SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ તત્વાર્થસૂત્રને તેમને પિતા-પિતાના નામ મુજબ જ થાય છે સમવાયાંગસૂત્રમાં વિપાકકૃતના વર્ણનમાં કહ્યું છે“અનુભાગ-ફળ-વિપાક બધાં કમેને હોય છે.” પ્રજ્ઞાપના સૂત્રના પદ ૨૩ માં તથા ઉત્તરાધ્યયન અધ્યયન ૩૩ માં પણ આવું જ કહેવાયું છે. શંકા--જે કર્મોનું ફળ ઉપર કહ્યા મુજબનું હોય છે તે ફળ પ્રદાન કર્યા બાદ તે કર્મ આભૂષણની જેમ રહે છે અથવા નિસાર થઈને ચુત થઈ જાય છે. ખરી પડે છે ? સમાધાન-બાંધેલા કર્મ જ્યારે ભગવી લેવામાં આવે છે તે આત્માને પીડા અગર કૃપા પ્રદાન કરીને, ખાધેલા ભેજન ફગેરેના વિકારની માફક નીકળી જાય છે, કારણ કે તે સમયે તેને રોકવા માટે કઈ કારણ રહેતું નથી. આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોના વિપાક પછી તેની નિર્જરા થઈ જાય અર્થાત તે આત્મપ્રદેશોથી જુદો થઈ જાય છે. કર્મની નિર્જરા બે પ્રકારની છે–વિપાકજન્ય અને અવિપાકજન્ય. અહીં વિપાકનો અર્થ છે ઉદય અને અવિપાકનો અર્થ છે ઉદીરણ. આ ચતુર્ગતિરૂપ અને અનેક પ્રકારના જન્મવાળા સંસારસમુદ્રમાં ડૂબતા જીવના શુભ અશુભ કર્મ જ્યારે વિપાકકાળના સમયે સ્વયં ઉદયમાં આવે છે ત્યારે તેમના ફળ ભેગવી લીધા બાદ તેમની સ્થિતિને ક્ષય થઈ જાય છે. સ્થિતિક્ષય થઈ જવા પર તેઓ નિવૃત્ત થઈ જાય છે. આ વિપાકજન્ય નિર્ભર છે. જે કર્મના વિપાકને સમય પ્રાપ્ત ન થયો હોય તે પણ કેઈ ઔપક્રમિક ક્રિયા દ્વારા તેને બળજબરીથી ઉદયમાં લઈ આવો ઉદીરણ છે. ઉદીરણું દ્વારા કર્મફળ ભેગવી લીધા બાદ તેની નિર્જરા થઈ જાય છે તે અવિપાકજન્ય નિર્જરા કહેવાય છે જેવી રીતે ફણસ અગર કેરીને ફળને ઘાસ વગેરેમાં દબાવી રાખવાથી સમયથી વહેલા પાકી જાય છે તેવી જ રીતે કઈ કઈ કર્મ પણ પિતાના નિયત સમયથી પહેલા જ ઉદીરણ દ્વારા પિતાનું ફળ આપી દે છે અને ફળ પ્રદાન કર્યા પછી નષ્ટ પામે છે. આને અવિપાકજન્ય નિર્જરા કહે છે. કહ્યું પણ છે– તાંબાના તાર બનાવવા, માટીનું શેષણ અથવા ભીની કરવી અને કેરીને પકાવવી આ ત્રણ ઉદાહરણ સંક્રમ, સ્થિતિ અને ઉદીરણાના વિષયમાં યથાક્રમ સમજી લેવા જોઈએ. આ અવિપાકજન્ય નિજ રા તપહેતુક હોય છે કારણ કે આ તપથી થાય છે. આગળ ઉપર કહેવામાં આવનારા બાર પ્રકારના તપથી નિર્જરા સિવાય સંવર પણ થાય છે. આ વાત આગળ સંવરના પ્રકરણમાં કરવામાં આવશે. ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં કહ્યું છે. કર્મોની ઉદીરણ થાય છે, વેદના થાય છે અને છેવટે તેમની નિર્જરા થઈ જાય છે. ઘરના “સંઘર્મળ અinતાતા પ’ . ઈત્યાદિ મૂળ સૂત્રાર્થ–સમસ્ત કર્મોના પ્રદેશ અનન્તાનઃઅભથી અનંતગણ અને સિદ્ધોના અનંતમાં ભાગ છે. મારા તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કર્મોના અનુભાવનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે હવે સામાન્ય રૂપથી નિર્દિષ્ટ પ્રદેશબન્ધનું વિશેષ રૂપથી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-જ્ઞાનાવરણ વગેરે આઠે કર્મોના અનન્તાનન્ત પ્રદેશ હોય છે–સંખ્યાતા અગર અસંખ્યાતા દેતા નથી.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy