SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭. સૃષ્ટિ માટે વિવિધ મતો ----------------- ~ ~~-~અને જ્ઞાનસ્વરૂપ એવા ચરાચરના સ્વામી વિષયરૂપ ઝાંઝવાના જળથી ન લોભાય એમાં નવાઈ શી? સત્ય છે કે આત્માનંદમાં જ રમી રહેલા દેવાધિદેવ શંકરને વિષયરૂપી ઝાંઝવાનું જળ લોભાવી શકતું નથી. તે તો વિશેષ પરિવાર કે આડંબરનો સ્વીકાર કર્યા વગર જ નદી, ભસ્મ, અજિન વગેરે અલ્પ સાધનોથી સદા સંતુષ્ટ રહેનારા છે, જેથી એવા વૃષવાહન પરમાત્માની આરાધના જ શ્રેયસ્કર છે. ઈશ્વરના પુરાણપ્રસિદ્ધ સ્વરૂપ વિષે ઉપર જણાવેલાં સાત સાધને એ પ્રમાણે પુરાણમાં વર્ણવેલાં છે, પરંતુ ખરી રીતે પુરુષ, પ્રધાન, મહત્તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા, ઇંદ્રિયો અને પંચમહાભૂત એ સાત સાત સાધનો જ ઉપર્યુકત સાત સાધનોના સ્વરૂપે, ગુપ્તપણે ભગવાન સદાશિવની સેવા કરી રહેલાં છે, અર્થાત એ સાત તો જ આ જગતરૂપી કુટુંબના ભરણપોષણ માટે પૂરતાં છે એમ સમજી લેવું. શાસ્ત્રો પણ એમ જ કહે છે. સૃષ્ટિ માટે વિવિધ મતો એ રીતે સ્તવનને યોગ્ય એવા ઈશ્વરના સગુણ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે સ્તુતિના પ્રકાર બતાવી સ્તવન કરે છે: ध्रुवं कश्चित्सर्व सकलमपरस्त्वध्रुवमिदं परो धोव्याघ्रौव्ये जगति गदति व्यस्तविषये। समस्तेऽप्येतस्मिन्पुरमथन तैर्विस्मित इव स्तुवन्जि) मि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥ For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy