SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તત્વાર્થસૂત્રને ચલના પવનના વેગથી કમ્પિત ચમ્પાના પરાગસમૂહથી પિતાના નયન–પાંપણેને બંધ કરીને પથિક જન પિત પોતાની પ્રેયસીએના ઘરની તરહ જવા લાગે છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય પોતાના પ્રચંડ કિરણેથી ભૂતળને એટલું બધું તપાવે છે કે જાણે પૃથ્વી ઉપર અંગારાને સમૂહ પાથરી દીધું હોય પથિક જનેનું મન અત્યન્ત વ્યાકુલ થઈ જાય છે. તેઓ યેન કેન પ્રકારેણ ઘણું લાંબા દિવસેને પૂરાં કરે છે. ભેગાવિલાસી લેક પિતાના શરીર પર ચન્દનને લેપ કરે છે. નેકરે પાસે વીંઝણું ઝુલાવે છે અથવા વીજળીના પંખાથી મળતા અત્યન્ત ચંચળ વાયુથી પિતાના દેહને ઠંડક બક્ષે છે. શીતળ ગૃહો ઉપવને સરિતા અગર સરોવર કાંઠે વિવિધ પ્રકારનાં કુવારાઓની અંદર રહીને પિતાની ગરમી દૂર કરે છે. હાથીદાંતના જેમ શ્વેતવર્ણ મલ્લિકાની કળિઓ, પુષ્કળ સુવાસથી સમ્પન્ન પાટલ-પુષ્પ અને સાયંકાળ તથા પ્રાતઃકાળની સુવાસિત હવા વિલાસી માણસોના જંગમ શરીરને સુવાસિત કરે છે. વર્ષાઋતુમાં ભૂતળ વીજળીના ચમકારાથી પ્રકાશિત થઈ જાય છે. મેઘમાળાના આડમ્બરથી આકાશ આચ્છાદિત થઈ જાય છે. મેઘધનુષ્ય પોતાની અનુપમ છટા દેખાડે છે. મૂશળધાર વારિવર્ષોથી પૃથ્વી ઉપરની બધી ધૂળ બેસી જાય છે. કદમ્બ તકીના સૌરભમય પરાગથી યુકત સુગંધિત વાયુ વિલાસી જનોનાં અંગેનું પ્રકમ્પિત કરવા લાગે છે. વર્ષના જળના પ્રવાહથી સુન્દર કાંઠાવાળી નદિઓ પ્રવાહિત થાય છે. પર્વતની ખીણ ખીલેલાં કુટજ પુષ્પોથી તથા શિલીબ્રોથી–સુશોભિત થઈ જાય છે. વાદળાની ઘોર ઘટાની ગર્જના સાંભળીને પ્રવાસી જનેના મનમાં તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ જાય છે. તેઓ મંત્ર-મુગ્ધ થઈ જાય છે. મેર, ચાતકે તથા દેડકાંને અવાજ સાંભળવાથી સ્ત્રીઓના મનમાં કામ સતેજ થઈ જાય છે અને તેઓ ક્ષણભર માટે વિદ્યુત રૂપી પ્રદીપ દ્વારા પ્રકાશિત રજનીમાં પોતાના પ્રિયતમના ઘર તરફ પ્રસ્થાન કરવા લાગે છે. રસ્તો કાદવની બહલતાવાળો અને કઈ કઈ ઠેકાણે જળબંબાકાર દેખાય છે. શરદ ઋતુમાં સૂર્યનાં કિરણે કાદવને શેષતાં તીવ્ર સત્તાપને ધારણ કરે છે. વનમાં કમળ અને કુમુદ વિકસીત થઈ જાય છે. સરેવર હંસ અને સારસેથી સુશોભિત તથા સ્ફટિક મણિની દિવાળની માફક વેત પાણીથી પરિપૂર્ણ થાય છે. વેલાના-નિયમથી પ્રાપ્ત પાંખડીવાળા કમળને સમૂહ પ્રાતઃકાળના સૂર્યના કિરણને સમ્પર્ક પામીને ખીલે છે. ચન્દ્રમાના કિરણોના સમૂહથી સ્કૃષ્ટ કુમુદે અને કુવલયના વન સૌરભનું વમન કરે છે. આ રીતે છ ઋતુઓને વિભાગ અને વેલાને નિયમ નિયામક કારણ કાળ વગર, અન્ય કારણે હોવા છતાં પણ ઘટિત થઈ શક્તા નથી. અનેક પ્રકારની શક્તિઓથી સમ્પન્ન કાલદ્રવ્યનું કારણ જ પૂર્વોક્ત ઋતુવિભાગ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે. આથી આ બધાં કાર્યોથી કાળદ્રવ્યનું અનુમાન કરી શકાય છે. . ' અન્યથા કેઈ પણ નિયામક હેતુના અભાવમાં એક જ સાથે પૂર્વોક્ત બધા ભાવ થઈ જવા જોઈએ કારણ કે તેઓ પરાધીન નહીં હોય. પરંતુ એમ થતું નથી. આ બધાં પરિણામ પિતાના નિયત કાળમાં જ થાય છે. આથી અનેક શકિતસમૂહથી યુક્ત કાળ જ એમનું કારણ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy