SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. મણી લાવ્યું તેને મંત્રીએ સેનાની બત્રીશ જીભ ભેટ આપી. એ હર્ષોત્સવ ચાલે છે એવામાં બીજા કોઈ પુરૂષે આવીને તે પ્રાસાદમાં ફાટ પડ્યાની ખબર કહી. તેને ચશઠ સુવર્ણમય જીભ ભેટ આપી. એ જોઈ પાસે ઊભેલા લેકેએ તેનું કારણ પૂછયું, એટલે મંત્રીશ્વરે કહ્યું કે, મારા જીવતાં ફાટ પડી એ બહુ સારું થયું, અમે તેને ફરી ઉદ્ધાર કરાવશું. પછી સૂત્રધારને બોલાવી ફાટ પડવાનું કારણ પૂછ્યું. તેણે નમ્રતાથી જણાવ્યું કે ભમતીવાળા મંદીરમાં ભરાયેલે પવન જલદી બહાર નીકળી શકતું નથી એ કારણ છે. જે ભમતી વગરને પ્રાસાદ કરીએ તે કરાવનારના વંશની વૃદ્ધિ ન થાય. તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“કેને વંશ સુસ્થિર છે? એતે ભવભવ થાય છે. મારે તે ધર્મ એજ ખરું સંતાન છે. આ મહાકાર્યથી મારું નામ પણ તીર્થોદ્ધારવડે જેમણે ભવને ફેરો મટાડ્યો છે એવા ભરતાદિ રાજાઓની પંક્તિમાં દાખલ થશે. એ પ્રમાણે કહી દિવાલની વચ્ચે સજજડ પથ્થર ઘલાવ્યા. એકંદરે ત્રણવર્ષે તીર્થોદ્ધારનું કામ પૂર્ણ થયું. એ શુભકાર્યમાં ત્રણ કોડમાં ત્રણ લાખ ઓછાં નાણું એમણે ખર્ચા હતાં. વિક્રમ સંવત ૧૨૧૧ ની સાલમાં શ્રી હેમચંદ્રાચાર્ય સમક્ષ મહત્સવ સાથે સોનાના દંડ, કળશ અને ધવજા ચઢાવ્યા.” આ ઉપરથી હાલનું દેરું વાગભટ મંત્રીનું કરાવેલું છે એ સિદ્ધ થાય છે. દેરાને ઓસાર જોતાં પણ ભમતી પુરાવેલી હશે એમ અનુમાન થાય છે. એ પછી બીજા ઉદ્ધાર કરનારાએ દેવળ ફરીથી બંધાવ્યું નથી. આને માટે બીજી લેખી હકીકત કાંઈ જાણવામાં આવી નથી. જે નવટુંકમાં દર્શન કરવા જવાનો વિચાર ન હોય તે મુખ્ય ટુંકમાં દર્શને પૂજા કરી યાત્રાળુઓ આવ્યા તેજ રસ્તે પાછા ઉતરે છે. કેટલાંક બે બે અને ત્રણ ત્રણ યાત્રા પણ કરે છે. બે યાત્રા કરનાર ઘેટી તરફને રસ્તે ઉતરી પાછા ચડેછે. નવટુંકમાં દર્શન કરવા જનારાઓ છેલ્લે ચૌમુખજીની ટૂંકમાં થઈ બીજી તરફને રસ્તેથી ઉતરે છે. યાત્રા કરીને ઉતરનાર દરેક યાત્રાળુઓને તળાટીને વિશ્રામસ્થાને શ્રાવક સમુદાય તરફથી સ્થપાયેલા તલાટી ખાતાતરફથી ભાતું અપાય છે અને તેથી યાત્રાળુ બે ઘડી ત્યાં વિશ્રામ લે છે. કેટલીકવાર યાત્રા કરવા આવનારાઓ પિતાતરફથી પણ ભાતું આપે છે. આ ખાતાને દ્રવ્યવાનું તથા સાધારણ સર્વ મનુષ્ય પોતાની શક્તિ મુજબ મદદ આપ્યા વિના રહેતા નથી. ભાતું સાધારણ રીતે માણસને તૃપ્તિ થાય તેટલું અપાય છે. અગર જેકે યાત્રા કરવાથી આત્માને તે અનાદિ કાળથી લાગેલ થાક ઉતરે છે પણ દેહને સહેજ પણ થાક લાગ્યું હોય તે તલાટને વિશ્રામસ્થાને બેસવાથી, ત્યાંનું નિર્મળ જળ પીવાથી તથા આટલું ભાતું ખાવાથી ઉતરી જાય છે અને યાત્રાળુનું મન પ્રપુલ્લિત થાય છે. એ પર્વતનું અવર્ણનીય માહા ભ્ય, ત્યાંની અલૌકિક રચના, તથા ત્યાં આવનારા યાત્રાળુઓને માટે સારી વ્યવસ્થાએથી યાત્રાળુઓને એ પવિત્ર ભૂમિથી પિતાને સ્થાને જવાની ઈચ્છા જ થતી નથી અને જાય છે તે વારંવાર એ તીર્થનાં દર્શનની ચાહના રહે છે. કેટલાએક ભક્તિવાન મનુષ્ય ગુણસમૂહને પ્રાપ્ત કરાવનારી એ પવિત્ર ભૂમિમાં ૧ કેટલેક ઠેકાણે વિક્રમ સંવત ૧૨૧૩ માં તેમણે ઉદ્ધાર કર્યાનું લખેલું છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy