SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ર જે. યશ, તેજ અને વિનયવાળો, તેમજ નીતિની રીતિને જાણનાર હોવાથી સર્વ ગુણેવડે દેવપાળ કુમારથી આગળ પડતો થયે. એકદા મહીપાળ કુમાર રાત્રિ અવશેષ રહી ત્યારે એકાએક જાગે, તે વખતે તેણે શીકારી પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં રહેલે પિતાને છે. ત્યાં મનની અવ્યવસ્થિત સ્થિતિમાં તેણે કઈ ઠેકાણે ડુક્કરના ટાળાં, કોઈ ઠેકાણે ગજેંદ્રોની ઘટા અને કોઈ ઠેકાણે સિંહને સંચાર જે. ડીવારે સ્વસ્થ થઈને તે વિચારવા લાગે-“અહો ! આ શું ભ્રમ હશે ? અથવા શું સ્વમ હશે ? કે મારા ચિત્તમાં કાંઈ ફેરફાર થયે હશે ? અથવા શું આ ઇંદ્રજાળ હશે કે કોઈ વિચિત્ર દેવકૃત ચરિત્ર હશે ? રાત્રે સંગીતરસના સ્વાદમાં અને કામિનીની ક્રીડામાં મશગુલ થઈને હું મારા મહેલની અગાશીમાં સૂતા હતા, ત્યાંથી અહીં શી રીતે આવ્યો ? આ તો કોઈ વન જણાય છે.” એમ વિચારી આગળ ચાલ્ય; તેવામાં “હે મિત્ર! હું તને હરણ કરીને અહીં લાવ્યો છું માટે ભય પામીશ નહીં.” એવી કોઈની વાણી તેના સાંભળવામાં આવી. આ વાણી ક્યાંથી આવી ? એમ ધારી તેના માર્ગને શોધતો તે એક મહેલમાંથી બીજા મહેલની જેમ વૃક્ષની ઘટામાં અત્યંત ખિન્ન થઈને ફરવા લાગે. ફરતાં ફરતાં એ વનના મધ્યભાગમાં એક મેટે પ્રાસાદ તેને જોવામાં આવ્યું. એ મહાપ્રાસાદ ચંદ્રકાંત મણિનાં કિરણોથી કોઈ ઠેકાણે શરદઋતુના મધની કાંતિને ધારણ કરતો હતો, કઈ ઠેકાણે ઈંદ્રનિલમણની શ્રેણીરૂપ કેશવેણથી દીપતો હતે, કોઈ ઠેકાણે પધરાગમણિઓની પ્રભાથી ગર લાગતો હતો, કોઈ ઠેકાણે સુવર્ણના કળશથી કલ્યાણમય જણાતો હતો, જાણે નેત્રી હોય તેવા ગવાક્ષોથી સહસ્ત્રનેત્રનું આચરણ કરતો હતો, વા'ના કીર સમૂહવડે પ્રૌઢપણાથી સર્વ ભૂમિધરને વિજય કરતો હતો, પતાકાઓથી વિજાતે હતો, અને રતોથી તે ઉષ્ણતાનું આચરણ કરતા હતા. આવા મહેલને જોઈને, શિકારી પ્રાણુઓથી ભરપૂર અરણ્યમાં આ પ્રાસાદ કયાંથી ? એમ તેને વિરમય થયે. પછી “આ પ્રસંગે આગળ આવેલે પ્રાસાદ દૃષ્ટિવિનેદને માટે જોઉં તો ખરો” એમ ચિંતવી કુમાર પ્રાસાદ તરફ ચાલ્યું. “આ માળ રમણુક છે તેનાથી આ વધારે રમણુક છે' એવી રીતે દરેક માળમાં નવી નવી વિશેષ સૌંદર્યતા જેતે તે ઉપર ચડવા લાગે. અનુક્રમે એ સાત્વિકશિરોમણિ કુમાર તેની અગાશી ઉપર આવ્યું. ત્યાં પદ્માસન વાળીને બેઠેલે એક ગીપુરૂષ તેના ૧ ગોખ અથવા ઝરૂ. ૨ હીરા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy