SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨. તત્વાર્થસૂત્રને (૪)ગ્ય પાત્રને લયન અર્થાત ઘર (આશ્રય ) આપવાથી પણ તીર્થકર નામ આદિ શુભ કમ પ્રકૃતિઓ બંધાય છે તે લયનપુણ્ય કહેવાય છે. (૫) આવી જ રીતે શ્રમણ આદિ યોગ્ય પાત્રને શય્યા-સંથારે દાન કરવાથી પણ તીર્થંકર પ્રકૃતિ વગેરે બંધાય છે આથી તે શયનપુણ્ય છે. (૬) આ જ પ્રમાણે ગુણીજનોને જોઈને મનથી સંતેષ પામ-મનમાં પ્રમોદભાવ જાગૃત થવાથી વચન દ્વારા તેમની પ્રશંસા કરવાથી અને કાર્ય દ્વારા વંદના વગેરે કરીને, ભક્તિ કરવાથી અને મુનિજનેને નમસ્કાર કરવાથી પણ શુભ નામાદિ કર્મપ્રકૃતિઓ બંધાય છે તે અનુક્રમે મન પુણ્ય, વચનપુણ્ય, કાયપુણ્ય અને નમસ્કાર પુણ્ય કહેવાય છે. કહ્યું પણ છે – અનાજ, પાણું, રહેઠાણ, પથારી, વસ્ત્ર, મન, વચન કાયાના શુભ યોગથી વંદણું અને સંતોષ વગેરે નવ પ્રકારના પુણ્ય છે. ૧ આનાથી એવું પ્રતિપાદિત થયું કે તીર્થકર, મુનિજન વગેરે યોગ્ય પાત્રની શુશ્રષા, વૈયાવચ, આરાધના, ભાવવંદ અને સેવાભક્તિ વગેરે કરવાથી શુભ કર્મ બંધાવાથી પુણ્ય થાય છે. પરા “તો વાવાસ્ક્રીમે મૂળવાર્થ–પુણ્યને ભેગ બેંતાળીશ પ્રકારે થાય છે. મારા તવાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં અન્નપુણ્ય વગેરે નવ પ્રકારના પુણ્યનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે પુણ્યના બેંતાળીશ પ્રકારના ભોગ બતાવવા માટે કહીએ છીએ—પૂર્વોપાર્જિત શભ કર્મરૂપ પુણ્યને સુખાનુભવ રૂ૫ ભોગ બેંતાળીશ પ્રકારથી થાય છે. તે આ પ્રમાણે– (૧) સાતવેદનીય (૨) તિર્યંચાયુ (૩) મનુષ્પાયુ (૪) દેવાયુ (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિય જાતિ (૮-૧૨) ઔદારિક આદિ પાંચ શરીર (૧૩) સમચતુરસ સંસ્થાન (૧૪) વજ ઋષભનારાચસંહનન (૧૫-૧૮) દારિક, વૈક્રિય, આહારકના અંગોપાંગ (૧૮) પ્રશસ્તવમાં (૧૯) પ્રશસ્તગંધ (૨૦) પ્રશસ્તરસ (૨૧) પ્રશસ્ત સ્પર્શ (૨૨) મનુષ્યાનુપૂવી (૨૩) દેવાનું પૂવી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉછુવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨) પ્રશસ્ત વિહાગતિ (૩) ત્રસ (૩૧) બાદર (૩૨) પર્યાપ્ત (૩૩) પ્રત્યેક શરીર (૩૪) સ્થિર (૩૫) શણ (૩૬) સુભગ (૩૭) સુસ્વર (૩૮) આદેય (૩૯) યશકીતિ (૪૦) નિર્માણ (૪૧) તીર્થકર શેત્ર અને (૪૨) ઉચ્ચત્ર. આ બેંતાળીશ પ્રકારના પુણ્યના સુખરૂપ ભેગ હેય છે એમ સમજવું જોઈએ. તત્વાર્થનિર્યુકિત-પહેલા દર્શાવવામાં આવ્યું છે કે પુણ્ય નવ પ્રકારના હોય છે. હવે એ બતાવીએ છીએ કે પુણ્ય બેંતાળીશ પ્રકારથી ભગવાય છે અર્થાત પુણ્યના ફળસ્વરૂપ બેંતાલીશ ભાવની પ્રાપ્તિ થાય છે શુભ કર્મ રૂપ પુણ્યના સુખાનુભાવ રૂ૫ ફળ બેંતાળીશ પ્રકારે પ્રાપ્ત થાય છે. તે બેંતાળીશ પ્રકાર આ રીતે છે–(૧) સાતવેદનીય (૨) ઉચ્ચગોત્ર (૩) મનુષ્યાય (૩) તિર્યંચાય (પ) દેવાયુ (૬) મનુષ્યગતિ (૭) દેવગતિ (૮) પંચેન્દ્રિયજાતિ (૯) દારિક શરીર (૧૦) વૈક્રિયશરીર (૧૧) આહારકશરીર (૧૨) તૈજસ શરીર (૧૩) કામણશરીર (૧૪) દારિક અંગોપાંગ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy