SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] ચંયશાઓ કરેલો નવમો ઉદ્ધાર. ૨૮૭ ખર, ચન્દ્રપ્રભા રાણું અને ચન્દ્રયશા પુત્રની સાથે ત્વરાથી ત્યાં આવ્યો. પ્રભુની સ્તુતિ કરી નમીને તેમનાં વચનામૃતની નીદનું પાન કરવા માટે પ્રભુ પાસે બેઠે, પ્રભુએ કહ્યું, “સર્વ રીતે અસ્થિર એવા આ સંસારમાં શત્રુંજય તીર્થે, અહંતનું ધ્યાન છે અને બે પ્રકારનો ધર્મ એજ સાર છે. પુંડરીકગિરિના સેવનથી, શ્રીજિનેશ્વરનાં ધ્યાનથી અને બે પ્રકારના ધર્મથી શાશ્વત સુખની સિદ્ધિ હરતગત થાય છે. - માં જેમ અહંત, ધ્યાનમાં જેમ શુકલધ્યાન અને વ્રતમાં જેમ બ્રહ્મચર્ય તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. તેમજ સર્વ ધર્મમાં મુનિ પણું મુખ્ય ગણાય છે. કારણકે તેની મુદ્રાવિને મુક્તિરૂપી સખી કેઇને વરતી નથી.” આપ્રમાણે પ્રભુનાં મુખથી દેશના સાંભળીને ચન્દ્રશેખર રાજાએ તત્કાળ બોધ પામી દીક્ષા - હણ કરી. ત્યાં સમુદ્રના તટ ઉપર પ્રભુના કાર્યોત્સર્ગને સ્થાને ધરણેન્દ્ર ચન્દ્રકાંતમણિના બિંબવાળો એક પ્રાસાદ કરાવ્યો. લેકેની ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ચન્દ્રપ્રભ પ્રભુએ ત્યાંથી રેવતાદિ શિખરે તરફ વિહાર કર્યો. અનેક રથને વિહાર કરી સર્વ વિશ્વને તીર્થમય કરતા પ્રભુ એક સહસ્ત્ર મુનિઓની સાથે પ્રાંતે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં ભાદ્રપદમાસની કૃષ્ણસપ્તમીએ ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં, ચન્દ્રપ્રભ પ્રભુ નિષ્કપ મનથી અનશન વ્રત ગ્રહણ કરી સાડાસાત લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અખંડિત પદને પ્રાપ્ત થયા. સર્વ ઈદ્રોએ આવી પૂર્વની જેમ પ્રભુનો નિર્વાણમહોત્સવ કર્યો અને પછી હર્ષથી પોતાને સ્થાનકે ગયા. ચન્દ્રશેખર મુનિ વિહાર કરતા કરતા ભગવંતના ચરણથી પવિત્ર એવી ચદ્રપ્રભા નગરીમાં આવ્યા. અખંડ આજ્ઞાવાળે તેમને પુત્ર ચદ્રયશા તેમને આ વેલા સાંભળી પાંચ રાજાઓની સાથે વેગથી વાંદવા આવ્યું. જ્ઞાની મુનિએ એ નમ્ર ભક્તોને ધર્મલાભ આપી ધર્માનુસારી વાણીવડે દયામય ધર્મ સંભળાવીને તેને મને અનુગ્રહ કર્યો. વળી તે મુનિરાજે કહ્યું, “અહીં ચન્દ્રપ્રભ ભગવંત રહેલા હોવાથી આ ઉત્તમ તીર્થ ચન્દ્રપ્રભાસ નામે પૃથ્વીમાં પ્રખ્યાતી પામશે. સમુદ્રની ભરતી આવે તેવા જે ભાગમાં પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા હતા, તે ભાગને સમુદ્ર ઉદ્દેલ થવા લાગે, તેથી લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવે ભક્તિથી ત્યાં સ્થળરૂપ પૃથ્વી કરીને સમુદ્રને રૂંધન કર્યો, અને તે ઠેકાણે ધરણકે પ્રભુને મહા નિર્મળ પ્રાસાદ કરાવ્યું તેથી તે ઠેકાણે એક પવિત્ર તીર્થ થયું, અને ત્યારથી તે સમુદ્ર પણ પવિત્ર કહેવાયે. પૂર્વ શ્રી યુગાદિ પ્રભુના પૌત્ર ચન્દ્રકીર્તિએ પોતાના ભાવથી ચદ્રો ૧ શ્રીચંદ્ર પ્રભુનું આયુષ્ય અન્યત્ર દશ લાખ પૂર્વનું કહેલું છે. ૨ મોક્ષ. ૩ વેરાવળ પાસે પ્રભાસ છે તે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy