SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ તીર્થંકર નામક શુભનામકર્મ બાંધવાના કારણે સૂ. ૮ ૨૩૯ જીને દીક્ષા આપવી, સંસારરૂપી કુવામાં પડતા અને સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓ માટે આશ્વાસનરૂપ જિનશાસનનો મહિમા વધાર, સમસ્ત જગતને જિનશાસનના ચાહક બનાવવા મિથ્યાત્વ-અંધકારને નાશ કરે અને મૂળોત્તર ગુણોને ધારણ કરવા. સર્વ જી માટે સાધારણ આ વીસ સ્થાન તીર્થકર નામકર્મ બંધાવવાના કારણ છે અર્થાત આ વીસ કારણથી જીવ તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે. વ્યસ્ત એક અને સમસ્ત બંને રૂપથી આને કારણે સમજવા જોઈએ અર્થાત્ એમાંથી એક કારણ વડે પણ તીર્થકર નામકર્મ બાંધી શકાય છે અને અનેક કારણે વડે પણ. પરંતુ સ્મરણમાં રાખવું જોઈએ કે ઉત્કૃષ્ટતમ રસાયણ આવવાથી જ આ મહાન સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ બાંધી શકાય છે. અહીં સ્થાનને અર્થ વાસના છે આથી પૂર્વોકત અર્વાત્સલ્ય આદી વીસ સ્થાનને અર્થ વીસ કારણે સમજવા જોઈએ ૮ તત્વાર્થનિર્યુકિત–જે કે સામાન્ય રૂપથી અવિસંવાદન કાય, વચન અને મનની ઋજુતાને સાડત્રીશ પ્રકારના શુભ નામ કમ પછીના કારણો બતાવવામાં આવ્યાં છે, આ પ્રકારમાં તીર્થંકર પ્રકૃતિને પણ સમાવેશ થઈ જાય છે પરંતુ તીર્થકર એક વિશિષ્ટ પ્રકૃતિ છે તે અનન્ત અને અનુપમ પ્રભાવવાળી, અચિન્ય આત્મિક અને બાહ્ય વિભૂતિનું કારણ અને ત્રણે લેકમાં સર્વોત્કૃષ્ટ છે; આથી તેમના કારણે પણ વિશિષ્ટ છે આથી જ તેમના વિશિષ્ટ કારણોને પૃથફ રૂપથી નિર્દેશ કરવામાં આવ્યા છે– - વાસ સ્થાનેની ઉત્કૃષ્ટ આરાધનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં કહ્યું છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) વૃદ્ધ (૬) બહુશ્રત અને (૭) તપસ્વી પર વત્સલતા રાખી (૮) તેમના જ્ઞાન-પ્રવચનમાં ઉપયોગ રાખો (૯) સમ્યકત્વ (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨) નિરતિચાર શીલ અને વ્રતનું પાલન (૧૩) ક્ષણ લવ (૧૪) તપ (૧૫) ભાગ (૧૬) વૈયાવૃત્ય (૧૭) સમાધિ (૧૮) અપૂર્વજ્ઞાનગ્રહણ (૧૯) શ્રતભક્તિ (૨૦) પ્રવચન-પ્રભાવના આ વીસ કારણેથી જીવ તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે. જ્ઞાતાસૂત્રની આ ત્રણ ગાથાઓમાં વાસ સ્થાનેનું નિદર્શન કરવામાં આવ્યું છે આ મુજબ (૧-૭) અહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રત અને તપસ્વી વાત્સલ્ય હેવાથી તથા એની ભક્તિ અર્થાત યથાવસ્થિત ગુણોનું કીર્તન કરવાથી (૮) જ્ઞાનેપગ-આના જ્ઞાન-પ્રવચનમાં નિરન્તર ઉપગ ચાલુ રાખ (૯) દર્શન અર્થાત્ અત્યન્ત ઉત્કૃષ્ટ દર્શનવિશુદ્ધિનિરતિચાર સમ્યક્ત્વની નિર્મળતાથી-ક્ષાપશમિક, ક્ષાયિક અથવા ઔપશમિક સમ્યકદર્શનની યથાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોવાથી, (૧૦) વિનયસમ્પન્નતાથી-જેના વડે આઠ પ્રકારના કર્મ દૂર કરવામાં આવે તે વિનય છે. તેના ચાર ભેદ છે– (૧) જ્ઞાન વિનય (૨) દર્શનવિનય (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાન હોવું જ્ઞાનવિનય છે; નિઃશંક અને નિરાકાંક્ષ વગેરે ભેદવાળું દર્શનવિનય છે, આગળ ઉપર કહેવામાં આવનારી સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળો ચારિત્રવિનય છે, ઉઠીને ઉભા થઈ જવું, આસન આપવું, હાથ જોડવા વગેરે ઉપચાર વિનય છે આ પ્રકારના વિનય રૂ૫ પરિણામવાળો આત્મા વિનયસમ્પન્ન કહેવાય છે. આ વિનયસમ્પન્નતા પણ તીર્થંકર નામ કમ બાંધવાનું કારણ છે–
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy