SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1015
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ તત્ત્વાર્થસૂત્રને સુત્રાર્થ–મનુષ્ય માનુષત્તર પર્વતથી પહેલા–પહેલા જ રહે છે અને તેઓ બે પ્રકારના હોય છે–આય અને સ્વેચ્છ ૩૨ તત્વાર્થદીપિકા–આની અગાઉ ધાતકીખ અને પુષ્કરાઈ દ્વીપમાં બે-બે ભરત આદિ ક્ષેત્ર અને બે-બે હિમવન્ત આદિ પર્વત છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું પરંતુ સંપૂર્ણ પુષ્કર દ્વીપમાં ભરત આદિ ક્ષેત્રોનું તથા હિમવન્ત આદિ પર્વતનું કથન ન કરતાં પુષ્કરામાં જે કથન કરવામાં આવ્યું છે એનું શું કારણ? એના સમાધાનના સમર્થનમાં કહીએ છીએ – પુષ્કરદ્વીપની વચ્ચે વચ્ચે સ્થિત માનુષત્તર પર્વતની પહેલાં–પહેલાં જ મનુષ્યોનો વાસ છે. તેનાથી બહાર મનુષ્ય હતાં નથી, માનુષત્તર પર્વત દ્વારા પુષ્કરદ્વીપના બે વિભાગ થઈ ગયા છે. આથી પુષ્કરદ્વીપના પૂર્વાર્ધમાં જ મનુષ્ય હોય છે તેનાથી આગળ હતાં નથી. આ મનુષ્ય બે પ્રકારના હોય છે – આર્ય અને મ્લેચ્છ પ૩રા તત્વાર્થનિર્યુક્તિ-ધાતકીખડ અને પુષ્કરાર્ધમાં ભારત આદિ ક્ષેત્ર તથા હિમવન્ત આદિ પર્વત બે-બે છે એ અગાઉ બતાવી દેવામાં દેવામાં આવ્યું છે પરંતુ બે-બે ની સંખ્યા પુષ્કરદ્વીપમાં ન કહેતાં પુષ્કરાર્ધમાં કહી છે એનું કારણ શું છે ? તેના જવાબમાં કહીએ છીએ-- પુષ્કરદ્વીપની મધ્યમાં સ્થિત માનુષેત્તર પર્વતથી પહેલા પહેલા જ મનુષ્યનો નિવાસ છે તેની પછીના અર્ધા–ભાગમાં મનુષ્ય હતાં નથી અથવા તેની પછીના બીજા કોઈ દ્વીપમાં પણ મનુષ્યને વાસ નથી. આશય એ છે કે પુષ્કરદ્વીપની વચ્ચોવચ્ચ વલય (બંગડી) આકારને એક પર્વત છે જે માનુષેત્તર પર્વત કહેવાય છે. તે પર્વત પુષ્કરદ્વીપને બે વિભાગોમાં વહેંચી નાખે છે આથી તેને એક ભાગ પુષ્કરાર્ધ કહેવાય છે. આવી રીતે તે માનુષેત્તર પર્વતથી પહેલા–પહેલા જ પુષ્કરાર્ધ સુધી મનુષ્ય છે તેનાથી આગળના અડધા–ભાગમાં નથી. તે આગલા ભાગમાં પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રે તથા પર્વતોનો વિભાગ પણ નથી. ચારણ મુનિ મનુષ્ય ક્ષેત્રથી બહાર નન્દી પર્વત અને રુચકવર દ્વીપ સુધી જાય છે એ પ્રમાણે ભગવતીસૂત્ર, શતક ૨૦, ઉદ્દેશક ૯ માં પ્રરૂપેલું છે. ત્યાંની નદીઓ પણ પ્રવાહિત હોતી નથી. મનુષ્યક્ષેત્રના ત્રસ જીવ પણ પુષ્કરાર્ધથી આગળ જતાં નથી પરંતુ જ્યારે માનુષત્તર પર્વત પછીના કોઈ દ્વીપ અથવા સમુદ્રમાં મરેલે જીવ—તિર્યંચ અથવા દેવ, મનુષ્ય ક્ષેત્રમાં પાણી લેવા માટે આવે છે અને મનુષ્ય–પર્યાયમાં ઉત્પન્ન થનારા હોય છે, ત્યારે મનુષ્યગતિ–આનુપૂર્વીથી આવતો કે તે જીવ, મનુષ્યના આયુષ્યનો ઉદય થઈ જવાના કારણે મનુષ્ય કહેવાય છે. આથી વિગ્રહગતિની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રની બહાર પણ મનુષ્યની સત્તા માનવામાં આવે છે. એવી જ રીતે કેવળી જ્યારે સમુઘાત કરે છે ત્યારે દંડ, કપાટ, પ્રતર અને લેકપૂરણ કરીને સમગ્ર લોકમાં પોતાના આત્મપ્રદેશને ફેલાવી દે છે. તે સમયે પણ માનુષેત્તર પર્વતથી આગળ મનુષ્યની સત્તા સ્વીકારાઈ છે તથા લબ્ધિધારી પણ ત્યાં જઈ શકે છે. આવી રીતે જમ્બુદ્વીપમાં, ધાતકીખડ દ્વીપમાં અને અર્ધપુષ્કરદ્વીપમાં અર્થાત અઢી દ્વીપમાં તથા લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્રમાં મનુષ્યને વાસ હોય છે એવું સમજવાનું છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy