SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. પરિણામનું નિરૂપણ ૧૬૩ આમ પરિણામ કયાંક સ્વાભાવિક હોય છે તે કયાંક પ્રયોગિક અને કઈવાર અને પ્રકારના હોય છે. કારણ કે વસ્તુ તેજ છે જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણવાળી હેય. આવી રીતે અનેકાન્તવાદમાં રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી સાદિ પરિણામ હોવા છતાં પણ કવચિત્ અનાદિ પરિણામ પણ ઘટિત થાય છે અને તેવી જ રીતે અરૂપી ધમદિ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી અનાદિ પરિણામ હોવા છતાં પણ કથંચિત્ સાદિ પરિણામ પણ ઘટિત થાય છે. કોઈ–કેઈએ કહ્યું છે કે રૂપી પુગલ દ્રવ્યોમાં જ સાદિ પરિણામ થાય છે અરૂપી ધર્મ આદિ દ્રવ્યોમાં થતું નથી, તેમનું કથન યથાર્થ નથી તેમના મત અનુસાર અરૂપી દ્રવ્યોમાં પર્યાયાશ્રયી વ્યવહારના અભાવની મુશ્કેલી હોય છે અને આમ હોવાથી ઉત્પાદ-વ્યય આદિ લક્ષણની સંગતિ બેસતી નથી. આથી પરિણામના અભાવને જ પ્રસંગ થઈ જાય છે. ધર્મ આદિ અરૂપી દ્રવ્યોને અપરિણામી માની લેવાથી તેમના સ્વરૂપ અચોક્કસ થઈ જશે, કારણ કે તેઓ સ્વતઃ ઉત્પાદ અને વ્યય પરિણામથી રહિત છે, આથી મૂર્ત અને અમૂર્ત બધાં દ્રવ્યોમાં કઈ પરિણામ સાદિ હોય છે. કોઈ અનાદિ હોય છે, એવું સ્વીકારવું જોઈએ. - અરૂપી જીવમાં જેમાં જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ અનાદિ પરિણામ છે તેવી જ રીતે ગ તથા ઉપગ આદિમાનું પરિણામ પણ છે. પુદ્ગલ દ્રવ્યના સંબંધથી આત્માના વીર્યનું સ્કુરણ થવું યુગ કહેવાય છે. તે કાયા વચન અને મન રૂપથી આત્માની શક્તિ વિશેષની ઉત્પત્તિ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને જ્ઞાન દર્શન દ્વારા પ્રણિધાન આદિ રૂપ પોતાના વિષયને ગ્રહણ કરવાને જે વ્યાપાર છે તે ઉપયોગ કહેવાય છે. સમાધિને પણ ઉપયોગ કહે છે. તેના દ્વારા થનારા પદાર્થને પરિચ્છેદ પણ ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગના રૂપમાં આત્માનું પરિણામ થાય છે. ઉપયોગ બાર પ્રકારના છે. જીવને સ્વભાવ જે ઉપયોગ છે તે મૂળમાં બે પ્રકાર છે સાકાર અને અનાકાર બંનેના મળીને બાર ભેદ થાય છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિ-અજ્ઞાન અર્થાત્ કુમતિજ્ઞાન (૭) શ્રુત-અજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન અર્થાત્ કુઅવધિજ્ઞાન (૯) ચક્ષુદર્શન (૧૦) અચક્ષુ દર્શન (૧૧) અવધિદર્શન તથા (૧૨) કેવળદર્શન. ગના ૧૫ ભેદ આ છે—(૧) દારિક કાગ (૨) વૈક્રિય કાગ (૩) આહારક કાય. (૪) દારિક મિશ્ર કાગ (૫) વૈક્રિયમિશ્ર કાગ (૬) આહારક મિશ્રકાય (૭) કાર્પણ કાગ (૮) સત્યવચનગ (૯) અસત્યવચનગ (૧૦) મિશ્રવચનયોગ (૧૧) વ્યવહાર-અસત્યા મૃષાવચનયોગ (૧૨) સત્યમ યોગ (૧૩) અસત્ય મોગ (૧૪) મિશ્રમનેવેગ અને (૧૫) અસત્યામૃષા મનેયોગ. આત્મા કાયા વગેરે સેંકડે પ્રકારના પુદ્ગલેની સાથે સંબંધ હોવાને કારણે અનેક પ્રકારની ગતિથન તથા ચિંતન વગેરે ક્રિયાઓ કરે છે. તે સમયે તેની તેજ રૂપમાં પરિણતિ થઈ જાય
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy