SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. સર્વ દૈવતમય ગિરિરાજને દૃષ્ટિવડે દેખે છે. સર્વદા સર્વદાયક એ એ ગિરિ જાણે સર્વ પર્વતને રાજા હોય તેમ જણાવવાને ચમરી મૃગો ચામરથી સર્વકાળ તેને વિજયા કરે છે. જે ગિરિમાં આપલ્લવ વૃક્ષોમાંજ હતા, અંધકાર ગુફાઓમાંજ હતું, જડતા સરોવરમાંજ હતી, દુવર્ણ ધાતુઓમાંજ હતાક્રિજિહપણું સમાજ હતું, કુમુદાકર જળમાંજ હતો, કઠિનતા પાષાણામાંજ હતી, ઉગ્રપણું તપસ્યામાંજ હતું, ચપળતા લતાઓમાંજ હતી, પક્ષપાત પક્ષીઓમાંજ હતા, પ્રદેષ રાત્રિના મુખમાંજ હતો, અને ભય પાપમાંજ હતો. જે ગિરિમાં આહાર છોડી, શુભ આચાર પાળી, કામદેવને જીતનારા અને મનને હરનારા મુનિઓ અને દેવતાઓ નિત્ય નેમિનાથને નમે છે; જયાં અપરિમિત ધ્યાનવડે મનને ગ્લાનિ કરતા અને જ્ઞાનના ઉદયથી શોભતા એવા મુનિઓ નિત્ય મહાન અહંત પ્રભુનાં તેજનું ધ્યાન કરે છે; પવનને પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા ભેગીઓ જ્યાં અહંતપદની ઉપાસના કરતા દૃષ્ટિએ પડે છે; અસરાઓના ગણ, ગંધ, સિદ્ધપુરૂષ, વિદ્યાધરે, અને નાગકુમાર નિમેળ હૃદયથી જયાં સદા નેમિનાથ પ્રભુની સેવા કરે છે, જે પવિત્ર પર્વત ઉપર માર અને મૂષક, સિંહ અને હાથી, સર્પ અને મયૂર, પરસ્પરનાં જાતિવૈરને શાંત કરીને રહેલા છે, જ્યાં મણિઓની કાંતિવડે સૂર્ય અને ચંદ્ર જે ઉદ્યોત સર્વતઃ રહેલે હેવાથી સર્વ પ્રદેશમાં રાત્રિએ અને દિવસે ખુલ્લીરીતે સંચાર થઈ શકે છે જયાં સર્વ ગ્રહ નજીક ઉદયના મિષથી શ્રી નેમિનાથ પ્રભુને અવિરેાધે નિત્ય પ્રદક્ષિણ ફર્યા કરે છે, જયાં વસંતાદિ છએ ગડતુઓ શ્રી નેમિનાથને નમવાને માટે એક એકની સ્પર્ધા કરતી હોય તેમ પિતાને કમ છોડી સદૈવ પ્રવર્તે છે; ચંદ્રકિરણેના સ્પર્શથી ઝરતા ચંદ્રકાંત મણિના જળવડે મનહર દ્રહને ઉલ્લાસતી નદીઓ જયાં શોભી રહી છે; સૂર્યનાં કિરણો વડે સૂર્યોપલમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે જયાં પ્રાણુઓનાં કર્મરૂપ ઘાટાં ઇંધણાંઓ બળી જાય છે, પિલા વાંસના વાઘથી, કિંનરોનાં ગીતથી અને નિઝરણાના ઝણકારાથી પિતાની મેળે ઉત્પન્ન થયેલું ત્રણ પ્રકારનું સંગીત હંમેશાં જેની સેવા કરે છે, જેની તરફ ચારે દિશાઓમાં ચાર ગતિરૂપ ભવદુખથી રક્ષા કરવામાં ચતુર એવા પર્વતો શોભી રહ્યા છે, જેની ચારે દિશાઓમાં ઉલ્લાસ પામતા સ્વચ્છ જળવડે પાપરૂપ મોટી ૧ સર્વ વસ્તુઓને આપનાર. ૨ માતૃ-વિપત્તિને ૨૦-ભાગ–એવો પદફ્લેષ કરતાં વિપત્તિને ભાગ કોઈ પ્રાણીઓમાં હતો નહિ; વૃક્ષોમાજ માપદૃવ-ચારે બાજુ પો હતા. ૩ બે જીભ - વાપણું પક્ષે પિશન–ચાડી આપણું. ૪ પોયણાને સમૂહ તે જળમાંજ હતો, કુ એટલે નઠારો મુદ એટલે હર્ષને સમૂહ અન્યત્ર નહોતો. પ પક્ષ પાંખો તેનું પડવું તે પક્ષીઓમાંજ હતું. મનુષ્યમાં પક્ષપણું એટલે અમુક બાજુપર ઢળી જવાનું હતું નહિ. ૬ સાયંકાળ રાત્રીની શરૂઆતમાંજ હતો. પક્ષે પ્ર ઉત્કૃષ્ટ દોષ અન્યત્ર નહોતો. ૭ ભરતી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy