SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ દારિક શરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ પ૭ પ્રશ્ન બીજે જ છે કે વિક્રિયા કરવાવાળાની ઈચ્છાથી તેનું વૈક્રિય શરીર દષ્ટિગોચર પણ હોઈ શકે છે આવી રીતે દારિકથી વૈક્રિય વૈક્રિયથી આહારક-આહારકથી તૈજસ તૈજસથી કામણશરીર સૂક્ષમ છે. - જો કે શરીર અનુક્રમથી ઉત્તરોત્તર સૂક્ષમ છે તે પણ પુદ્ગલપ્રદેશોની અપેક્ષા એ દારિક શરીરથી વૈક્રિય અને વિક્રિયથી આહારક શરીર અસંખ્યાતગણુ છે આહારકની એપેક્ષા તેજસ શરીરમાં અને તૈજસની અપેક્ષા કાશ્મણ શરીરમાં અનન્તગણ પ્રદેશ છે. આવી રીતે બહુતર દ્રવ્યોથી ઉત્પન્ન થવા છતાં પણ તેમનું ઉત્તરોત્તર સૂક્ષમ પરિણમન છે આથી જ તે સૂફમ કહેવાય છે. આ પાંચ શરીરમાંથી કેઈ જીવને એક સાથે ચાર શરીર હોઈ શકે છે. કેઈને બે, કોઈને ત્રણ અને કોઈને ચાર શરીર સુધી પ્રાપ્ત થઈ શકે છે. (૧) એકી સાથે એક જીવને બે શરીર હોય તો તૈજસ અને કાર્મણ હોય છે. બે શરીર માત્ર વિગ્રહગતિના સમયે જ હોય છે. (૨) ત્રણ શરીર એક સાથે હોય તે તૈજસ કાર્પણ અને ઔદારિક હોય છે. આ ત્રણ શરીર ઋદ્ધિવગરના તિર્યંચ તથા મનુષ્યમાં હોય છે. (૩) અથવા ત્રણ શરીર તૈજસ, કાર્પણ અને વૈક્રિય હોય છે જે દેવગતિ અને નારકીના જીવને પ્રાપ્ત હોય છે. (૪) ચાર હોય તે તૈજસ, કાર્મણ, ઔદારિક તથા વૈકિય હોય અથવા (૫) તૈજસ, કામણ, દારિક તથા આહારક હોય આ ચાર શરીર વૈકિય લબ્ધિ અથવા આહારક લબ્ધિવાળા જીવને હોય છે. એક જીવમાં એકી સાથે પાંચ શરીર હોતા નથી અને વૈકિય અને આહારક શરીર એકી સાથે મળી શક્તા નથી કારણ કે એકી સાથે બંને-ક્રિય અને આહારક લબ્ધિઓ હતી નથી. કામણુશરીર તે પ્રત્યેક સંસારી જીવને હોય જ છે. | ૩૦ | - તત્વાર્થનિયતિ –દારિક વગેરે શરીર ઉત્તરોત્તર સૂક્ષમ છે જેમકે–ઔદારિકથી વૈકિય સૂક્ષમ છે ક્રિયથી આહારક. આહારથી તેજસ તેજસથી કાણશરીર સૂક્ષમ છે આવિરીતે દારિક પાંચે શરીરમાં એક બિજાની અપેક્ષા એ ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે. આવી રીતે ઉત્તરોત્તર શરીર સૂમિ દ્રવ્યોથી બનેલા હોવાથી સૂક્ષમ છે અને આ કારણે દારિક શરીર સિવાયના ચાર વૈક્રિય વગેરે શરીર માયા જોઈ શકાતાં નથી. પુદ્ગલેનું પરિણ મન વિવિધ પ્રકારનું છે. કેઈ-કઈ પુદ્ગલ થડા હેવા છતાં પણ પિલા-પોલા હોવાથી સ્થૂળ દેખાય છે જેમ ભીંડા અગર લાકડાનાં પુદ્ગલ. કેઈ આથી ઉલટું, પણ અત્યંત સઘનરૂપમાં પરિણત થાય છે. તે ઘણું વધારે હોવા છતાં પણ સૂફમ-પરિણત હોવાથી અલ્પ દેખાય છે દાખલાતરીકે. હાથી દાંતના પુદ્ગલ– આ વાત ચોકકસ છે કે લંબાઈ-પહોળાઈમાં સરખાં ભીંડા અને હાથીદાંતના ટુકડાને જે ત્રાજવામાં જોખવામાં આવે તે તેમના વજનમાં ઘણે તફાવત હોય છે. આથી સાબીત થાય છે કે કોઈ પુદ્ગલ સઘન એવાં સૂક્ષમ પરિણમનવાળા અને કઈ શિથિલ પરિણમનવાળા હોય છે નહીંતર જે તેમનું પ્રમાણ તુલ્ય છે એ લઘુતા અને ગુરુતા કેમ થાય ? આ કારણે પહેલા–પહેલાના શરીર ઉત્તરોત્તર શરીરની અપેક્ષા સ્થૂળ દ્રવ્યથી બનેલા અને શિથિલ પરિણમનવાળા હોય છે અને ઉત્તરોત્તર શરીર સુમિ દ્રવ્યથી નિર્મિત, સઘન પરિણતિવાળા અને સૂક્ષમ હોય છે. આ પુદ્ગલ દ્રવ્યની પરિણમનની વિચિત્રતા છે, આ રીતે દારિક શરીર અલ્પદ્રવ્યવાળું,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy