SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ શત્રુંજય માહાભ્ય. | ખંડ ૧ લે. જરૂર સીતાના હરણને માટે કોઈ માયાવીએ કર્યો હશે. હે જણબંધુ ! હવે કાયરપણું છોડી દે, હું સીતાને સત્વર શોધી લાવીશ.” આ પ્રમાણે આશ્વાસન કરેલા રામ અનુજ બંધુ સાથે ત્યાં ભમવા લાગ્યા. પછી વિરાધે પિતાના કેટલાક સેવકોને સીતાની શોધ માટે મોકલ્યા, પરંતુ સીતાને કઈ ઠેકાણે નહીં જોતાં તેઓ ત્યાં પાછા આવ્યા; તેથી અનુજ બંધુ સહિત રામ અને વિરોધ વિશેષ દુઃખી થયા. પછી બન્ને ભાઈ વિરાધસહિત પાતાલલંકામાં ગયા, ત્યાં ખરના પુત્ર સુંદને હઠથી જીતી લઈ તે રાજયઉપર વિરાધને બેસાર્યો. એક વખતે સુગ્રીવ ક્રિીડા કરવા ગયે હતું ત્યાં સાહસગતિ નામે ખેચર વિદ્યા સાધીને કિકિધા નગરીમાં આવ્યું. તે પ્રસારણ વિદ્યાથી સુગ્રીવના જેવો વેષ ધારણ કરી તારાની અભિલાષાથી કામાતુર થઈને અંતઃપુરમાં પેઠો. તેવામાં તે જે સત્ય સુગ્રીવ હતો તે પણ ત્યાં આવે એટલે દ્વારપાળોએ તેને અટકાવ્યો અને કહ્યું “સુગ્રીવતો અંદર ગયેલા છે. તે વખતે વાળીને પુત્ર ચંદ્રરાશિમ ત્યાં હાજર હતા. તેણે માતાની રક્ષા કરવા માટે બંને સુગ્રીવોનું સરખાપણું જોઈને અંદર જઈ પેલા માયાવી સુગ્રીવને અંતઃપુરમાં જતાં રે. પછી તે વાતની અડધી અડધી ખબર પડવાથી બંને પક્ષના પરાક્રમી વિરેની ચૌદ અક્ષૌહિણી સેના એકઠી થઈ. મોટા યુદ્ધમાં વીરલેકની સાથે યુદ્ધ કરતાં પેલા જાર સુગ્રીવથી સત્ય સુગ્રીવનાં અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં. પછી નગરની બાહેર રહી તે અંતરમાં ચિંતવન કરવા લાગે “અતુલ બળ ધરનાર અને અક્ષત પરાક્રમવાળે વાલી ખરેખર સુકૃતી થઈ ગયો કે જે દીક્ષા લઈ સુસંયમી થઇ પરમપદને પામી ગયો. તેના પુત્ર ચંદ્રરશ્મિને પણ ધન્ય છે કે જે બળવાન વિરે અમારા બંનેને ભેદ ન સમજવાથી રક્ષા કરવા એગ્ય અને કાઢી મૂકવા ગ્ય કોણ છે તે ન જાણવાને લીધે તે કપટી સુગ્રીવને અંતઃપુરમાં જતો અટકાવ્યું. અત્યારે મારી સહાય કરનાર તો માત્ર એક ખર વિદ્યાધર હતું તેને પણ રામે મારી નાખે છે, માટે હવે તો વિરાધના ઉન પકારી એ રામભદ્રને જ આશ્રય કરું.” આ વિચાર કરી પ્રથમ દૂત મોકલી વિરાધને પૂછાવીને અનુજ બંધુસહિત રહેલા શ્રીરામને શરણે આવે અને હર્ષથી તેમને નમસ્કાર કર્યો. પછી દયાળુ રામ લક્ષ્મણને સાથે લઈ કિકિંધા નગરીએ આવ્યા. ત્યાં નગર બહાર રહી પેલા માયાવી સુગ્રીવને યુદ્ધ કરવા પરિવાર સહિત બેલા. તે નગર બહાર આવ્યું એટલે બને સુગ્રીવનું સાદૃશ્ય જોઈ રામ અનભિન્ન થઈ ગયા. તેથી તેને ભેદ કરવાને માટે વિશ્વવર્ત ધનુને વ્યાઘાત કર્યો. તેના નાદથી કપટ સુગ્રીવની વેષપરાવર્તની વિદ્યા પલાયન કરી ગઈ. પછી રામે ૧ સાચા ખોટાને ઓળખી શક્યા નહીં. ૨ બીજું રૂપ કરવાની વિદ્યા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy