ધારણ કરીને તેમને મોક્ષને ઉપદેશ આપવો જોઈએ તથા દેશ અને કાળ અનુસાર કપડાં, અનાજ પાણી, આશ્રય ઔષધ વગેરે આપીને તેમને અનુગ્રહ કર જોઈએ. જેઓ અવિનીત છે તુરચા છે એવા લેકે તરફ ઉદાસીનતાને ભાવ રાખવો જોઈએ જેમને શિક્ષણ આપી શકાતું હોય, જેઓ તેને પાત્ર હોય, તેઓ વિનીત કહેવાય છે. જેઓ શિક્ષણને પણ લાયક ન હોય તેઓ અવિનીત છે. તેઓ ચેતન હોવા છતાં પણ લાકડા અથવા
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy