SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ તત્વાર્થસૂત્રને . બે પ્રકારથી ભેદ (પૃથફત્વ) ઉત્પન્ન થાય છે. કાં તે તે સ્વયં જ પૃથક્ થઈ જાય છે અગર બીજાની દ્વારા જુદા કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૧૧મી ગાથામાં કહ્યું છે એકત્વ અને પૃથકત્વના કારણે સ્કધ અને પરમાણુ ઉત્પન્ન થાય છે. શંકા–નિરંશ બે પરમાણુઓના એકત્વથી પ્રયાણુક સ્કંધની નિષ્પત્તિ કેવી રીતે થઈ શકે? તે બે પરમાણુઓના સંગ સર્વાત્મના અર્થાત્ એક પરમાણુમાં બીજા પરમાણુના પૂર્ણ રૂપમાં સમાઈ જવાથી થાય છે. અથવા એક દેશથી થાય છે ? જો સર્વાત્મના સંગ માની લઈએ તે આખું જ જગત એક પરમાણુ માત્ર જ હશે કારણ કે એક પરમાણુમાં જ્યારે બીજા પરમાણુ સંપૂર્ણ રીતે સમાઈ જાય તે બે પરમાણુએના મળી જવાથી તે પહેલાની માફક એક પરમાણું માત્ર રહ્યો. એવી જ રીતે જ્યારે તેમાં ત્રીજે પરમાણું મળે તે પણ તે પરમાણુ માત્ર જ રહ્યો એવી રીતે અનન્ત પરમાણુઓના મળવાથી તે પરમાણું માત્ર જ રહેશે. આ દેશથી બચવા માટે જે પરમાણુઓને સંગ એક દેશથી માનવામાં આવે તે પરમાણુ સાવયવ અર્થાત્ અવયવવાળે માનવે પડશે. જ્યારે તેમાં એક દેશથી સંગ થાય છે તે સાવયવ થયા વગર તે કઈ રીતે રહી શકે છે ? આ રીતે અહીં કુવા ઉપર ખાઈની કહેવત ચરિતાર્થ થાય છે અર્થાત્ બંને પક્ષેમાં દેષ આવે છે. આવી સ્થિતિમાં પરમાણુઓને સંગ બની જ શકતું નથી. સમાધાન-પરમાણુ રૂપ રસ, ગંધ અને સ્પર્શવાળા હોય છે આથી સંગ સમયે વ્યવધાનયુક્ત પરસ્પરમાં વ્યાપ્ત થઈને રહે છે કારણ કે તેમનામાં રૂપ આદિ અવયવ હોય છે જેમ સ્તંભ કુંભ વગેરે. એવી રીતે પરમાણુ કવચિત્ નિરવયવ અને કવચિત સાવયવ પણ છે. દ્રવ્યથી નિરવયવ અને ભાવથી સાવયવ છે. આના સિવાય દ્રવ્યની અપેક્ષા જ્યારે પરમાણુ એક છે અને તેમાં કઈ પ્રકારને ભેદ નથી તે તેના માટે સર્વાત્મના કહીને સર્વ શબ્દનો પ્રયોગ કેવી રીતે કરી શકાય ? સર્વ શબ્દ તે નિરવશેષ અનેક વાચક છે. એ હકીક્ત સર્વત્ર પ્રસિદ્ધ છે આથી સર્વ શબ્દનો પ્રયોગ કરે અશક્ય છે. એવી જ રીતે જુદા જુદા રૂપમાં પ્રસિદ્ધ વસ્તુના કેઈ એક ભાગના પ્રતિપાદક એકદેશ શબ્દ ભેદરહિત પરમાણુના વિષયમાં કેવી રીતે વાપરી શકાય ? - આ કારણથી ઉપયુક્ત સર્વાત્મના અને એકદેશેન આ બંને વિકપને પ્રગટ કરવાવાળા વાક્ય પ્રગ તે જ લેકે કરી શકે છે જેઓ અત્યન્ત પ્રસિદ્ધ લેકવ્યવહારથી પણ વિમુખ છે શુદ્ર છે અને અર્થથી અથવા શબ્દના અર્થથી અજ્ઞાન છે, અને અત્યન્ત જ જડ છે. વિચારશીળ વિદ્વાન એ પ્રવેગ કરી શક્તા નથી. જેમના મગજમાં એકાન્તવાદનું ભૂત સવાર છે તેઓ જ બે વિકલ્પને પ્રગટ કરનારા વચનને પ્રયાગ કરી શકે છે. સમસ્ત વાદમાં શિરોમણિ સ્પાદ્વાદ સિદ્ધાંતને આશ્રય લેવાથી જેમનામાં અનુપમ સામર્થ્ય ઉત્પન્ન થઈ ગયું હોય તેવા અનેકાન્તવાદી આવા અર્થહીન વાક્યને પ્રવેગ કરતા નથી. એક પરમાણું જ્યારે બીજા પરમાણુની સાથે મળે છે તે એક દેશથી નહીં. કારણ કે તેમાં દેશ અર્થાત અવયવ હતા જ નથી પરંતુ સ્વયં જ અવયવ દ્રવ્યાંતરના અવયવદ્રવ્યથી
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy