SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩.] ભગવંતે કહેલું રાશેઠનું વૃત્તાંત. ૪૬૯ “માન છે. આ ગિરિ બીજા પણ એવા એવા કુંડનું ઉત્પત્તિસ્થાન છે કે જેમાં છ “માસ માત્ર નાન કરવાથી પ્રાણુઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે.” આ પ્રમાણે શ્રીનેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરનારગિરિને મહિમા સાંભળીને પુણ્યવાન સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા. પછી કૃષ્ણ પૂછ્યું “હે પ્રભુ! આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલે કાળ રહેશે અને પછી કયાં કયાં પૂજાશે ?' પ્રભુ બોલ્યા “જયાં સુધી તમારું નગર રહેશે ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે અને પછી કાંચનગિરિપર દેવતાઓથી પૂજાશે. અમારા નિર્વાણ સમય પછી અતિ દુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે. ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત નામે એક ઉત્તમ અને સારી વાસનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રૈવતગિરિપર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ ત્રણ હજાર, બસે ને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમા કાળમાં તેને સમુદ્રમાં રાખીને ઘણું દેવતાઓ તેની પૂજા કરશે અને પછી બીજા દેવતાઓ પૂજશે.' આપ્રમાણે સાંભળી કૃષ્ણ પૂછ્યું કે “એ પુણ્યવાન રત્ન વણિક કોણ થશે કે જે એ પ્રતિમાની પૂજા કરશે ?' આવી કૃષ્ણની વિજ્ઞપ્તિ સાંભળીને જગદગુરૂ નેમિનાથ પ્રભુ બેલ્યા “હે કૃષ્ણ! તમારી સ્થાપેલી પ્રતિમાની પૂજા જયારે બંધ થશે, તે સમયમાં જૈનધર્મમાં ધુરંધર વિમલનામે એક રાજા થશે. એ રાજા વિચિત્રવર્ણથી નિર્મલી મારી મૂર્તિને એક કાષ્ટના પ્રાસાદમાં સ્થાપન કરશે. તે પ્રતિમાનું ત્યાં પૂજન પ્રવર્તતું હશે તેવા સમયમાં સૌરાષ્ટ્ર દેશમાં કાંડિલ્ય નામના નગરમાં રત નામે એક ધનાઢ્ય વણિક થશે. હે કૃષ્ણ! તે વખતે બાર વર્ષનો દુકાળ પડશે, તેમાં ઘણાં પ્રાણીઓ પ્રાણ છેડી દેશે. તે રસશેઠ પણ સ્થિતિરહિત થઈ જવાથી સૌરાષ્ટ્ર દેશને છોડી દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મિરમાં આવીને રિથતિ કરશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરીને વ્યયવડે તેનું ફળ મેળવવાની ઈચછાએ અહંતની પૂજાને માટે ભક્તિથી તે સંધની પ્રાર્થના કરશે. સંધજનોએ વિશેષ ઉત્સાહિત કરેલ રત હર્ષના ભારથી ઉજજવળ થઈદેવાલયમાં રહેલા ચલિત પ્રભુની પૂજા કરતો સંધ લઈને ત્યાંથી નીકળશે. માર્ગમાં નગરે નગરે પ્રભુના નવીન પ્રાસાદો કરાવત અને આનંદસૂરિ નામે ગુરૂની પૂજા કરતે ચાલશે. રસ્તે ભૂત, વ્યંતર, વૈતાળ, રાક્ષસ અને યક્ષોથી થતાં સંધનાં વિોને અંબિકાના ધ્યાનથી નાશ કરશે. અનુક્રમે પિતાને નગરે આવી, ભક્તિથી ત્યાંના સંઘને નિમંત્રણ કરી, શત્રુંજય પર પ્રભુને નમીને રૈવતાચલે આવશે. જે ઠેકાણે મને જ્ઞાન થયું છે તે સ્થાને આવી, For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy