SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ સર્ગ ૧- મો. અશોકચંદ્રની કથા. વિકલ્પથી પડ્યા કરે છે. જીવ તેનાં વિપાકને ભગવ્યા વિના કે રેવતગિરિની શુદ્ધભાવે સેવા કર્યાવિના એ કર્મનાં પાંજરામાંથી મુક્ત થઈ શકતું નથી.” આ પ્રમાણે કહીને તેઓ વિરામ પામ્યા પછી અશોકચંદ્ર શુદ્ધ ભક્તિપૂર્વક ચિત્તની અભિલાષાથી રૈવતગિરિએ આવ્યું અને ત્યાં સ્થિર થઈને તપસ્યા કરવા લાગે. કેટલેક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબાદેવીએ પ્રીતિ સહિત તેની પાસે આવી જેના સ્પર્શથી લેહનું સુવર્ણ થાય તેવો એક સ્પર્શમણિ આપે. તે લઈ પિતાને નગરે જઈ ઘણું માણસો રાખી, દ્રવ્યના બળથી રાજ્ય મેળવી અશોકચંદ્ર સર્વ સુખ ભેગવવા લાગે. એકદા તે ઉત્તમ બુદ્ધિવાળે અશોકચંદ્ર ચિત્તમાં ચિંતવવા લાગે કે “આ સર્વ રાજ્યને, દ્રવ્યને, સમગ્ર સ્ત્રીઓને અને મારા જીવિતને ધિક્કાર છે કારણ કે જે અંબિકાના પ્રસાદથી મેં આ સર્વ ઉપાર્જન કર્યું, તે અંબિકાનું તો હું પાપી મરણ પણ કરતા નથી કે ત્યાં જઈને તેને નમતે પણ નથી.” આવો વિચાર કરીને અન્યદા અચલ ચિત્તવાળો અશચંદ્ર સંઘની સામગ્રી એકત્ર કરી સર્વને દાન આપતો સ્વજનની સાથે ત્યાંથી ચાલ્યું. કેટલેક દિવસે તે શત્રુજ્ય પર આ બે, ત્યાં વિધિવડે પ્રભુની પૂજા કરીને ત્યાંથી રૈવતાચલે આવી પહોંચ્યા. ત્યાં ગજેંદ્રપદ વિગેરે કુંડનાં જળથી પિતે સ્નાન કરતો અને નેમિનાથ પ્રભુને નાત્ર કરાવતો વિવિધ પુષ્પોથી પૂજા કરવા લાગે. પછી જગન્માતા અંબિકાની ભક્તિથી આદર સહિત પૂજા કરીને પ્રીતિપૂર્વક ચિત્તમાં વિરક્ત થઈને ચિતવવા લા ગે “શ્રી નેમિનાથ દેવ અને આ અંબિકાના મોટા પ્રસાદથી મેં ત્રણસો વર્ષ સુધી રાજ્ય કર્યું હવે એ રાજય ઉપર પુત્ર બેસો અને મારે શ્રી નેમિનાથની પાદુકાનું શરણ થાઓ.” પછી પુત્રને દેશમાં મોકલી તત્કાળ રાજયપર બેસાર્યો, અને પોતે દિક્ષા લઈ અંતે શુભ ધ્યાનવડે મોક્ષને પ્રાપ્ત થશે.” જાંગલ શિષ્ય કહે છે તે જટિલ ગુરૂ! આ સર્વ મેં પ્રત્યક્ષ જોયું છે, તેથી હું જાણું છું કે એ રૈવતાચલજ મોટું તીર્થ છે, તેના જેવું બીજું કોઈ તીર્થ નથી; જે તીર્થની સેવાથી પુરૂષ આ લોકમાં સર્વ સંપત્તિ અને પરકમાં પરમપદને પામે છે; વળી જેની સેવાથી પાપી પ્રાણુઓ પણ સર્વ કર્મને સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે. આકાશમાં ઉડતા પક્ષીઓની છાયા પણ જો એ તીર્થને સ્પર્શ કરે છે, તે તેઓ દુર્ગતિને પ્રાપ્ત કરતા નથી, તે એ તીર્થના સહવાસીઓની તો વાર્તા જ શી કરવી ?' આ પ્રમાણે જગલના મુખથી રૈવતગિરિને મહિમા સાંભળી ત્યાં રહેલા For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy