SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લે. જોઈ, સ્વયંવર કરવાનો નિશ્ચય કરીને જનકરાજા એગ્ય વરની ચિતારૂપ સાગરમાં મગ્ન થયા નહીં. તે સમયે માતરંગ વિગેરે સ્વેચ્છા દૈત્યની જેમ ક્રોધથી ધમનાં સ્થાન અને લેકેને પીડા કરી જનકરાજાની પૃથ્વીમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનકરાજાએ મિત્રતાને લીધે દૂત મોકલી આ વૃત્તાંત દશરથ રાજાને જણા . તે સાંભળી યુદ્ધ કરવાની ઇચ્છાવાળા રામ, પિતા દશરથને ત્યાં નહિ જવા દેતા પિતે રણભૂમિમાં આવ્યા. રણપ્રિય રામ સાથે યુદ્ધ થતાંજ તે શત્રુ રાજાઓ તત્કાળ નાશી ગયા. કેમકે સૂર્યના કિરણની પાસે અંધકારને સમૂહ રહેવાને સમર્થ થત નથી. રામના પરાક્રમથી હર્ષ પામેલે જનકરાજા તેમને પોતાનાં નગરમાં લા; અને હર્ષથી તેને પિતાની પુત્રી સીતા આપવાની ઈચ્છા થઈ. તેવા વખ તમાં પિળા કેશવાળા અને માથે છત્રી ધરનારા નારદ ત્યાં આવ્યા, તેની ભયંકર મૂર્તિ જોઈ સીતા તત્કાળ ભય પામીને નાશી ગઈ; એટલે સીતાની સખીઓ કેલાહલ કરતી ત્યાં એકઠી થઈ ગઈ અને કોપ કરી કંઠ અને શિખાથી પકડી નારદને ઘરમાંથી કાઢી મૂક્યા; તેથી નારદને કેપ ચડ; એટલે તેણે સીતાનું રૂપ એક વસ્ત્ર ઉપર ચીતરીને તે ચંદ્રગતિના પુત્ર ભામંડળને બતાવ્યું. ભામંડળ સીતા પિતાની બેન છે, તે જાણ્યાવગર કામવિહલ થઈ અલ્પ જળમાં રહેલાં માછલાંની જેમ ઉદ્વિગ્ન ચિત્તવાળ થઈ ગયે. ચંદ્રગતિએ પિતાના પુત્રના ઉદ્વેગનું કારણ સીતા છે એવું જાણીને તત્કાળ ચાલગતિ વિદ્યાધરની પાસે જનકનું હરણ કરાવી પિતાની પાસે બોલાવ્યા અને પ્રીતિથી તેની પાસે સીતાની માગણી કરી. તેણે કહ્યું “મે દશરથના પુત્ર રામને સીતા આપેલી છે. ચંદ્રગતિ બે “સીતાને હરવાને સમર્થ છું તે છતાં સ્નેહની વૃદ્ધિ થાય તેવું ધારી તમને અહીં બોલાવીને મેં સીતાની માગણી કરી છે, તેના ઉત્તરમાં તમે આમ કહે છે તો મારી પાસે જાવ અને અર્ણવાવ નામે બે દિવ્ય ધનુષ્ય છે, તેને રામ કે મારો પુત્ર ભામંડળ જે ચડાવે તે સીતાને પરણે તેવું પણ કરે.” જનકરાજા તે પ્રમાણે કબૂલ કરીને પોતાની નગરીમાં આવ્યા અને એક મંડપ કરાવી તેમાં તે બંને ધનુષ્ય મૂક્યાં. પછી પ્રત્યેક રાજપુત્રને આમંત્રણ કરતાં હું પ્રથમ જઈશ, હું પ્રથમ જઈશ” એમ પ્રૌઢ હર્ષ ધરતા અનેક ભૂચર અને ખેચરો ત્યાં આવવા લાગ્યા. ભામંડળને લઈને ચંદ્રગતિ ત્યાં આવ્યો અને ચોતરફથી બીજા વિધાધર રાજાઓ પણ ત્યાં આવ્યા. રામ વિગેરે ચાર પુત્રોથી પરવરેલા દશરથરાજા હર્ષ ધરી બીજા રાજાઓને સાથે લઈ ત્યાં આવ્યા. જનકે સર્વ રાજાઓને યોગ્ય માન આપ્યું, અને રામાદિકના પિતા દશરથને વિશેષ માન આપ્યું. પછી શુભ દિવસે પ્રાત:કાળે યથાયોગ્ય સ્થાન પર ૧ નિયમ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy