SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને બે પ્રકારના છે. સમનસ્ક અને અમનસ્ક. મન બે પ્રકારના છે. દ્રવ્યમાન અને ભાવમન, પુદ્ગલવિપાકી કર્મના ઉદયની અપેક્ષાથી દ્રવ્યમન કહેવાય છે અને વર્યાન્તરાય તથા ઈન્દ્રીયાવરણ કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી આત્માની વિશુદ્ધતાને ભાવમન કહે છે. આ પ્રકારના દ્રવ્યમન અને ભાવમનથી જોડાયેલા છે સમનસ્ક કહેવાય છે. અગાઉ કહેલા દ્રવ્યમનથી રહિત, માત્ર ભાવમનથી જ ઉપયોગ માત્રથી યુક્ત જીવ અમનસ્ક કહેવાય છે. આ રીતે દ્રવ્યમાન હોવાથી અથવા ન હોવાથી સંસારી જીવ અનુક્રમે બે પ્રકારના હોય છે. સમનસ્ક અને અમનસ્ક. આશય આ છે કે-મનની નિષ્પત્તિ માટે વસ્તુના સ્વરૂપને ઓળખવા માટે આત્મા દ્વારા ગ્રહણ કરેલ સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દલિકદ્રવ્ય રૂપ મનપર્યાપ્તીકરણ દ્વારા જીવ ચિંતન કરવા માટે જે અનન્તપ્રદેશી મનેવગણાના યોગ્ય પુદ્ગલસ્કને ગ્રહણ કરે છે તે મન:પર્યાપ્તિ રૂપે કરણવિશેષ વડે ગ્રહણ કરાયેલા પુદ્ગલસ્કન્ધ દ્રવ્યમન કહેવાય છે. ચિત્ત, ચેતના, યોગ અધ્યયસાન, અવધાન સ્વાન્ત તથા મનસ્કાર રૂપ જીવન ઉપયોગ ભાવમન કહેવાય છે. આ મન રૂપ કરણને અરિહંત ભગવાન શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થવા વાળા માને છે. તાત્પર્ય આ છે કે મન વાળા જીવને જ ધારણા જ્ઞાન હોય છે બીજાને હેતું નથી આ રીતે દ્રવ્યમાન અને ભાવમનથી યુકત જીવ જ સમનસ્ક અથવા સંજ્ઞી કહેવાય છે. જે જીવો મનઃ પર્યાપ્તિ રૂપ પ્રકારથી રહિત છે. પરંતુ ફકત ઉપયોગ રૂ૫ ભાવમનથી યુક્ત છે, તે જે અમનસ્ક કહેવાય છે. આ અમનસ્ક જીની મન:પર્યાપ્તિ રૂપ કરણની પ્રાપ્તિ થવા પર ચેતના અત્યન્ત ક્ષણિક હોય છે. જેવી રીતે કેઈ ઘરડા માણસને લાકડીને સહારે મળે તેમ દ્રવ્યમનની મદદથી સંજ્ઞી જીવ સ્પષ્ટ રૂપથી ચિંતન કરે છે. (૩) નારક, દેવ, ગર્ભજમનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચ સમનસ્ક હોય છે. આ સિવાયના બીજા જીવ અમનસ્ક કહેવાય છે. ઈહા, અપહથી યુક્ત અને સમ્મધારણ સંજ્ઞાથી સંજ્ઞી જીવ સમનસ્ક કહેવાય છે. તત્ત્વાર્થનિર્યુક્તિ –પૂર્વસૂત્રમાં જીવના લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ભેદ વગેરે કહીને તેના વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ “તમારામારા સંસારી જીવ સંક્ષેપથી બે પ્રકારના છે સમનસ્ક અને અમનસ્ક. અત્રે સમનસ્કમનસ્ક એવા સમાસયુક્ત પદના પ્રયોગ દ્વારા એ પ્રગટ કરમાં આવ્યું છે. કે અહીં સંસારી જીવોને જ સમ્બન્ધ છે, મુક્ત જીવોને નહીં સમનસ્ક તથા અમનકને ભેદ સંસારી જીવમાં જ હોય છે, મુક્ત જીવોમાં નહીં. સિદ્ધજીવ ને અમનસ્ક કહેવાય છે બારમાં ગુણસ્થાનવતી જીવ સંજ્ઞી જ માનેલા છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવર્તિ જીવ તથા સિદ્ધસંજ્ઞી અસંશી કહેવાય છે. બીજા સ્થાનના બીજા ઉદ્દેશામાં કહ્યું છે પહેલું નરક, ભવનપતિ, વાનવ્યંતર ત્યાં સુધી અસંશોતિર્યંચ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, કેટલાક સમય સુધી સંજ્ઞી રહી પાછા તે સંસી થઈ જાય છે. I સૂ૦ ૩
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy