SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ તત્ત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત-આના અગાઉ ત્રણ મોહની કની સ્થિતિ કહેવામાં આવી છે. હવે નામ અને ગોત્ર કર્મના સ્થિતિ કાળનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ. નામ કર્મ અને ગોત્ર કર્મ નામક મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ-વીસ-વીસ ક્રોડાકોડી સાગરોપમ છે. આ બંનેને આ બાધાકાળ બબ્બે હજાર વર્ષ છે. સ્થારબાદ બાધાકાળ પ્રારંભ થઈ જાય છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થવાના સમયેથી આરંભ થઈને પૂર્ણતયા ક્ષય થઈ જવાના સમયને બાધાકાળ કહે છે. આવી રીતે બધકાળથી લઈનેએ હારનારું વર્ષ વ્યતીત થઈ જવા પર નામ કર્મ અને ગેત્ર કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. નામ કર્મ અને ગોત્રકમ બન્ધના સમયથી લઈને જેટલા વખત સુધી અનુભવમાં આવતા નથી એટલા મામા તેમને અગાધાકાળ કહેવાય. છે. વામ અને ગેત્ર કંર્મની વીસ ક્રોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી jછે તેને અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિ જજ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે નામ કમી અને ગેન્નકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અનહૂની છે૧૬ તેજસત્તાના શિષ્ટ સૂત્રાર્થ—આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસે અગપમની છે ૧ળા તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં મામાએ નામક મૂળ પ્રકૃતિએની સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે આયુષ્ય નામની મૂલ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરીએ છીએ. આયુષ્ય નામની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કેટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરોપમની જાણવી જોઈએ. એની જઘન્યૂ સ્થિતિ અખ્તમુહૂર્તની છે તે આગળ ઉપર કહીશું પ૧ના તત્વાર્થનિર્યુકિત-નામ અને ગેત્ર કર્મની સ્થિતિને કાળ બતાવાઈ ગયો. હવે આયુષ્ય નામક મૂળ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રતિપાદન કરીએ છીએ, આયુષ્ય કર્મ નામક મૂળપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરેડ પૂર્વના ત્રીજા ભાગથી અધિક તંત્રીશ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ સમન્વી જોઈએ. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે જે, આગળ ઉપર કહેવાશે. અત્રે-સાગરોપમે લેવાથી, “કોડાકોડી પદને નિષેધ થઈ જાય છે. તેદીશ પદ ગ્રહણ કરવાથી પણ ડાકોડીની નિવૃત્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આયુષ્ય કર્મની સ્થિતિ ફક્ત તેત્રીશ સાગરોપમની છે, તેત્રીશ કેડાડી સાગરોપમની નથી. અહીં કરેડ પૂર્વ વિભાગ આબાધાકાળ સમજવાનું છે તેની પછી બાધાકાળની શરૂઆત થાય છે જે કાળમાં આયુષ્ય કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય તેને લઈને પૂર્ણ રૂપથી તેને ક્ષય થવા સુધીનો સમય બાધાકાળ કહેવાય છે. આવી રીતે આયુષ્ય બલ્પની પછી કરેડ પૂર્વને ત્રીજો ભાગ વીત્યા બાદ આયુષ્ય કમને ઉદય થાય છે. જેટલા કાળ સુધી તેને અનુભવ, થતું નથી એટલે સમય અબાધાકાળ કહેવાય છે. આયુષ્ય કમની તેંત્રીશ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે તે સંપર્યાપ્ત પંચેન્દ્રિયની અપેક્ષાથી સમજવી જોઈએ. " ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે-“આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અમુહૂર્તની કહેવામાં આવી છે. ના 'वेयणिज्जरस बारसमुहुत्ता ठिई जहन्निया સૂત્રાર્થ––વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. ૧૮
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy