SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો.] શ્રી શાંતિનાથચરિત્ર. ૨૮૯ તીર્થની યાત્રા અને ઉદ્ધાર કરી ચંદ્રયશા રાજાએ સદ્ગુરૂની પાસે મુક્તિરૂપી સ્ત્રીની સખી જેવી દીક્ષા ગ્રહણ કરી, લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, અષ્ટ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવીને અંતે મેક્ષસુખને પ્રાપ્ત થયા. હે ઈંદ્ર! એવો આ વિમલાચલ તીર્થને નિર્મળ પ્રભાવ છે. એવી રીતે શ્રી શત્રુંજયગિરિપર ચંદ્રયશાએ નવા ઉદ્ધાર કરાવ્યું. શ્રી શાંતિનાથચરિત્ર. દેવતાઓએ સેવેલા અને મલિન ચંદ્રને છોડીને મૃગ જેમનાં ચરણકમળ ભજયા કરે છે એવા શ્રી શાંતિનાથ સંઘને શાંતિ કરનાર થાઓ. આ ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે સર્વ જગતને અને સર્વ જગતની સેનાને જિતનાર વિશ્વસેન નામે રાજા થયા. તેમને અચિરા નામે શીલથી ઉજજવળ પટરાણી હતી. એકદા રાત્રિના અવશેષ સમયે તેમણે બે વાર ચૌદ સ્વમો જોયાં. તે દિવસે– ભાદ્રપદ માસની શુકલ સપ્તમીએ ભરણી નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી વીને પ્રભુ તેમની કુક્ષિમાં અવતર્યા. બેવાર ચૌદ સ્વામી જેવાથી અહંત અને ચક્રવર્તી બે પદવી ધરાવનાર પુત્રના જન્મને જેને નિશ્ચય થયેલ છે એવાં દેવીએ રતગર્ભા પૃથ્વીની જેમ શુભ દેહલા સાથે ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થતાં જયેષ્ઠ માસની શુક્લ ત્રયોદશીએ શુભમુહૂર્ત ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં દેવીએ એક પુત્રરતને જન્મ આપે. દિશાકુમારીઓએ, ઇંદ્રો અને રાજા વિગેરે સર્વ લેકેએ આદરપૂર્વક પ્રભુનો જન્મોત્સવ કર્યો. પિતાએ હર્ષથી શાંતિ એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામતાં સુવર્ણ જેવા વણવાળા અને ચાળીશ ધનુષ ઊંચા દેહવાળા પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજયને ભાર સ્વીકાર્યો. પછી ચક્રરતને અનુસરી ષખંડ ભારતને જીતી સ્વર્ગનાં રાજયને ઈંદ્ર પાળે તેમ સુખે સુખે પતાનાં રાજયનું પાલન કરવા લાગ્યા. અનુક્રમે ઘણું વર્ષો પર્યત રાજય પાન્યા પછી જયેષ્ઠમાસની કૃષ્ણચતુર્દશીએ ભરણુંનક્ષત્રમાં ચંદ્ર આવતાં જેમને દીક્ષા મહોત્સવ ઈંદ્રોએ કરેલો છે, એવા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. છઘરથપણે સર્વ દેશમાં વિહાર કરતાં બૈર્ય બુદ્ધિવાળા પ્રભુ એકદા હસ્તિનાપુરની પાસેનાં વનમાં આવીને ધ્યાનમાં સ્થિત થયા. ત્યાં પૌષમાસની શુક્લ નવમીએ ઘાતકર્મને ક્ષય થતાં તેમને કાલેકને પ્રકાશ કરનારું નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી ત્યાંથી સર્વ અતિશએ યુક્ત અને દેવતાઓએ સેવેલા પ્રભુ શત્રુંજય ગિરિની પાસેના સિંહેદાનમાં પધાર્યા. ૧ તેમના ચરણમાં મૃગનું લાંછન છે, તેથી કવિએ ઉત્યેક્ષા કરેલી છે કે હરણ જે અત્યાર સુધી ચન્દ્રમાં રહેતો હતો તે પ્રભુના ચરણમાં આવીને રહ્યો છે. ભા. ક. ૩૭ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy