SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રી શિવમહિમા સ્તોત્ર ઉપાદાનકારણ થઈ શકતું નથી; તે જ પ્રમાણે સ્વરૂપથી અભિન્ન એવા જગતનું પણ તે ઉપાદાન હોઈ શકે નહિ; તે તેના સમાધાન માટે પણ આ મંત્રમાં કહેવું છે કે, જે પ્રમાણે પૃથ્વીમાં સઘળી વનસ્પતિ પૃથ્વીથી અભિન્નપણે ઉત્પન્ન થાય છે, તેમ આ જગત બ્રહ્મમાંથી અભિન્ન ઉત્પન્ન થાય છે. વળી કોઈ એમ કહેશે કે જગત બ્રહ્મથી અત્યંત વિલક્ષણ હોવાથી તેનું ઉપાદાન હોઈ શકે નહિ; કેમ કે બ્રહ્મ તે ચૈતન્ય છે, જ્યારે જગત જડ છે. જેમાં માટીને ઘડો તંતુઓથી વિલક્ષણ છે, માટે ઘડાનું ઉપાદાનકારણ તંતુ હોઈ શકે નહિ. એ તર્કનું નિરાકરણ પણ એમાં જ છે કે જેવી રીતે સજીવ (ચેતનયુકત) પુરુષમાંથી એના સ્વરૂપથી વિલક્ષણ એવા કેશ (લેમ) ઉત્પન્ન થાય છે, તેમ ચરાચર જગતની ઉત્પત્તિ, કોઈ નિમિત્તની અપેક્ષા વિના અક્ષરબ્રહ્મમાંથી જ થાય છે. મતલબ કે બ્રહ્મ જ આ સર્વનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. “પ્રકૃતિ પ્રતિશા દકાન્તાનુરોપના એ બાદરાયણસૂત્રમાં આ વિષય સ્પષ્ટ કરેલ છે તે શાંકરભાષ્ય જોવાથી સમજાશે. વ્યાવહારિક ન્યાય અથવા તર્ક બ્રહ્મના વિષયમાં યોજવો યોગ્ય નથી, કેમ કે એ અનુમાનથી સમજી શકાય એવું નથી; તે તે શ્રુતિ વડે જ સમજવા યોગ્ય છે, માટે શ્રુતિને અનુસરવું અને અનુકૂળ અર્થ કરવો. For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy