SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. વૃત્તિને મંદ કરનારાં એ દુઃખને નરકના દુઃખથી પણ અધિક માનવા લાગે. તેના શરીરમાંથી પરૂ ઝરતું હતું, લાળ પડતી હતી, સર્વ ધાતુ સુકાઈ ગઈ હતી, અને દુર્ગધમાં લુબ્ધ થયેલી મક્ષિકાએ આસપાસ ગણગણતી હતી. એવી સ્થિતિવાળા અને માર્ગમાં લોટતા તે ગમેધને જોઈને કોઈ શાંતમુનિ તેના પ્રત્યે કહેવા લાગ્યા “હે ભદ્ર ! ધર્મની બુદ્ધિથી અને કુગુરૂએ બતાવેલા મિથ્યા લાભથી તે યજ્ઞમાં જે ઘણું પ્રાણીઓને ઘાત કર્યો છે, તેથી ઉગેલા ઉગ્ર પાપરૂપ વૃક્ષને અહીં તે પુબ્ધ માત્ર ઉગ્યાં છે, બાકી તેનાં ફળ તો દુર્ગતિમાં પડીને પ્રાપ્ત કરીશ. તેથી હજી પણ જે આ દુઃખથી ભય પામે છે તે શુભકર્મમાં સારરૂપ અને જીવરક્ષામય શ્રીજિનવચનને આશ્રય કર અને સર્વ પ્રાણુઓ પાસે પિતાના અપરાધની ક્ષમા માગ. સર્વેમાં સારભુત તત્ત્વ એજ છે. વળી તારા પૂર્વોક્ત પાપની શાંતિમાં સમર્થ, સર્વ સમૃદ્ધિ અને લબ્ધિવાળા દેવતાઓના વૃંદને સેવવા ગ્ય અને સેંકડો જિનાલયેથી જેને પૃષ્ઠભાગ પવિત્ર છે એવા રેવતાચળનું મનમાં સ્મરણ કર.”–આવાં તે મુનિનાં વચન સાંભળી ગેમેધ સમતારૂપ અમૃતથી પૂર્ણ, સંકલ્પ વિકલ્પરહિત અને પીડાથી રહિત થઈ તત્કાળ મૃત્યુ પામે, અને ક્ષણવારમાં ઉત્તમ ઋદ્ધિવડે પરિપૂર્ણ યક્ષપણે ઉત્પન્ન થયે. મુનિશ્રેષના વચનથી કૈલજ્યપતિ પ્રભુના અસંખ્ય ગુણનું સ્તવન કરતો અને તેથી પવિત્ર મુખને ધારણ કરતો તે યક્ષ ત્રણ રતના આધારરૂપ ધર્મથી અધિવાસિત થે. પછી ત્રણ વામ ભુજાઓમાં શક્તિ, ફૂલ અને નકુલ તથા ત્રણ દક્ષિણ ભુજામાં ચક્ર, પરશું અને માતુલિંગને ધરનારો અને મનુષ્યને વાહનપર બેસનારે તે ગમેધ નામને યક્ષ અંબિકાની જેમ ભક્તિથી ઉત્તમ પરિવારને લઈને રેવતાચળ પર રહેલા નેમિનાથ પ્રભુની પાસે આવે, અને તેમને પ્રથમ ઉપકાર માનીને પ્રણામ કર્યો. ત્યાં પ્રભુનાં વચન સાંભળીને તે પ્રતિબોધ પામે; અને ઇંદ્રની પ્રાર્થનાથી તે નેમિનાથનાં શાસનમાં અંબિકાની જેમ લેકને સર્વ ઇચ્છિત અર્થને આપનાર અધિષ્ઠાતાની પદવીએ રહ્યો તે સુમયે શ્રીનેમિનાથને નમસ્કાર કરી અંજળિ જોડીને ઇંદ્ર પુછ્યું- હે સ્વામી! આ વરદત્ત કયા પ્રશ્યથી તમારા ગણધર થયેલા છે !' આ પ્રશ્ન સાંભળીને કપાળ પ્રભુ ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે બોલ્યા. ગઈ ઉત્સર્પિણમાં સાગર નામે ત્રીજા તીર્થકર ઉત્તમ જ્ઞાનને ધારણ કરીને “પિતાના ચરણની રજથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરતા હતા. અન્યદા તે પવિત્ર વાણવાળા જિનેશ્વર ચંપાપુરીના ઉધાનમાં સમોસાર્યા. દેશનાની અંદર લેકપુરૂષના “વિચારને પ્રસંગ ચાલતાં સર્વ વિશ્વને જાણનાર પ્રભુએ મોક્ષસ્થાનસંબંધી પવિત્ર ૧ ચૌદ રાજલોકરૂપ પુરૂષાકૃતિ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy