SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.]. રામ રાવણનું તુમુલ યુદ્ધ. ૩ર૧ તમને પ્રતીતિ ન થતી હોય તો રામના દૂત તરીકે આવેલા તેના એક સેવક– હનુમાને જે કરી બતાવેલું છે તેનું સ્મરણ કરે. જેને કોપ છતાં પણ ક્ષમા છે, બળ છતાં પણ નીતિ છે અને જે લધુ છતાં પણ ઉદયવાળા છે એ રામ સદા વિજયી છે.” શત્રુની પ્રશંસાથી ક્રોધ પામેલા રાવણે વિભીષણને લંકામાંથી કાઢી મૂક્યા, એટલે તેણે આવીને વત્સલ એવા રામનું શરણ લીધું. વિભીષણની પછવાડે રાક્ષસે અને ખેચની ત્રીશ અલૈહિણી સેના નીકળી, તેને રામે પ્રીતિથી બોલાવી. પછી વિભીષણને લંકાનું રાજય આપવાની કબૂલાત આપીને સૈન્યથી પૃથ્વીને કેપાવતા રામે લંકાનગરીને વીંટી લીધી. તે સમયે રાવણના કેટિગમે બળવાન સુભટ ભુજાટ કરતા કરતા નગરીની બહાર નીકળ્યા. શિલા, વૃક્ષ અને લેહના અસ્ત્રો પરસ્પર પંકવાવડે રામ અને રાવણના સૈનિકોની વચ્ચે ઘણું વખતસુધી દારૂણ યુદ્ધ ચાલ્યું. બાણ અને પાષાણેના સંપર્કથી ઉઠેલા અગ્નિ વૃક્ષને બાળ રણતીર્થ મૃત્યુ પામેલા વિરેના મૃતસંકારને માટે થઈ પડ્યો. તે મોટી લડાઈમાં પરસ્પર જ્ય મેળવવાની ઈચ્છાએ સુભટ અતિ ઉદ્ધત થવાથી જ્યલક્ષ્મી દેલાયમાન થવા લાગી. જ્યારે વિજય થવામાં કાંઈક સંદેહ થયો ત્યારે રામે શ્રકુટિની સંજ્ઞાથી પ્રેરેલા હનુમાન વિગેરે સુભટો યુદ્ધ કરવાને માટે નજીક આવ્યા. તેમનાથી રાક્ષસ સૈન્યમાં ભંગ થયે એટલે હસ્ત અને પ્રહસ્ત નામે બે વીર રથમાં બેસી કરમાં ધનુષ્ય લઈને યુદ્ધ કરવા માટે દોડતા આવ્યા. તેમને આવતા જોઈનલ અને નીલ નામના બે મહાકપિ રામની સેનામાંથી નીકળી તેની સન્મુખ ઊભા રહ્યા. તેઓએ હસ્ત પ્રહસ્ત સાથે યુદ્ધ કરવા માંડયું. તેમને રથોના નિર્દોષને જાણે સહન કરી શકતી નહોય તેમ પૃથ્વી શબ્દ કરતી તરફથી ફાટવા લાગી. અનુક્રમે નલ કપિએ હતને અને નીલ કપિએ પ્રહરતને મારી નાખે. તત્કાળ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. હસ્ત અને પ્રસ્તનું મરણ થયું એટલે રાવણની સેનામાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્રાકે, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકરજ્વર, ગભીર, સિંહરથ, અને બીજા કેટલાક રથી વીરે યુદ્ધ કરવા માટે સૈન્યની આગળ આવ્યા. તેમની સામે મદનકર, સંતાપ, પ્રથિત, આક્રોશનંદન, દુરિત, અનઘ, પુષ્પાસ્ત્ર, વિઘ, અને પ્રીતિકર વિગેરે વાનરો થયા, અને તેમની સાથે યુદ્ધ કરી તે રાક્ષસને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અસ્ત પામ્યું એટલે સર્વ સૈન્ય પિત. તાનાં સ્થાનમાં ગયું. જયારે પ્રાતઃકાળ થયે ત્યારે રાવણની ભકુટિએ પ્રેરાયેલા અનેક રાક્ષસ જેદ્દાઓ રામની સેના સાથે યુદ્ધ કરવા આવ્યા. તે વખતે વીરર૧ સંબંધ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy