SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. ખંડ ૧ લે.] મહીપાળનું શત્રુંજય તરફ ગમન. નેત્રવાળે મનુષ્ય પણ સૂર્ય હોય તો જ સર્વ વસ્તુને જોઈ શકે છે. આવી રીતે તીર્થ ભક્તિની વાસનાવાળા તેણે ગુરૂની પ્રાર્થના કરી એટલે ગુરૂમહારાજે સાથે આવવું કબુલ કર્યું. તત્કાળ રાજકુમાર આનંદ પામી ઉભો થયે, અને ભેરીના નાદથી દિશાઓના સમૂહને સંભ્રમ પમાડતા તે પરાક્રમી પુરૂષ સર્વ સારને લઇને ત્યાંથી ગુરૂ સાથે ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા ચાલતા થડા દિવસમાં સૂર્ય વનમાં આવ્યા. ત્યાં જાતજાતનાં વૃક્ષની છાયા નીચે સૈન્યને નિવાસ કરાવે અને ગુરૂની બતાવેલી વિધિવડે મહાઉત્સવ સહીત સૂર્યકુંડમાં સ્નાન કરીને ચૈત્યમાં જઈ અહંત ભગવંતની પૂજા કરી. તેઓએ એ વખતે મહેદય સંપાદન કર્યો. પછી ત્યાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી વજાઓથી શોભતા રત્નમય વિમાને વિકવ્ય. તે વિમાનેના સમૂહથી આકાશને આચ્છાદન કરતાં સિદ્ધિરૂપી મહેલની અવેદિકારૂપ શત્રુજ્યગિરિ ઉપર તેઓ આવી પહોંચ્યા. ત્યાં જિનપ્રાસાદેની ઉપર ચાત્રાળુ લેકના પુણ્યથી ભરેલા જાણે પૂર્ણ કુંભ હોય તેવા સુવર્ણ કલશેની શ્રેણીને જઈને તેઓ ઘણે હર્ષ પામ્યા. પર્વતની છેક ઉપર આવી ત્રણ ભુવનમાં ઉત્તમ એ તીર્થનાં તથા આદીશ્વર પ્રભુનાં તેઓએ દર્શન કર્યા, જેથી મોક્ષ સુખને આપનારું પવિત્રપણું તેઓને પ્રાપ્ત થયું. તરતજ તેઓએ વિમાનમાંથી ઉતરી હર્ષપૂર્વક રાયણના વૃક્ષને પ્રદક્ષિણા કરી અને જગત્પતિ પ્રભુના પગલાને નમસ્કાર કર્યા. ત્યાંથી પ્રભુના મુખ્ય પ્રાસાદ પાસે આવ્યા. તેને જોઈને જ તેઓનાં અંગ પ્રીતિવડે પૂર્ણ થઈ ગયાં અને આદરથી ઉંચા હાથ કરીને તેઓ નાચવા લાગ્યા. આદિનાથ પ્રભુના દર્શનથી પિતાની આત્માની સ્તુતિ કરતા તેઓએ જે પુણ્ય પ્રાપ્ત કર્યું તે વચનથી કહી શકાય તેવું નથી. પ્રથમ તેમણે ઉત્તમ કિરણવાળા રોથી પ્રભુને વધાવ્યા, પછી પુ ણ્યના ભારથી ઉન્નત એવા તેઓ પૃથ્વી ઉપર આળેટી ભગવંતને નમસ્કાર કેરવા લાગ્યા. ત્યાંથી શત્રુંજ્યા નદીએ જઈ તેમાં સ્નાન કરી અંદરને બહાર શુદ્ધ થયા અને સદ્દગુણી એવા તેમણે પોતાના યશની જેવાં ઉજજવલ વસ્ત્રો ધારણ કર્યો. પછી વિદ્યાના બલવડે નંદનવનમાંથી લાવેલાં પુષ્પવડે ઐલેક્યમાં તિલકરૂપ પ્રભુની પૂજા કરી. એવી રીતે મનના હર્ષથી અને ગુરૂમહારાજના આદેશથી તેએએ ગિરિરાજ ઉપર સર્વ પ્રકારના સુખને આપનારું સર્વ ધર્મ કૃત્ય કર્યું અને છેવટે અતિ હર્ષ ધરી પવિત્ર અને વિચિત્ર પદવાળા અર્થયુક્ત સ્તવનેથી ઉત્કૃષ્ટ સુખને આપનારા પ્રભુની સ્તુતિ કરીને પાપરહિત થયા. તેમજ ગુરૂને પણ ભક્તિથી શુદ્ધ ઉપકરણ વડે પ્રતિલાલ્યા અને અનુકંપાદાન આપી અનેક દીન લેકેને આનંદિત કર્યા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy