SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તત્વાર્થસૂત્રને તત્વાર્થનિયુકિત–પ્રથમ જીવના જ્ઞાન દર્શનઉપયોગ રૂપ લક્ષણ કહેવામાં આવેલ છે. છદ્મસ્થ જીવોનો તે ઉપયોગ ઇન્દ્રિ દ્વારા જ થાય છે. આથી ભેદ બતાવીને ઇન્દ્રિયની પ્રરૂપણ કરીએ છીએ. અથવા પહેલા પૃથ્વીકાય આદિ એકેન્દ્રીય, બેઈન્દ્રિય વગેરે જેવેની પ્રરૂપણ કરવામાં આવી છે. આથી એવી જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય કે ઈન્દ્રિયે કેટલી હોય છે ? કેટલા પ્રકારની ? કયા ઉપગવાળા જીવને કઈ ઈન્દ્રિય હોય છે? અહીં આ તમામ સવાલના જવાબ આપવામાં આવે છે. અથવા સંસારી જીનું જ્ઞાન ઇન્દ્રિય મારફતે જ થાય છે પરંતુ બધી જ ઇન્દ્રિયે બધા અને પ્રાપ્ત હોતી નથી. આથી ઇન્દ્રિયને ભેદ દર્શાવી એની સંખ્યાનું નિયમન કરવા માટે કહીએ છીએ. અથવા અગાઉ બતાવવામાં આવેલ છે કે ઉપગ જીવનું અન્વયી લક્ષણ છે આથી હવે તે ઉપગના જે નિમિત્ત છે તે દર્શાવવા માટે કહે છે ઈન્દ્રિયે પાંચ પ્રકારની છે. સમસ્ત દ્રવ્યોમાં ઐશ્વર્યનું ભાજન હોવાથી જીવ ઈન્દ્રિય કહેવાય છે અથવા પરમેશ્વર્યને ઉપયોગ કરવાના કારણે પણ જીવને ઇન્દ્ર કહેવામાં આવે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ વિષયમાં પરઐશ્વર્યવાન હોવાના કારણથી પણ જીવ ઈંદ્ર કહેવાય છે. વ્યાકરણ અનુસાર-ઈદિ ધાતુ પરમેશ્વર્યભાગના અર્થમાં છે. આ કારણે ઇન્દ્રિયનો અર્થ થયે-ઈન્દ્ર (જીવ) દ્વારા અધિષ્ઠિત ઈન્દ્રિયેના પાંચ ભેદ છે-(૧) સ્પર્શન (૨) રસના (૩) ઘાણ (૪) ચક્ષુ અને (૫) શ્રેત્ર. સ્પર્શન ઈન્દ્રિય સ્પર્શને, રસના રસને, ઘાણ ગંધને, ચક્ષુ રૂપને અને શ્રોત્રેન્દ્રિય શબ્દને મુખ્ય રૂપે ગ્રહણ કરે છે. મન, ચક્ષુ વગેરે ઇન્દ્રિ દ્વારા નિર્ધારિત રૂપ વગેરે પદાર્થોને ગ્રહણ કરે છે. તે સાક્ષાત્ અર્થાત્ ઇન્દ્રિય નિરપેક્ષ હોઈ પદાર્થોને ગ્રહણ કરી શકતું નથી. કેમકે જે આંખ વગેરે બંધ હોય તે રૂપ આદિ વિષયનું મનથી ગ્રહણ થઈ શકતું નથી. આ કારણે મન ચક્ષુ વગેરેની જેમ ઇન્દ્રિય નહીં પરંતુ અંહીન્દ્રિય કહેવાય છે. વચન, હાથ, પગ, ગુદા અને મૂત્રન્દ્રિય ઈન્દ્રિય કહેવાતી નથી કારણકે જેવી રીતે ચક્ષુ વગેરે દ્વારા જાણેલું જ્ઞાન રૂપ વગેરે પદાર્થોના ગ્રહણ કરવામાં પરિણત થાય છે તેવી રીતે વચન વગેરે દ્વારા ઉત્પન્ન થનાર વાણી વગેરેની પરિણતિ જ્ઞાનમાં થતી નથી. અહીં તે પિતાના વિષયને ગ્રહણ કરવામાં સાધન રૂપ હોય તેને જ ઇન્દ્રિય કહેલ છે. ઉત્કૃષ્ટ નવ જન દૂર દેશ થી આવેલા સ્પર્શ, રસ તથા ગંધને સ્પર્શન, રસના અને પ્રાણ ઈન્દ્રિય ગ્રહણ કરી શકે છે. આ ઈન્દ્રિય પ્રાપ્યકારી છે અર્થાત્ પિતા પોતાના વિષયને સ્પર્શ કરીને જાણે છે. આ ઇન્દ્રિયને અગ્નિ આદિથી ઉપઘાત અને ચન્દન વગેરેથી અનુગ્રહ જોઈ શકાય છે આથી એમની પ્રાપ્યકારિતા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. શબ્દ જે પિતાના પરિ ણામને ત્યાગ ન કરી દે તે બાર યેજન છેટેથી આવેલા શ્રવણ દ્વારા ગ્રહણ થાય છે. આથી શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્યકારી છે. - ચક્ષુ ઈન્દ્રિય તથા આગળ કહેવામાં આવનાર ઈન્દ્રિય રૂપ મન એ બંને અપ્રાપ્યકારી છે. તેઓ વિષયને પ્રાપ્ત થયા વગર જ ગ્રહણ કરી લે છે. ચક્ષુની અપ્રાપ્યકાર્તિા પ્રત્યક્ષથી સિદ્ધ છે કેમકે તે વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહથી રહિત છે. જયારે આપણે આંખ વડે પાણી,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy