SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. ( [ સર્ગ ૧ લો. સ્ત્રીઓ, જિનપતિના ગુણને ગાયન કરતી પિતાના પાપને ખપાવે છે. જુઓ તેઓને પ્રિય એવો આ ગિરિ, નિઝરણાના જલમાંથી ઉડતા કણીઆઓનેમિષે જાણે મુક્તિરૂપી સુંદરીના હારને માટે મોતી વેરતો હોય તેવો જણાય છે. જુઓ આ એક તરફ નિઝરણાના જલબિંદુમાં મેઘની ભ્રાંતિવાળા મયૂરે પ્રભુની આગળ નૃત્ય કરે છે. આ એક તરફ સહસ્ત્ર ફણાથી મંડિત એવો પાતાળપતિ જિનેશ્વરની પાસે દિવ્ય નાટક કરી રહ્યો છે, આ એક તરફ ખેચરની સ્ત્રીઓ સુંદર વેષ ધારણ કરી, અને હાથમાં વીણા લઈ ઉત્તમ ગીતથી અહંતની ગુણશ્રેણીનું ગાયન કરતી દેખાય છે. આ એક તરફ જન્મથી જ પરસ્પર વિરોધી એવા પ્રાણીઓ, પ્રભુના મુખને જોતાં પિતાનું વૈર છોડી પરસ્પર કિડા કરે છે. આ એક તરફ પૂર્વ સમુદ્રમાં મળતી, શત્રુંજ્યા નદી તેના જેનાર અને સાંભળનારની જાણે પુણ્યરેખા હોય તેવી જણાય છે. આ એક તરફ તાલધ્વજ ગિરિના ઉસંગમાં થઈ શત્રુંજ્યાને અનુસરતી તાલધ્વજી સરિતા સમુદ્રને મળે છે. આ એક તરફ ઇંદ્ર રચેલી, પિતાના નિર્મળ જલથી મહદયને પ્રાપ્ત કરનારી અને પ્રફુલ્લિત કમળાવાળી ઈંદ્રી નદી ઉત્તર દિશામાં શેભે છે. જુઓ આ એક તરફ દિવ્ય જળના કલ્લોલથી શેભતી અને કમબેના મધ્ય ભાગમાં રહેલા હંસ અને સારસ પક્ષીઓએ સેવેલી કપર્દિકા નદી આવેલી છે. આ એક તરફ પ્રભુથી પશ્ચિમ દિશામાં વિશ્વને ઉપકાર કરનારી, અને પાપને હરનારી બ્રાહ્મી નામે નદી સંપૂર્ણ જલયુક્ત શેભે છે. જુઓ આ શત્રુંજયા, એંટ્રી, નાગૅદ્રી, કપિલા, યમલા, તાલધ્વજી, યક્ષગા, બ્રાહ્મી, માહેશ્વરી, સાભ્રમતી, શબેલા, વરતેયા, જયંતિકા, અને ભદ્રા એ ચૌદ મહા નદીઓ ઘણું સુંદર જણાય છે. વળી આમ પૂર્વ દિશામાં અપરિમિત શોભાવાળું સૂર્યોદ્યાન અદ્ભુત જણાય છે, તેની પાસે દક્ષિણ દિશામાં સ્વર્ગોઘાન, નંદનવનના જેવી કાંતિથી ઝળકે છે, આ પશ્ચિમ દિશામાં મોટુ ચંદ્રોદ્યાન ઘણું મનહર લાગે છે અને ઉત્તર દિશામાં લક્ષ્મી લીલાવિલાસ નામે ઉદ્યાન આવેલું છે. ચાર દિશાએમાંથી આવતી લક્ષ્મીઓના કેશપાશ જેવા એ ચાર ઉઘાનોથી આ ગિરિરાજ ઘણે દીપ નીકળે છે. આ એક તરફ સુધર્મા ઇંદ્રની આજ્ઞાથી કુબેરે રચેલે ઇંદ્રકંડ સર્વ પાપનો નાશ કરે છે. આ તરફ ચંદ્રિકાના જેવા ઉજવળ જલતરંગોના શબ્દથી શોભતું ભારત સરોવર જાણે ભરત રાજાને યશરાશિ હોય તેમ શોભી રહ્યું છે. આ તરફ મંદ મંદ પવને કંપાવેલા ઊર્મિઓની શ્રેણીવડે લલિત થતું કપર્દિયક્ષનું કપર્દિ સરોવર સર્વને સુખકારી લાગે છે. આ એક તરફ મુક્તિરૂપી સુંદ ૧ ધરણું. ૨ હાલ શેત્રુજી એ નામથી પ્રસિદ્ધ છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy