SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] સૌભાગ્યમંજરીની કથા. ૪૭૭ પરંતુ વાનરી જેવા મુખવાળી એક પુત્રીને જન્મ આપ્યા. તેને જોઇને રાજા મનમાં વિસ્મય પામ્યા. રિષ્ટની શંકા થવાથી રાજાએ સર્વત્ર શાંતિકર્મ કરાવ્યું, ચૈત્યે ચૈત્યે દેવપૂજા કરાવી અને સત્પાત્રોનું અર્ચન આચર્યું. પ્રતિદિન રાજગૃહમાં વધતી જતી એ સુંદર પુત્રી અનુક્રમે અંગમાં લાવણ્યતાનું પોષણ કરવા લાગી. તે સુભગાત્તમ કન્યાનું સૌભાગ્યમંજરી એવું નામ પાડયું. અનુક્રમે તે ચાસઠ કળામાં પ્રવીણ થઈ. એક વખતે રાજસભામાં રાજાના ઉત્સંગને અલંકૃત કરીને તે બેડી હતી, તેવામાં કાઈ વિદેશી પુરૂષ રાજાની સભામાં આન્યા. તેણે સર્વ તીર્થના મહિમાનું કીર્તન કરવા માંડયું. પ્રથમ પુંડરીકગિરિનું માહાત્મ્ય કહીને પછી તે સંસાર તારણ અને પુણ્યનું કારણ એવું રૈવતગિરિનું માહાત્મ્ય કહેવા લાગ્યા-ઢે રાજા! આ જગતમાં પુણ્યના સંચયને પ્રગટ કરનાર, દુઃખદારિદ્રને દૂર કરનાર અને પાપથી નહિં જિતાય તેવા રૈવતગિરિ જય પામે છે. સર્વ પ્રકારના કલ્યાણનું નિર્માણ કરવામાં પ્રવીણ એવા એ રૈવતગિરિપર રહેવાથી આ ભવમાં કે પરભવમાં-બંને ભવમાં દારિદ્ર તથા પાપના ભય લાગતા નથી. તે ગિરિનાં પવિત્ર શિખરો,સરિતાઓ, નિઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારાં છે. હું રાજા ! એ પવિત્ર ગિરિપર નેમિનાથની સેવાને માટે આવેલા દેવતા સર્વ સુખના સ્થાનભૂત સ્વર્ગને પણ સંભારતા નથી. આવી રીતે રૈવતાચલના માહાત્મ્યને સાંભળતી સૌભાગ્યમંજરી પૂર્વભવનું રમરણ થવાથી તત્કાળ મૂછો પામી ગઈ. ધણા શીતેપચાર કરવાથી સચેતન થઇ હર્ષ ધરીને તે પેાતાના દુઃખી પિતાને કહેવા લાગી—હૈ તાત! આજે મારે મહાનગળીક છે, તેનું કારણ સાંભળેા. પૂર્વભવે રૈવતાચલ ઉપર હું એક વાનરી હતી. તે વખતે સદા ચપલતાથી અવિવેકીપણે સર્વ શિખરો, વૃક્ષા અને સરિતામાં ફરતી હતી. એ ગિરિના મુખ્ય શિખરથી પશ્ચિમ દિશામાં એક અમલકીર્ત્તિ નામે નદી છે. નાનાપ્રકારના પ્રભાવાવાળા અનેક દ્રઢાથી ભરપૂર એ નદી શ્રી નેમિનાથની દૃષ્ટિથી પવિત્ર થયેલી છે. અન્યદા અનેક વાનરોની સાથે હું વૃક્ષામાં સ્વેચ્છાએ ક્તી ( વાનરી ) જાતિની ચપલતાને લીધે ત્યાં આવી. ત્યાં ફલિત થયેલા આંબાની મેાટી લતાના તંતુથી કંઠ બંધાઈ જવાને લીધે તિર્યંચના ભવથી કલંકિત એવા પ્રાણને મેં ક્ષણવારમાં છેડી દીધા. ત્યાંથી મરણ પામીને તીર્થમાં નિવાસ કરવાના પ્રભાવથી હું તમારી પુત્રી થઈ છું. આ મારા શરીરમાં જે આશ્ચર્યકારી વિચિત્રતા થઇ છે, તેનું કારણ હવે સાંભળેા. તે વાનરીનું મસ્તક લતાપાશથી બંધાએલું હતું, તે નમતું નમતું માત્ર મસ્તક વિના બધું શરીર એ અમલકીર્ત્તિ નદીમાં પડ્યું. તેથી હું હું સર્વ અંગમાં લાવણ્યથી મંડિત થઇ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy