SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] અંબિકાએ ફુવામાં પડી, કરેલ મનુષ્યદેહ ત્યાગ. ૪૬૩ સ્ખલિત થતી નદી, વૃક્ષ અને કાટરની અંદર તેના આર્યેા પ્રતિધ્વનિ સાંભળીને આગળ ચાલતી અંબિકાએ મુખકમળ વક્ર કરીને જોયું, ત્યાં તે તેણે સેામદેવભટ્ટને પેાતાની પાછળ આવતા જોયા. એટલે તે વિચારવા લાગી કે—અરે ! અગ્નિને પવનની જેમ મારા કાઈ અકારણ વૈરીએ પ્રેરેલા આ સામદેવ ક્રોધ કરીને મારી ઉપર આવે છે. હવે આ વનમાં હું કેાનું શરણ લઇશ. એ નિર્દય પુરૂષ હમણાંજ મને ખળાત્કારે પકડીને મારથી હેરાન કરશે. અહીં કાઇ પણ મારા ત્રાતા નથી, અનાથ અને આકાશમાંથી પડેલની જેમ અહીં હું એકલી શું કરીશ ? અથવા અહીંથી જઇને ગૃહસ્થાવાસમાં દાસવૃત્તિએ રહી મારે જીવવાની ઇચ્છા શામાટે રાખવી? મેં મુનિદાનવડે જે પુણ્યદ્રષ્ય ઉપાર્જન કરેલું ાય, તેજ મારે પરલેાકના પ્રયાણમાં ઉપયોગી થાઓ. આ દૂર પુરૂષ કર્થના કરીને મને મારશે તે તે પેહેલાં હું મારા પ્રાણને સ્વેચ્છાથી છેડી દઉં. ' એવા વિચાર કરી પડીને મરવાની ઇચ્છાએ તે કાઈ મેટા કુવાના કાંઠાઉપર આવીને ઊભી રહી. પછી તે વિચારવા લાગી કે—“મુનિદાનના પ્રભાવથી શ્રી જિનેંદ્રના ચરણ, સિદ્ધ, પાપના ભારને હરનારા તે બે મુનિ, અને ઢયાના ઉદયવાળા ધર્મ-તેનું મારે શરણ થાઓ. બ્રાહ્મણ, દરિદ્રી, કૃપણુ, ભિન્ન, મ્લેચ્છ, કલંકી, અને અધમ કુળમાં તેમજ અંગ, બંગ કુરૂ, કચ્છ અને સિંધુ વિગેરે. દેશમાં મારા જન્મ થશે। નહીં. યાચકપણું, મૂર્ખપણું, અજ્ઞાનીપણું કૃપપણું, મિથ્યાત્વ, સેનાપતિપણું, વિષ, અસ્ર તથા માઢિ રસ પદાર્થોના વ્યાપાર અને પ્રાણીઓને ક્રયવિક્રય મને કાઈ ભવાંતરમાં પ્રાપ્ત થશે નહીં. આ દાનના પ્રભાવથી દેવ, ગુરૂ અને ધર્મ-એ ત્રણ રત્નાને જાણનારા, દેવના પૂજનારા, દાતાર, અધિકારી, ધનાઢય, અને શુભ અશુભને એળખનાર એવા કુળમાં તથા સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મિર, અને દક્ષિણ દિશાના દેશમાં મારા જન્મ થજો. તેમજ મને ધનાઢચતા, દાતૃતા, આરોગ્યતા અને ઇંદ્રિયાનું સંપૂર્ણપણું પ્રાપ્ત થજો, અને પ્રાણીપર અનુકંપા, આત્તેજનની રક્ષા અને યાગના આશ્રય મળજો. ” આવી રીતે સત્યાશ્રય કરી, શ્રી જિનેશ્વરનાં ચરણકમળમાં પેાતાનું ચિત્ત જોડી, સાહસથી જેનું અંગ શાભિત છે એવી તે અંબિકાએ બે પુત્રોની સાથે સહસા તે કુવામાં ઝંપાપાત કર્યો. તત્કાળ ખીજા વેષમાં આવેલી નહીં હાય તેમ તે અંબિકા મનુષ્યદેહ છેાડી દઈ, દેહની કાંતિથી કિરણાને વિસ્તારતી અને બંને પુત્ર સાથે આનંદી મુખકમળ ધરતી વ્યંતર દેવાને સેવવા ચાગ્ય દૈવી થઈ. તેને કુવામાં પડતી જોઈને નહિ નહિ’ એમ પાકાર કરતા સામદેવ જેવા કુવાપાસે આવી પહોંચ્યા, તેવામાં તા પુત્રસહિત જેના અંગાવયવ વિશીર્ણ થઈ ગયા છે એવી અંબિકાને તેણે કુવામાં ૫ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy