SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्राद्धदिन० ગ્રંથભંડાર બનાવ્યો. તેઓ ત્યારબાદ સં. ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આચાર્ય મહેન્દ્રસૂરિ મળ્યા. ત્યાર બાદ આચાર્ય- 13મ સૂત્રમ્ દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાત પધાર્યા. આ બાર વર્ષના ગાળામાં આચાર્ય વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસત્યાવાળી ‘વડીપોષાળ'માં રહ્યા. ત્યાં તે ચૈત્યવાસીઓ સાથેનો મીઠો સંબંધ, શ્રાવકો પ્રત્યેનો ગાઢ પ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી-પ્રમાદી બની ગયા હતા. તેમણે આચાર્ય દેવેન્દ્રસૂરિની આજ્ઞા' છોડી, પોતાનો સ્વતંત્ર ગચ્છ બનાવ્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિ પોતાના સંવેગી પરિવાર સાથે ગુજરાતમાં આવ્યા, અને સં. ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આચાર્ય | વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમનો વિનય-સત્કાર કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છોડ્યો નહીં. આચાર્યદેવેન્દ્રસૂરિએ “આ | શિથિલાચારીઓની વડીપોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાનો વિચાર કર્યો. આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઇઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકોને “આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે” તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સોનીના પૂર્વજ “સોની સાંગણ ઓસવાલે” આ બંને શાખામાં કયી શાખા સાચી છે ? તેનો | નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું. શાસનદેવીએ સાંગણ સોનીને જણાવ્યું કે, “આચાર્યદેવેન્દ્રસૂરિ યુગોત્તમ આચાર્ય પુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.'' (ગુર્વાવલી ગ્લો. ૧૩૭-૧૩૮) સંગ્રામ સોની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતો. તેણે આચાર્ય દેવેન્દ્રસૂરિને નાની પોષાળમાં ઉતાર્યા. წიწიწიიიიიიიიიიიიიიიიიიიიიი //BIL For Private and Personal Use Only
SR No.020719
Book TitleShraddhdin Krutya Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages218
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy