SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.] રામનું અયોધ્યામાં આગમન, રાજ્યારોહણ અને શત્રુંજયનો ઉદ્ધાર કર૭ પદને પામ્યા, ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિને પામે, ત્યાં પૃથુરક્ષિત નામે તીર્થે થયું. પછી શુભ દિવસે રામ, સીતા અને લક્ષ્મણ સહિત સુગ્રીવાદીક સેવકોની સંમતિથી પુષ્પક વિમાનમાં બેસી, રથાને સ્થાને અનેક આશ્ચર્ય જોતાં જોતાં અનુક્રમે ઊંચી કરેલી અનેક ધ્વજાઓથી શોભિત એવા અધ્યાપુરની પાસે આવ્યા. એ ખબર સાંભળીને ભરતે ગજેંદ્રઉપર બેસી શત્રુન્નબંધુને સાથે લઈ મોટા ઉત્સવપૂર્વક સામા આવીને રામના ચરણમાં નમસ્કાર કર્યો. રામ અને લક્ષ્મણે વિનયથી બંધુઓને આલિંગન કર્યું. પછી વૃદ્ધ સ્ત્રીઓએ વધાવેલા તેઓએ હર્ષથી અયોધ્યાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રથમ બન્ને ભાઈ આનંદથી અપરાજિતા પ્રમુખ સર્વ માતૃવર્ગને પગે લાગ્યા. ભરત થાપણની જેમ રામને અધ્યાનું રાજ્ય અર્પણ કરી પિતે ભક્તિથી મેહિત થઈ દાસની જેમ વર્તવા લાગે. એકદા ભરતે દેશભૂષણ નામના મુનિની પાસે પિતાને પૂર્વભવ સાંભળીને આગ્રહ કરી દીક્ષા લીધી. પછી ગુરૂના મુખથી શ્રી શત્રુંજયગિરિને મહિમા સાંભળી એક હજાર મુનિની સાથે ભરતમુનિ યલપૂર્વક તે તીર્થ તરફ ચાલ્યા. અનુક્રમે સિદ્ધાચળતી આવી શ્રી ગષભ પ્રભુને નમી તેમના પ્રભાવનું હૃદયમાં સ્મરણ કરતા ધ્યાનમાં સ્થિત થયા. પ્રાંતે સર્વ કર્મને ખપાવી, કેવળજ્ઞાન પામી, ભરતમુનિ સહસ્ત્ર મુનિઓની સાથે તેજ સ્થળે અવ્યયપદ ને પ્રાપ્ત થયા. રામ અને લક્ષ્મણે તે તીર્થે આવી યાત્રા, ઉદ્ધાર તથા વજાદિક પુણ્યકૃત્ય કરી વારંવાર તે તીર્થની ઉદ્દઘોષણા કરી. અન્યદા સીતાની ઉપર આવેલા અપવાદને અગ્નિ જળરૂપ થઈ જવાના દિવ્યવડે તેણે દૂર કર્યો, અને પછી તે વ્રત લઈ તપસ્યા આચરીને અમ્યુરેંદ્ર થયા. શ્રીશૈલ (હનુમાન) પણ પિતાનું રાજ્ય પુત્રને આપી વૈરાગ્યથી દીક્ષા લઈ ચિરકાળ પાળીને મોક્ષે ગયા. એકદા ભ્રાતૃસ્નેહની પરીક્ષા કરવા માટે બે દેવોએ આવી લક્ષ્મણને રામના મરણની વાર્તા કહી, તેના શેકશલ્યથી લક્ષ્મણ તત્કાળ મૃત્યુ પામી ગયા. તે ખબર સાંભળી રામના પુત્ર લવણ અને અંકુશ વૈરાગ્યથી દીક્ષા લઈ અનુક્રમે શિવસંપત્તિને પ્રાપ્ત થયા. જટાયુદેવે કરેલા પ્રતિબોધથી લક્ષ્મણનું મૃતકર્મ કરી રામે અનંગદેવને રાજય આપ્યું, અને પિતે શત્રુ સુગ્રીવ અને વિભીષણ પ્રમુખ સોળ હજાર રાજાઓની સાથે જ્ઞાનથી દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને કરનારા રામમુનિ સર્વ ઠેકાણે વિહાર કરતા કરતા કટિશિલાએ આવ્યા. ત્યાં ધ્યાન ધરવાવડે તેઓ કેવળજ્ઞાન પામ્યા. પછી પુંડરીક પ્રમુખ તીર્થોમાં વિહાર કરી, ૧ કૌશલ્યા (રામચંદ્રની માતા). ૨ મોક્ષ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy