SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ જીવનું લક્ષણ સૂ. ૨ ઉપયોગના બે ભેદ છે– જ્ઞાનોપગ અને દર્શને પગ સામાન્ય, વિશેષ ધર્માત્મક વસ્તુનાં વિશેષ ધર્મને જાણવાવાળ જ્ઞાને પગ અને સામાન્ય ધમને વિષય કરવાવાળા દશને પગ કહેવાય છે. જ્ઞાનપગ ૮ પ્રકારનો છે, (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃપર્યાવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મત્યજ્ઞાન, (૭) શ્રુત-અજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. દશને પગ ચાર પ્રકારનાં છે. ચક્ષુદશન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. અથવા-જીવ ઉપગલક્ષણવાળે છે. ત્યાં ઉપગનો અર્થ છે-કઈ પદાર્થને નિશ્ચય રૂપથી જાણો. આ ઉપગ જેનો અસાધારણ ગુણ છે તે જીવ ભાવજીવ કહેવાય છે. જીવનાં બે ભેદ છે. ભાવજીવ અને દ્રવ્યજીવ. ઔપશમિક, ક્ષાયિક, લાપશમિક ઔદયિક અને પરિણામિક ભાવથી યુક્ત જે ભાવજીવ છે તે ઉપગલક્ષણવાળો કહેવાય છે. જે ગુણ અને પર્યાયથી રહિત હોય, બુદ્ધિ દ્વારા કલ્પિત અને અનાદિ પરિણામિક ભાવથી યુક્ત હોય તે દ્રવ્યજીવ છે. - આ રીતે ઉપયેગલક્ષણવાળા જીવના જ્ઞાનરૂપ તેમ જ દર્શનરૂપ બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપ જે સ્વાભાવિક પરિણામ છે તે તે સરખાં જ હોય છે. જીવમાં જ્ઞાન અથવા દર્શનરૂપ સ્વાભાવિક ચૈતન્ય પરિણામ રહે છે જ. જો કે કર્મ પુદ્ગલ આત્મ પ્રદેશની સાથે એવી રીતે એકમેક થઈ જાય છે કે જેમ તપવેલે લેખંડને ગેળ અને અગ્નિ. તે પણ જેવી રીતે ઉષ્ણતા ગુણનાં કારણે અગ્નિ અને ગુતાગુણના કારણે લેખંડને ગોળ અલગ ઓળખી શકાય છે તે જ રીતે પિતાના અસાધારણ ઉપગગુણથી જીવ જુદી રીતે ઓળખી કઢાય છે. કાર્મણ વર્ગણાનાં અનન્તાનન્ત પ્રદેશ યુગ અને કષાયનું નિમિત્ત પામી આત્મપ્રદેશે સાથે જોડાઈ જાય છે. તે સમયે જીવના પ્રદેશ અને કર્મપ્રદેશે એકબીજામાં મિશ્રણ થઈ જાય છે. જેમ દૂધ અને પાણીનું મિશ્રણ કરવાથી બંને એકમેક થઈ જાય છે. તેવી જ રીતે આત્મા અને કર્મ પણ એકમેક થઈ રહ્યા છે. અનાદિ કાળથી બંનેની મિશ્રિત સ્થિતી હોવા છતાં ઉપયોગ ગુણના કારણે જીવને જુદો સમજવામાં આવે છે કારણ કે ઉપયોગ રૂપ પરિણતી જીવમાં જ હોય છે. કર્મ ભલે જીવની સાથે મળી ગયેલ હોય તે પણ તેમનું ચૈતન્ય ઉપગ રૂપ પરિણમન કદાપી થતું નથી. આજ ભાવજીવ છે. જ્યારે આ શરીરમાં સ્થિત છવની જ્ઞાન વગેરે ભાવથી રહિત રૂપમાં વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્યજીવ કહેવાય છે. તે સૂઇ ૨ | તત્વાર્થ નિર્યુકિત-શાસ્ત્રની પ્રવૃત્તિ ત્રણ રીતે થાય છે. ઉદ્દેશ્યથી, લક્ષણથી અને પરીક્ષાથી વસ્તુઓના નામમાત્રને કહી દેવું ઉદ્દેશ્ય કહેવાય છે. તેમના અસાધારણ ધર્મનું કથન એટલે લક્ષણ અને જેનું લક્ષણ કહ્યું હોય તે લક્ષણ યોગ્ય છે કે નહીં એ બાબત વિચાર કરે પરીક્ષા છે પ્રથમ સૂત્રમાં જીવાદિ પદાર્થોના નામનો ઉલ્લેખ થઈ ગયો છે. હવે જીવાદિ નવ પદાર્થોના અનુક્રમે લક્ષણ બતાવવા માટે સર્વપ્રથમ જીવના લક્ષણનું કથન કરવામાં આવે છે. જીવ ઉપગ લક્ષણવાળે છે. અને ઉપયોગને અર્થ છે કઈ પદાર્થને ઓળખવારૂપ વ્યાપાર આ ઉપગ જેને અસાધારણ ધર્મ છે અને બીજે કે ઈનામાં પણ ન મળી શકે તે ગુણ છે તે જ ભાવજીવ કહેવાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy