SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra सि रि सि रि वा હ क he हा * ********** www.kmbatirth.org પૂજ્ય ગુરુદેવ જ્યોતિર્વિદ્ મુનિપ્રવર શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ સાહેબ અબ્રામાના વતની, પિતાશ્રી માતાશ્રી. ..ના લાડકવાયા વૈરાગી બની પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય બની સંયમની સાધના શરૂ કરી . તેમની જ્ઞાનાભ્યાસની મસ્તતા અજોડ હતી . જ્યોતિષ અને આગમનું તલસ્પર્શી જ્ઞાન પ્રશંસનીય હતું. એમની પ્રેરણાના પુષ્પરૂપ આ પ્રતનું પ્રકાશન છે. ઘણા કાળ સંયમસાધના કરી ફણસા મુકામે સ્વર્ગવાસી બન્યા. (2) ધન્ય હો એ પુણ્યાત્માને ! ધન્ય હો એમના માતા પિતાને ! વંદન કરીએ ભાવે ..... પૂજ્ય મુનિરાજ શ્રી હેતવિજયજી મહારાજ સાહેબ જેઓના પિતાશ્રી ગુલાબચંદભાઈ, માતાશ્રી દેવીબેનની કુક્ષીથી માનવભવ લહી ધર્મસંસ્કાર, તપ-ત્યાગાદિની જીવનમાં આચરણાના પ્રભાવે સુખી ઘરના નબીરા છતાં વૈરાગ્યવાસિત બની પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન ૫૨મગીતાર્થ પૂ. પં. શ્રી હેમંત વિજય ગણિવર્ય (પાછળથી આચાર્ય દેવશ્રીહીરસૂરિ મ.)ના શિષ્ય તરીકે વૃદ્ધવયમાં વિ.સં. ૨૦૧૮ કારતક વદ-૬ના શનિવારે સંયમી બની સુંદર સંયમસાધના અને પ્રભુ ભક્તિ દ્વારા જીવનને નિર્મળ બનાવ્યું .વિ.સં.૨૦૨૮નુંચાતુર્માસ પોતાના સંસારી વતન સિસોદરામાં ૫.પૂ. મુનિરાજ શ્રીલલિતશેખર વિ.મ. ૫.પૂ. મનિરાજ શ્રી રાજશેખર વિ.મ. તથા પ.પૂ. મુનિરાજ શ્રી વિનય વિ.મ.ની સાથે થયું. તે ચાતુર્માસમાં આ .સુ.૧૦ ના રોજ તેઓશ્રીનો દેહવિલય થયો. અર્થાત્ કાળધર્મ પામી સ્વર્ગવાસી બન્યા . એજ પુણ્યાત્માની ધર્મભાવનાના પ્રતિક સમા આજે પણ ગામમાં શ્રી કુંથુનાથ ભગવાનનું જિનાલય અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું ઘર દહેરાસર મોજુદ છે. (૩) પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજ સાહેબ જેઓશ્રીના પિતાશ્રી ગુલાબચંદભાઈ તથા માતૃશ્રી એ પુણ્યાત્મા બાલ્યવયથી ધર્મથી સંસ્કારિત અને દીક્ષાની ભાવનાવાળા છતાં કર્મયોગે સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. છતાં ધર્મમય જીવન અને સદ્ગુરુ સમાગમે વૈરાગ્ય જાગૃત થતાં વિ.સં. ૨૦૪૭માં સિસોદરામાં સંયમ સ્વીકારી પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિ મ. સા. ના પ્રશિષ્ય પૂ. આ . ભ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરિ મ. સા. ના શિષ્ય રત્ન બન્યા. મોટીવયે દીક્ષા ગ્રહણ કરી સંયમસાધના-તપ-ત્યાગાદિ ગુણોની પ્રાપ્તિ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધતાં પૃથ્વીતલે વિચરી રહ્યા છે. ધન્ય હો ગુરુભગવંતને ! ધન્ય હો માત-તાતને ! નમન કરીએ લળીલળી. (૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ***
SR No.020748
Book TitleSirival Kaha
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSisodara Shwe Mu Pu Jain Sangh
Publication Year1992
Total Pages312
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy