SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ શત્રુંજય માહાસ્ય. [ખંડ ૧ લે. ઝરવા લાગી. “શીલ, શત્રુંજ્ય શૈલ, સમતા, જિનસેવા, સંઘ અને સંધપતિનું પદ-એ શિવલક્ષ્મીને જામીનરૂપ છે.” આ પ્રમાણે દેશના સાંભળી ઉત્તમ બુદ્ધિવાળા ચક્રધરે ઊભા થઈ પ્રભુને કહ્યું “મને સંધપતિની પદવી આપો.” તે સાંભળી દેવતાઓ લાવેલ અક્ષયુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક પર પ્રભુએ નાખે. ચક્રધરે ત્યાં માટે ઉત્સવ કર્યો. પછી પ્રભુની આશિષ લઈ ચક્રધર સંઘને આમંત્રણ કરી બોલા. ઈંદ્ર સાથે લેવા માટે દેવાલય આપ્યું. શુભલગ્ને કુળસ્ત્રીઓએ જેનું મંગળ કરેલું છે એવો ચક્રધર સૈન્યના ભારથી વિશ્વને ચલિત કરતે સંઘપતિ થઈને ચાલ્યો. ગામે ગામે જિનપ્રતિમાને અને મુનિઓને નમતે અવિચ્છિન્ન પ્રયાણોથી સૌરાષ્ટ્રદેશમાં આવીને અનુક્રમે તીર્થની નજીક આવે. એક વખતે ચક્રધર દેવાલયની પાસે બેઠે હતું, તેવામાં ફુરણાયમાન શુંગારથી આકાશને પ્રકાશિત કરતો કઈ વિધાધર ત્યાં આવ્યું. તેને દેખતાંજ ચકધર વિનયથી ઊભે થે, અને તેને ઉત્તમ આસન પર બેસારીને પોતે પણ બેઠે. પછી તે વિદ્યાધરપતિએ અંજલિ જોડીને કહ્યું, “રાજા ચક્રધર ! તમે અહંતના પુત્ર છે અને ઈક્વાકુળમાં ગિરિરૂપ છો. હું બેટનગરના પતિ મણિપ્રિય વિદ્યાધરને કલાપ્રિય નામે પુત્ર છું. મને ઘણા શત્રુઓએ છળ કરીને ઘેરી લીધું છે. મારા ગોત્રદેવતાએ તમારાથી મારા શત્રુઓને ક્ષય કહે છે, તેથી હું તમને તેડવા માટે આવ્યો છું તેથી હવે સત્વર મારી ઉપર પ્રસન્ન થઈ મારી સાથે ચાલે.” તે સાંભળી ચક્રધરે હા પાડી, એટલે તે કલાપ્રિય વિદ્યાધરે તત્કાળ પિતાની અમિત શક્તિથી એક વિમાન રચ્યું. તે વિદ્યાધરની સાથે તેમાં બેસી ચક્રધર ક્ષણવારમાં શત્રુઓએ પીડિત કરેલા ખેટનગરમાં આવ્યા. ચક્રધર આવતાં જ જળકાંત મણિથી જળની જેમ તેનાં તેજને સહન નહીં કરી શકતા શત્રુઓ તત્કાળ ખસી ગયા. શત્રુઓને નાસી ગયેલા જોઈ હૃદયમાં હર્ષ પામતા કલાપ્રિયે ચક્રધરરાજાને આદરપૂર્વક કહ્યું, “હે રાજન ! પિતાની મેળે જ તમારી ઉપર અનુરક્ત થયેલી આ મારી બેન હું તમને આપું છું, પરંતુ તેથી કાંઈ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તથાપિ તે મારી બેનને આપ સ્વીકાર કરે.” આ પ્રમાણે કહી તેણે ગુણેની માળારૂપ ગુણાવલી નામે પોતાની બહેન ચક્રધરને આપી; તેના સંગથી એ રમણી ચંદ્રના સંગથી ચંદ્રિકાની જેવી શોભવા લાગી. તે સિવાય બીજી પણ તેમના રૂપથી મેહ પામેલી વિદ્યાધરની અનેક કન્યાઓ ચક્રધર પરણ્યા. સર્વ ઠેકાણે ભાગ્ય તે સરખું જ હોય છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy