SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ ૫, ૩. નામકમની ખેતાલીસ ઉત્તરપ્રકૃતિનું કથન સ. ૧૧ ૧૯૩ જીવ જ્યારે વર્તમાન દેહના ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવા માટે વિગ્રહ ગતિ કરે છે તે વખતે આ કર્માંના ઉદય થાય છે. આ આનુપૂર્વી નામ કર્માંના ઉદયથી જીવ પેાતાના નિયત ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચે છે. ક્ષેત્રના સન્નિવેશ ક્રમને આનુપૂર્વી કહે છે જે કર્માંના ઉદયથી અતિશયની સાથે ગમનની અનુકૂળતા હાય છે તેને પણ આનુપૂર્વી કહે છે તે અન્તરાળગતિ એ પ્રકારની છે—ઋજુગતિ અને વક્રગતિ. જીવ જ્યારે એક સમય પ્રમાણુ ઋજુગતિથી ગમન કરે છે ત્યારે આગલા આયુષ્ય કા અનુભવ કરતા થકી જ આનુપૂર્વી નામ કમ દ્વારા ઉત્પત્તિ સ્થાનને મેળવી આગલુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. બે ત્રણુ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જે વાણિમુકતા, લાંગલિકા અને ગેામુત્રિકા લક્ષણવાળી હાય છે, ગતિ કરે છે તેા વળાંક શરૂ થવાના સમયે આગામી આયુષ્યને પ્રાપ્ત કરી લે છે. તે જ સમયે આનુપૂર્વી નામ કમના ઉદય થાય છે. શંકા—જેમ ઋનુગતિમાં આનુપૂર્વી નામ કર્માંના ઉદય વગર જ જીવ પોતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહેાંચી જાય છે તેવી જ રીતે વક્રગતિ કરીને પણ આનુપૂર્વી નામ કમ વગર જ ઉત્પત્તિ ક્ષેત્રમાં કેમ પ્રાપ્ત થઈ જતા નથી ? સમાધાન—ઋજુગતિમાં પૂર્વ ભવ સંબંધી આયુષ્યના વ્યવહારથી જ જીવનું ગમન થાય છે જ્યાં પૂર્વભવના આયુષ્યના ક્ષય થઇ જાય છે ત્યાં જ આનુપૂર્વી નામકના, જે રસ્તામાં પડેલી લાકડી જેવું છે તેના ઉદય થાય છે. આ રીતે વક્રગતિમાં વર્તમાન ભવના આયુષ્ય કર્માંના ક્ષય થવાથી આનુપૂર્વી નામ કમના ઉદય થાય છે. પ્રાણાપાન અર્થાત્ ઉચ્છવાસ અને વિશ્વાસને યાગ્ય પુદ્ગલાને ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ ઉચ્છવાસ નામ કમ કહેવાય છે. આતપના સામર્થ્યના જનક કમ આતપ નામક છે. પ્રકાશની શક્તિ ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામ કમ છે. લબ્ધિ શિક્ષા (શિક્ષણ) અગર ઋદ્ધિના પ્રભાવથી આકાશમાં વિહાર કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ વિદ્ગગગતિ અથવા વિહાયે ગતિ નામ કમ કહેવાય છે. પ્રશસ્ત વિહાયેાગૃતિ હંસ આદિની મેહક ચાલ અને અપ્રશસ્ત વિહાયે ગતિ ઉંટ વગેરેની વાંકી ચાલ સમજવા, મેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ કહેવાય છે. જે કમના ઉદયથી ત્રસ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે ત્રસ નામ કમ છે. જે કર્મના ઉદયથી સ્થાવર પર્યાયની પ્રાપ્તિ થાય તે સ્થાવર નામકમ છે–સૂક્ષ્મ શરીરના પિતા સૂક્ષ્મ નામ કમ છે. જેના ઉદયથી ખાદર શરીર ઉત્પન્ન થાય તે ખાદરનામ કમ કહેવાય છે. પર્યાપ્ત નામ કનું વિવેચન—જે કર્માંના ઉદયથી પાત-પોતાને યાગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા થાય તે પર્યાપ્તિ નામ કમ કહેવાય છે. પર્યાપ્તિએ પાંચ છે—આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, ભાષામણ્વજ્ઞત્તિ અને ભાષામન:પર્યાપ્તિ, આત્માની ક્રિયાની સમાપ્તિને પર્યાપ્તિ કહે છે. આવી રીતે પર્યાપ્તિ આત્માનું એક પ્રકારનું કરણ છે તે કરણથી આત્મામાં આહાર વગેરેને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તે કરણ જે પુદ્ગલાથી ઉત્પન્ન થાય છે તે પુદ્દગલ આત્મા મારફતે ગૃહીત થઈને અને વિશિષ્ઠ પરિણામથી પરિણત થઈને પર્યાપ્તિ કહેવાય છે. મનઃ પર્યાપ્તિ ઈન્દ્રિય પર્યાપ્તિમાં સમાયેલી છે આથી તેની જુદી ગણત્રી કરવામાં આવી નથી. ૨૫
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy