SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ શત્રુંજય માહાત્મ્ય. { ખંડ ૧ લો, કરીને નગરમાં મોટા ઉત્સવ કર્યો. પછી અજય એવા નામથી નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથના એક ઉત્તમ પ્રાસાદ કરાવ્યો. તેના નિર્વાહને માટે દશ ગામ સહિત તે નગર આપ્યું, અને તેને માટે પૂજારીઓની ગોઠવણુ કરી. રાજા પાતે ત્રણે કાળ ત્યાં જઈ શ્રી પાર્શ્વનાથની પૂજા કરવા લાગ્યા, જેથી તેના ઘરમાં પ્રતિક્રિન કલ્યાણવૃદ્ધિ થવા લાગી. રાગેાએ બતાવેલી પેલી બકરીને અજયપાલરાજા પોતાને ત્યાં લાગ્યે અને તેમણે કહેલા વિધિવડે તેટલા કાળસુધી તેનું અન્નપાનવડે પ્રતિપાલન કર્યું. તે સમયમાં સૌરાષ્ટ્રદેશના રાજકુળમાં ચચેલા વજાપાણિ નામે રાજા ગિરિદુર્ગ નગરથી આવીને એ પાતાના ગેાત્રિયને હર્ષથી મળ્યા. બન્ને તીર્થપર ધર્મથી શાસન ચલાવનાર એ રાજાને અતુલ પ્રીતિથી બહુ દેશ વિગેરે આપીને અજયરાજાએ તેનું સન્માન કર્યું. વજાપાણિ રાજાના આગ્રહથી અને અતિ ભક્તિથી પ્રેરાએલા રઘુના પુત્ર અજયપાળે ગિરનાર ઉપર આવી શ્રી નેમિનાથને નમરકાર કર્યા અને પૂજાભક્તિ કરી. પાછા પેાતાના અજયપુરમાં આવી તેણે કર્મરૂપ પંકનું શાષણ કરવાથી કમળનું પણ ઉલ્લંધન કરનાર એવા શ્રી પાર્શ્વનાથનાં ચરણકમળમાં નમસ્કાર કર્યો. તે સમયમાં કાઈ જ્ઞાની મુનિ ત્યાં પ્રભુને વંદના કરવા આવ્યા. રાજાએ તેમને પ્રણામ કરી તેનું ઉજ્જવળ મહાત્મ્ય પૂછ્યું. મુનિ બેલ્યા “ હે રાજા ! આ બિંબને પ્રભાવ હું શું કહું ? પ્રત્યક્ષ લક્ષ્ય થતી વસ્તુમાં કયા ચતુર માણસ સંદેહ કરે ? આ પાર્શ્વનાથ પ્રભુના દર્શનમાત્રથી, ચિરકાળથી પ્રરૂઢ થયેલા વ્યાધિએ તમારા અંગમાંથી નાશ પામી ગયા, તેવીજ રીતે જે કાઇ પ્રાણી આ પ્રતિમાનાં દર્શન કરશે તેમનાં નેત્ર, મુખ અને ઉદર સંબંધી સર્વે રાગેા, અન્ય વ્યાધિએ તેમજ બધી જાતના કુષ્ટ નાશ પામી જશે. શ્રી પાર્શ્વનાથના મરણથી શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને યક્ષસંબંધી ઉપસર્ગા પણ દૂર થઈ જશે. આ તીર્થમાં જે કાઈ આ તીર્થંકરની સેવા કરશે તેમના કાળજ્વર, ઝેર, ઉન્માદ, અને સનિપાત પ્રમુખ સર્વ દોષો લય પામી જશે. અહીં શ્રી જગદગુરૂનું ધ્યાન કરવાથી વિદ્યા, લક્ષ્મી, સુખ, પુત્ર, અને સ્ત્રીની અભિલાષા કરનાર પુછ્યના સર્વ જાતના મનેરથા સિદ્ધ થશે. જે જિબિંબ એકસે વર્ષ અગાઉનું હાય તે તીર્થરૂપ ગણાય છે, તે આ પાર્શ્વનાથનું બિંબ તે લાખો વર્ષ સુધી દેવતાઓએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે, તેથી એ તીર્થ કહેવાય તેમાં તે શું કહેવું ! માટે આ બિંબનાં દર્શનથી સર્વ પાપની શાંતિ થશે અને અહીં આપેલું દાન અધિક ફળને આપશે. ” આ પ્રમાણે તે બિંબના મહિમા કહી રાજાની સંમતિથી તે મુનિવર્ય વેગથી આકાશમાં અલક્ષ્ય થઇ ગયા. સૌરાષ્ટ્રપતિ વજ્રપાણિરા For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy