SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ મનુષ્પાયુરૂપ પુણ્યકર્મ બંધના કારણનું નિરૂપણ સૂ. ૫ ૫ અલ્પારંભ એ છે જેમાં સ્થૂળ પ્રાણાતિપાતાદિજનક વ્યાપારને ત્યાગ કરે. પરિગ્રહને અર્થ છે મોહ અથવા લેભ. તેમાં અલ્પતા અર્થાત આન્તરિક રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) ધન, ધાન્ય, સુવર્ણ આદિ પદાર્થોમાં રહેલ મમત્વને ત્યાગ કર. આદિ શબ્દથી સ્વભાવ માર્દવ અને આજીવનું ગ્રહણ કરવામાં આવ્યું છે. સ્વભાવથી અર્થાત પ્રકૃતિથી જ મૃદુતા હોવી અર્થાત જાતિ, કુળ બળ રૂ૫, લાભ, તપ, શ્રુત તથા ઐશ્વર્યના (જાહોજલાલીના) વિષયમાં અભિમાન ન હોય તે સ્વભાવમાવ કહેવાય છે (૩) પ્રકૃતિભદ્રતા, (૪) પ્રકૃતિ વિનીતતા (૫) અમત્સરતા (૬) દયાળુતા (૭) વગેરે પણ આના જ અન્તર્ગત છે. એવી જ રીતે સ્વભાવથી ઋજુતા, સરળતા હોવી અથવા મન, વચન, કાયાની કુટિલતાને ત્યાગ કરવા આજવ કહેવાય છે. પૂર્વોક્ત કથનને ફલિતાર્થ આ પ્રમાણે છે–અલ્પ આરંભ કરવાથી અર્થાત ઓછામાં ઓછી હિસાજનક પ્રવૃત્તિ કરવાથી શબ્દ વગેરે વિષમાં રાગની અલ્પતા હેવાથી, ઈચ્છાની ન્યૂનતાથી, સ્વાભાવિક ભદ્રતાથી સ્વાભાવિક સરળતાથી, સુખ પ્રજ્ઞાપનીયતાથી રેતીમાં દોરેલી લીટીની જેમ અલ્પ ક્રોધ હોવાથી, સ્વાગત કરવા વગેરેની અભિલાષાથી, સ્વભાવની મધુરતા હોવાથી, ઉદાસીને ભાવની સાથે લેયાત્રાને નિર્વાહ કરવાથી, ગુરુ તથા દેવને વંદન કરવાથી, અતિથિસંવિભાગશીલ હોવાથી, ધર્મધ્યાનમાં ઉજમાળ હેવાથી, અને મધ્યમ પ્રકારના પરિણામેને ધારણ કરવામાં મનુષ્યાયુકર્મ બંધાય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે– “અહ૫ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક તથા ધર્માનુસારી જીવ મનુષ્યાય કર્મ બાંધે છે” - સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણેથી જીવ મનુષ્યામુ કર્મનું ઉપાર્જન કરે છે તે ચાર કારણે આ પ્રકારે છે (૧) પ્રકૃતિથી ભદ્ર હોવું (૨) પ્રકૃતિથી વિનીત હેવું (૩) દયાળુ દેવું અને (૪) અમત્સરી . આ જ હકીક્ત ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનની ૨૦મી ગાથામાં કહેલી છે જે મનુષ્ય વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા સુત્રતાને ધારણ કરે છે, તેઓ મનુષ્યનિ મેળવે છે બધાં પ્રાણુઓને પિત–પિતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પાં 'सरागर्सजमाइपहिं देवाउए' સૂવાથ–સરાગ સંયમ આદિ કારણથી દેવાયું કર્મ બંધાય છે. દા. તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં મનુષ્યાયું કર્મ બંધાવાના કારણોનું વિવરણ કર્યું હવે દેવાયુ રૂપ પુણ્યકર્મ બંધાવાના કારણેની પ્રરૂપણ કરીએ છીએ સરાગસંયમ આદિ દેવાયુ કર્મ બાંધવાના કારણ છે. સરાગસંયમ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત રૂપ સંયમ જ્યારે સંજ્વલન કષાયથી જોડાયેલા હોય છે ત્યારે તે સરામસંયમ કહેવાય છે. આદિ શબ્દથી અણુવ્રત રૂ૫ દેશવિરતિ અગર સંયમસંયમ સમજવા જોઈએ તો પરાવલંબીત થઈને અથવા બીજાના અનુરોધથી અકુશળ કૃત્યથી નિવૃત્ત થવા રૂપ અકામનિર્જરા અને બાળતા આ ચાર કારણે દેવાયુ કર્મ બંધાય છે. માદા
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy