SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] સગરરાજાએ કરેલો શત્રુંજયને ઉદ્ધાર. ૨૮૩ વિના દેહ, દીપકવિના ગૃહ, વિદ્યાવગર મનુષ્ય, ચક્ષુવિના મુખ, છાયાવિના વૃક્ષ, દયાવિના ધર્મ, ધર્મવિના જીવ અને જળવિના જગત–તેમ આ તીર્થવિના બધી ભૂતસૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ પર્વતને માર્ગ રૂંધાયો એટલે આ તીર્થ પ્રાણીને તારનાર છે. પણ જે સમુદ્રનાં જળથી આ તીર્થને માર્ગ પણ રૂંધાશે તો પછી આ પૃથ્વીપર બીજું કોઈ તીર્થ પ્રાણુઓને તારનાર મારા જોવામાં આવતું નથી. જયારે તીર્થકર દેવ, જૈનધર્મ કે શ્રેષ્ઠ આગમ પૃથ્વી પર રહેશે નહીં, ત્યારે માત્ર આ સિદ્ધગિરિજ લેકના મને રથને આપનારો થશે.” એવી ઇંદ્રની વાણી સાંભળી ચકવ7એ લવણદેવને કહ્યું, “દેવ! માત્ર એંધાણીને માટે આ સમુદ્ર અહીં તીર્થથી ડે દૂર ભલે રહે, તમે સ્વરથાને જાઓ.” તેને વિદાય કર્યા પછી પ્રસન્ન થયેલા સગરરાજાએ ઇંદ્રને પૂછયું, “હવે મલિન અધ્યવસાયવાળા પુરૂષોથી આ તીર્થની રક્ષા કેવી રીતે કરવી ?” શું કહ્યું, “હે રાજા! આ રમણિમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણગુફામાં મૂકાવી ઘો. તે ગુફા દેવતાઓથી પણ ન પામી શકાય તેવો પ્રભુને એક કેશ છે, અને સર્વ અર્હતેની મૂર્તિઓ સોનાની કરાશે તેમજ પ્રાસાદિ સુવર્ણ અને રૂપાના કરા.” પછી પ્રભુના પ્રાસાદથી પશ્ચિમ તરફ રહેલી સુવર્ણગુફા કે જે રસકૂપિકા અને કલ્પવૃક્ષયુક્ત હતી તે ઈંદ્ર બતાવી. એટલે પ્રભુની મૂર્તિઓને યલથી તેમાં પધરાવી અને તેમની પૂજાને માટે યોને આજ્ઞા કરી. પછી ઇંદ્રને સાથે રાખી સગરરાજાએ અહંતના પ્રાસાદ સુવર્ણ અને રૂપાના અને મૂર્તિઓ સુવઈની કરાવી. સુભદ્ર નામના શિખર ઉપર બીજા તીર્થકર શ્રી અજિતનાથજીને રૂપાને પ્રાસાદ ઘણું ભાવપૂર્વક કરાવ્યું. ત્યાં જ્ઞાનવાન ગણધરો, શ્રાવકે અને દેવતાઓએ મળીને પૂજાપૂર્વક માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. આ પ્રમાણે શત્રુંજય તીર્થે ઉદ્ધાર કરી સગર ચક્રવર્તી સુરનરો સાથે વિતાચળનાં શિખર પર પ્રભુને નમવાને ચાલ્યા. માર્ગમાં આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુને નમી વિમાનમાં બેસીને રૈવતાચળનાં શિખર પર આવ્યા. તે તીર્થને પણ આદરથી ત્રણ પ્રદક્ષિણા કરી ગજેંદ્રપદ કુંડનું જળ લઈ જિનાલયમાં ગયા. ત્યાં પૂર્વવત્ પૂજા, નમરકાર અને સ્તુતિ કરીને રાજાએ ભાવપૂર્વક સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન આપ્યાં. પછી શ્રી દાયક સિદ્ધિગિરિ, વિદ્યાધરગિરિ, દેવગિરિ, અંબિકાગિરિ અને ઉમાશંભુગિરિ વિગેરે સર્વ શિખર ઉપર ગુરૂની સાથે જઈ ચક્રવર્તીએ તેમની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યાત્રા અને દેવપૂજા કરી. ત્યાંથી પાછા ફરી સગરરાજા અબુદાચલ, સમેતશિખર અને વૈભારગિરિ પર જઈ અહંતને અને શ્રમને નમસ્કાર કરી પાછા અધ્યામાં આવ્યા. ૧ ભંડાર. ૨ હાથી પગલા, For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy